હજુ એક IED બ્લાસ્ટ જમ્મુ કશ્મીરમાં, એક મેજર શહીદ, બે જવાન ઘાયલ…

55

જમ્મુ કશ્મીરના પુલવામામાં થયેલા હુમલાને હજી તો બે દિવસ પણ પુરા નથી થયા ત્યા રાજૌરીના નૌશેરામાં આતંકવાદીઓએ બીજો એક હુમલો કરી નાખ્યો. આ વખતે નૌશેરાના લામ જાંગડમાં આઈઈડી બ્લાસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં આર્મીના એક મેજર શહીદ થઇ ગયા છે.

જાણકારી મળી રહી છે કે આ એક બૈટ હુમલો હતો. પાકિસ્તાની સેના અને આતંકી મળીને ભારતીય સરહદની અંદર આવ્યા અને તેમણે આઈડી પ્લાંટ કરી નાખ્યો. પાકિસ્તાનની આ ઘટનાની જાણકારી જયારે ભારતીય સેનાને મળી તો ત્યાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું. તે દરમિયાન બ્લાસ્ટ થયો અને ઈન્જીનીયરીંગ કોરના મેજર શહીદ થઇ ગયા તેમજ બે જવાન ગંભીર રૂપથી ઘાયલ થયા છે.

જણાવવામાં આવી રહ્યું છે કે રાજૌરીમાં એલઓસીના સેનાના અફસર બોમ્બ દીફ્યુજ કરવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારેજ બોમ્બ બ્લાસ્ટ થયો. આ બોમ્બ આતંકવાદીઓ દ્વારા પ્લાંટ કરવામાં આવ્યો હતો. રાજૌરી જીલ્લાના નૌશેરા સેક્ટરમાં એલઓસીથી લગભગ ૧.૫ કિલોમીટર અંદર આ ધમાકો થયો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment