“ચક્રવાતી તોફાન” ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, હવામાન વિભાગે સેનાને કરી એલર્ટ…

86

ભારતીય મૌસમ વિભાગ (આઈઈએમડી) એ મંગળવારે જણાવ્યું છે કે અરબસાગરમાં ધીમા દબાવના કારણે ચક્રવાતી તોફાન ‘વાયુ’ ઝડપી થઇ ગયું છે. વિભાગના જણાવ્યા અનુસાર હવે આ તોફાન ગુજરાત તરફ વધી રહ્યું છે. ગુજરાતના તટીય વિસ્તારોમાં ચક્રવાતનો ભય મંડાઈ રહ્યો છે.

મૌસમ વિભાગ દ્વારા મંગળવારે જાહેર બુલેટીન અનુસાર, સુદૂર સમુદ્રમાં હવાના ઓછા દબાવના ક્ષેત્ર ઝડપી બનવાના કારણે ‘વાયુ’ 13 જુને ગુજરાતના તટીય વિસ્તારોમાં પોરબંદર અને કચ્છ ક્ષેત્રમાં પહોચવાની સંભાવના છે. વિભાગે આગલા 24 કલાકોમાં ચક્રવાર્તી તોફાનના બીજા ગંભીર રૂપ ધારણ કરવાની સંભાવના વ્યક્ત કરતા જણાવ્યું કે ઉતર તરફ વધતો ‘વાયુ’ 13 જુને સવારે ગુજરાતના તટીય વિસ્તારોમાં પોરબંદરથી મહુવા, વેરાવળ અને દીવ ક્ષેત્રને પ્રભાવિત કરશે. તેની ગતિ 115 થી 130 કિલોમીટર પ્રતિ કલાક સુધી હોઈ શકે છે.

તેને જોતા ગુજરાત સરકારે પણ ‘હાઈ એલર્ટ’ જાહેર કરતા સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં રાષ્ટ્રીય આપતી મુક્તિ બળ (એનડીઆરએફ) ના જવાનોને મુક્યા છે. તટીય ક્ષેત્રોમા માછીમારોને આગલા દિવસ સુધી સમુદ્રમાં ન જવાની સલાહ આપી છે. સાથે જ બંદરગાહોને ખતરાના સંકેત અને સુચના જાહેર કરવા માટે જણાવ્યું છે.

જણાવી દઈએ કે ઓછા દબાવવાળા ક્ષેત્રએ ગર્મી સમુદ્રી હવાઓના કારણથી સોમવારે ડીપ્રેશનનું રૂપ લીધું હતું જે મંગળવારે ચક્રવાતમાં બદલી ગયું હતું.

આ ચક્રવતી તોફાનનું નામ વાયુ છે, જે ભારત દ્વારા આપવામાં આવ્યું છે. મૌસમ વિભાગનું જણાવવાનું છે કે ગુરુવાર સુધી ‘વાયુ’ તોફાન પોતાના ચરમ પર હશે.

વિભાગે સંભાવના જણાવી છે કે 11 જુને લક્ષદ્વીપ અને પૂર્વ મધ્ય અરબ સાગરમાં ઉંચી ઉંચી લહેરો ઉઠી શકે છે. આઈએમડી મુંબઈના ડીડીજીએમ કેઈસ હોસાલીકરનું જણાવવાનું છે કે મુંબઈ પણ ચક્રાવર્તી તોફાન વાયુથી પ્રભાવિત હશે, પણ ગંભીર રૂપથી નહિ. બુધવારે તોફાન મુંબઈ તટ પર આવી શકે છે. તટની આસપાસ રહેનારા લોકો અને માછીમારો માટે એલર્ટ જાહેર કરી દીધું છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment