ગુજરાત રાજકોટમાં પબજી રમતા 10 વિદ્યાર્થીઓની ધરપકડ -જાણો વધુ માહિતી…

15

રાજકોટ પોલીસે પબજી ઓનલાઈન ગેમ રમવાવાળા 10 વિદ્યાર્થીઓને પકડી લીધા. બાદમાં તેને જામીન પર છોડી મુકવામાં આવ્યા. હાલમાં જ ગુજરાતના ઘણા શહેરોમાં પબજી ગેમ પર બેન લગાવવામાં આવ્યો છે.

ગુજરાતના રાજકોટમાં કોલેજના 10 વિદ્યાર્થીઓ સાર્વજનિક સ્થળ પર ઓનલાઈન ગેમ પબજી રમતા પકડવામાં આવ્યા છે. હા પણ, બાદમાં તેને જામીન પર છોડી દેવામાં આવ્યા. આના પાંચ દિવસ પહેલા સ્થાનીય પોલીસે આ ઓનલાઈન ગેમને બેન કરવાની નોટીસ જાહેર કરી હતી. ગુજરાતના બીજા અન્ય જિલ્લાઓમાં પણ આ ગેમને બેન કરી છે, પણ આ બાબતમાં તે પહેલી ગિરફ્તારી છે. ગુજરાત સરકારે જાન્યુઆરીમાં આ વિશે નિર્દેશ જાહેર કર્યું હતું.

રાજકોટમાં આ દસ વિદ્યાર્થીઓને બુધવારે અલગ અલગ જગ્યાએ આ ગેમ રમતા પકડાઈ ગયા હતા. તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ થઇ ગયા બાદ તેને જામીન પર છોડવામાં આવ્યા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીનું જણાવવાનું કે, ‘અમે આ કડક સુચના આપવા માંગીએ છીએ કે પબજીને પ્રતિબંધ કરવાવાળી નોટીસ ફક્ત કાગળનો ટુકડો જ નથી.’

શું છે પબજી ?

પબજી અથવા pubg એક ઓનલાઈન ગેમ છે. તેમાં ભાગ લેવાવાળા ખેલાડીઓને પોતાને જીવતો રાખવા માટે અને ગેમ જીતવા માટે બીજાને મારવા પડે છે. હિંસક પ્રવૃતિની આ રમતની અસર નાના છોકરાઓ, યુવાનો અહિયાં સુધી કે વૃદ્ધોને પણ પોતાની પકડમાં લઇ રહ્યા છે. તેનુ વર્તન હિંસક થતા જોયા છે.

કઈક આવો જ બેન હમણાં મોમો ચેલેન્જ પર પણ લગાવવામાં આવ્યો હતો, જે લોકોને ખતરનાક ચેલેન્જને પૂરો કરવા માટે પ્રેરિત કરતો હતો. થોડા દિવસો પહેલા બાંદ્રા, મુંબઈમાં રહેવાવાળા 11 વર્ષના એક છોકરાએ ઓનલાઈન ગેમ પબજી પર બેન લગાવવા માટે સરકારને ચિઠ્ઠી લખી હતી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment