હનુમાનજીની ઉપાસનામાં જરૂરી હોય છે આ 10 નિયમ….

34

હનુમાનજી એક એવા દેવતા છે જે કલયુગમાં પણ જીવિત છે. હનુમાનજી બહુ જલ્દી  પ્રસન્ન થનાર દેવતા છે. તો ચાલો આજે જાણીએ કઈ રીતે હનુમાનજીની ઉપાસના કરવી જોઈએ જેથી એનું સંપૂર્ણ ફળ મળી શકે.

1.) હનુમાનજીને પ્રસાદમાં બુંદીના લાડુ ખુબજ પ્રિય હોય છે પરંતુ  હનુમાનજીની ઉપાસનામાં ચરણામૃતનો ઉપયોગ કરવામાં આવતો નથી.

2.) હનુમાનજીની પૂજા કરતી વખતે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું આવશ્યક હોય છે. હનુમાનજીની ઉપાસના કરતી વખતે કોઈપણ પ્રકારની કામુક ચર્ચા ન કરવી જોઈએ.

3.) હિંદુ ધર્મ અનુસાર હનુમાનજીની ઉપાસનાનો  સૌથી શુભ દિવસ મંગળવાર અને શનિવારનો દિવસ હોય છે.

4.) હનુમાનજીની ઉપાસનામાં લાલ રંગના ફૂલ, શુદ્ધ દેશી ઘી અથવા તલના તેલનો ઉપયોગ કરવો જોઈએ.

5.) મંગળવારના દિવસે હનુમાનજીને વિશેષ રૂપથી સિંદુર અને લાલ રંગની મીઠાઈ પ્રસાદ રૂપે જરૂર ચઢાવો.

6.) હનુમાનજીની મૂર્તિ ને ઘરમાં એમ રાખવી જોઈએ કે એમની દર્ષ્ટિ દક્ષિણ દિશાની તરફ હોય.

7.) હનુમાનજીની મૂર્તિન ક્યારેય પણ પતિ પત્નીના બેડરૂમમાં લગાવવી જોઈએ નહિ.

8.) હનુમાનજીની પૂજા કરતા પહેલા ભગવાન રામજીનું અવશ્ય ધ્યાન કરો.

9.) હનુમાનજીની પૂજા સંધ્યા કાળે અથવા સુર્યાસ્ત પછી જ કરવી શુભ માનવામાં આવે છે.

10.) હનુમાનજીની ઉપાસનામાં તુલસીદલ જરૂર અર્પણ કરવા જોઈએ.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment