ગુજરાત સરકારે આર્થિક અનામતમાં જમીન અને મકાનની શરતો કરી દુર..

54

કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારે જાહેર કરેલા અને લોકસભા અને રાજ્ય સભામાં પાસ થયેલા 10 % આર્થિક અનામત બીલનો આખા ભારતમાં સૌ પ્રથમ ગુજરાત રાજ્ય સરકારે અમલ શરૂ કરીને ભારતના બીજા અન્ય રાજ્યોને આ બાબતમાં પાછળ રાખી દીધા છે. તદ્દ ઉપરાંત આ 10 % આર્થિક અનામત ક્વોટાનો લાભ દરેક સવર્ણોને એક સરખી રીતે લાગુ પડે તે માટે અને માપદંડની કોઈ ગુંચવણો ઉભી ન થાય તે માટે ઈબીસી અનામત માટે ફક્ત 8 લાખની આવક મર્યાદાનાએકજ માપદંડને માન્ય રાખી બાકીના માપદંડ જેવા કે શહેર કે ગામમાં અમુકચોરસ વારના કેચોરસ મીટરના માલિકી હક્કના ઘરના મકાન અને અમુક એકર ખેતરની જમીનના માપદંડની આવશ્યકતાની શરતોને રદ કરી દિધી છે. જેથી હવે કોઇપણ જાતની દ્વીભાષી દ્વિધાભરી સ્થિતિ ઉભી થશે નહિ.

આ ઉપરાંત જે 33 % મહિલા અનામત લાગુ પડે છે ત્યાં પણ 10 % આર્થિક પછાત સવર્ણ મહિલા અનામત આંતરિક રીતે લાગુ પડશે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના શાશનકાળ દરમ્યાન પોલીસ ભરતીમાં જે 33 % મહિલાઅનામત નક્કી કરી હતી તેને પણ આ લાગુ પડે છે. તેમજ ગુજરાતીઓનું હિત જળવાય તે માટે વર્ષ 1978 પહેલા જે લોકો પરિવાર ગુજરાતમાં સેટલ થયેલા હશે તેને જ આ આર્થિક અનામતનો લાભ મળશે. વર્ષ 1978ની કટ ઓફ ડેઈટનેકટ ઓફ યર જાહેર કરવામાં આવ્યું છે. જેથી વર્ષ 1978 નીકટ ઓફ ડેઈટકેકટ ઓફ યર જાહેરથયા બાદ જે લોકો કે પરિવારો ગુજરાતમાં આવીને વસ્યા હશે તેઓને આ આર્થિક અનામતનો લાભ મળી શકશે નહિ. જો કે કેન્દ્ર સરકારની સર્વિસમાં કે નોકરીમાં જે 10 %આર્થિક અનામત લાગુ કરી છે તેમાં ગુજરાતનો આ વર્ષ 1978 ની કટ ઓફ ડેઈટકેકટ ઓફ યરનો જાહેર થયેલો નિયમ લાગુ પડશે નહિ.

ગુજરાતના હાલના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની સવર્ણોને 10 % આર્થિક અનામતની સમગ્ર પ્રક્રિયાને સરળ બનાવવા માટે કેન્દ્ર સરકરે જાહેર કરેલ જમીન, મકાન કે ફ્લેટની માલિકી જેવા માપદંડને અને અમુક એકર ખેતરની જમીનના હક્કના માપદંડની આવશ્યકતાની શરતોને પણ રદ કરી દિધી છે. માન્ય રાખેલ નથી જેથી આર્થિક પછાત સવર્ણોએ તેના કોઈ દાખલા પુરાવા કે દસ્તાવેજ રજુ કરવાની જંજટ જ ઉભી ન થાય.

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ વધુમાં જણાવે છે કે ગુજરાત સરકારનો મુખ્ય હેતુ જે સવર્ણો આર્થિક રીતે ગરીબ કે પછાત છે તેઓને આ 10 % અનામતનો લાભ મળી રહે તે મુખ્ય હેતુ છે. આ ઉપરાંત ગુજરાત રાજ્ય સરકાર આ 10 % અનામતનો લાભ આપવા માટે કટિબદ્ધ છે જેથી જે ગ્રાન્ટેબલ શૈક્ષણિક સંસ્થાઓ છે તેમને સરકાર વધારાની ગ્રાન્ટ આપશે. રાજ્ય સરકારે આ પહેલા જે બિન અનામત વર્ગ માટે શૈક્ષણિક ફી સહિતની સહાયતા અને સરળ વ્યાજના દરે લોન આપવાની જે યોજના અમલમાં મૂકી છે તેમાં રૂપિયા 4.50 લાખ અને 6 લાખની આવક મર્યાદા યથાવત રહેશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment