ગ્રેવી વિના “કઢાઈ છોલે મસાલા” બનાવો સ્ટેપ બાય સ્ટેપ જોઇને, સ્વાદિષ્ટથી ભરપુર છે આ રેસિપી…

42

કાબુલી ચણા ૧ કપ, ટામેટા ૨ (૧૫૦ ગ્રામ), ધાણાભાજી ૨-૩ ટેબલ સ્પુન, અજમો ૧/૪ નાની ચમચી, જીરું ૧/૪ નાની ચમચી, લીલું મરચું ૫ ( જીણું કપાયેલુ અને લંબાઈમાં કપાયેલ), આદુ ૧/૨ ઇંચ ટુકડો, લાલ મરચું પાવડર ૧/૨, બેન્કિંગ પાવડર ૧/૮ નાની ચમચી, ધાણાજીરાનો પાવડર ૧ નાની ચમચી, અમચુર પાવડર ૧/૪ નાની ચમચી, ગરમ મસાલા પાવડર ૧/૪ નાની ચમચી, મીઠું ૧ નાની ચમચી, ઘી ૨ ટેબલ સ્પુન

રીત

ચણાને સારી રીતે ધોઈને આખી રાત પાણીમાં પલાળીને રાખો.

ચણાને ધોઈને કુકરમાં ભરી દો, ૧/૨ કપ પાણી, ૧/૨ નાની ચમચી મીઠું અને બેકિંગ સોડા ભેળવી દો અને ટી બેગ પણ નાખી દો. કુકર બંધ કરો અને ગેસ પર ઉકાળવા રાખી દો. કુકરની સીટી વાગ્યા પછી ગેસ બંધ કરી દો અને પ્રેશર ખતમ થાય ત્યાં સુધી ચણાને કુકરમાં જ પકવવા દો.

કુકરનું પ્રેશર ખતમ થાય પછી ખોલો અને ચણાને ગાળીને વધારાનું પાણી કાઢી નાખો. પછી ટામેટાને કાપી લો.

પૈનમાં ૨ ટેબલ સ્પુન ઘી નાખીને ગરમ કરો. ઘી ગરમ થવા પર તેમાં જીરું નાખી દો. જીરું શેક્યા પછી અજમો નાખીને ગેસ બંધ કરી દો. હવે કપાયેલુ લાલ મરચું અને લંબાઈમાં કપાયેલુ મરચું અને લંબાઈમાં કપાયેલું આદુ પણ નાખીને હળવેકથી સેકી નાખો. પછી તેમાં ચણા નાખો હવે તેમાં ૧/૨ નાની ચમચી મીઠું, લાલ મરચાનો પાવડર, ધાણાજીરુનો પાવડર, ગરમ મસાલા પાવડર, અમચુર પાવડર, કપાયેલા ટામેટા અને જીણું કપાયેલું ધાણાભાજી નાખીને સારી રીતે મિક્સ કરી દો.

કઢાઈમાં છોલા બનીને તૈયાર છે. છોલાને બાઉલમાં કાઢી લો. સ્વાદિષ્ટ છોલાને પૂરી અથવા પરોઠા જેમ ઈચ્છો તેમ પીરચો અને ખાવ. તમને તેનો સ્વાદ બહુજ પસંદ આવશે.

સુચન

ઘીના બદલામાં તેલ પણ લઇ શકો છો. અમચુરના બદલામાં અનારદાણા પણ લઇ શકો છો. જો તમે ડુંગળી પસંદ કરો છો તો ૧ ડુંગળી જીણી કાપીને નાખી શકો છો

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment