ગોધરા કાંડના 17 વર્ષ પુરા, અયોધ્યાથી પાછા આવી રહેલા 59 જીવતા તીર્થયાત્રીઓને સળગાવ્યા હતા…

32

વર્ષનો બીજો મહિનાની ૨૭મો દિવસ એક દુઃખદ ઘટના સાથે ઈતિહાસના પાનાઓમાં નોધાયેલ છે. વાત એમ છે કે ૨૭ ફેબ્રુઆરી, ૨૦૦૨ના ગુજરાતના ગોધરા સ્ટેશનથી રવાના થઇ સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં ઉગ્ર ભીડએ આગ લગાવી દીધી. આ ભીષણ અગ્નિકાંડમાં ૫૯ લોકોની મૃત્યુ થઇ ગઈ.

અમદાવાદ જતી સાબરમતી એક્સપ્રેસ ગોધરા સ્ટેશનથી ચાલી જ હતી કે કોઈએ ચેન ખેચીને ગાડી રોકી લીધી અને પછી પથ્થર માર્યા પછી  ટ્રેનના એક ડબ્બાને આગના હવાલે કરી દેવામાં આવ્યો. ટ્રેનમાં રહેલ લોકો હિંદુ તીર્થયાત્રી હતી અને અયોધ્યાથી પછી આવી રહ્યા હતા. ઘટના પછી ગુજરાતમાં સાંપ્રદાયિક હિંસા ભડકી ઉઠી અને જાનમાલનું ખુબજ નુકશાન થયું. હાલાત ત્યાં સુધી બગડી ગયા કે તત્કાલીન પ્ર્ધામંત્રી અટલ બિહારી વાજપેયીએ જનતાને શાંતિની અપીલ કરવી પડી.

દેશ અને દુનિયાના ઈતિહાસમાં ૨૭ ફેબ્રુઆરીની તારીખ પર નોંધાયેલ અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓનું લિસ્ટ આ રીતે છે

૧૯૩૧ દેશના મહાન ક્રાંતિકારી તેમજ સ્વતંત્રતા સેનાની ચંદ્રશેખર આઝાદએ બ્રિટિશ પોલીસની સાથે ઝગડામાં ગિરફ્તારીથી બચવા માટે ઇલાહબાદના અલ્ફ્રેડ પાર્કમાં ખુદને ગોળી મારી લીધી.

૧૯૫૩ અંગ્રેજી ભાષાને આવનારી પેઢીઓ માટે સરળ બનવાના હેતુથી બ્રિટેનની સંસદમાં “સ્પૈલિંગ બિલ” નું પ્રસ્તાવ પેશ કરવામાં આવ્યો.

૧૯૯૧ અમેરિકાના રાષ્ટ્રપતિ જાર્જ બુશએ ફારસ ખાડી યુદ્ધમાં જીત નોંધાવાની જાહેરાત સાથે જ યુદ્ધવિરામનો જાહેર કર્યું.

૧૯૯૦માં ઈરાક દ્વારા કુવૈત પર હુમલા પછી અહિયાં અમેરિકાએ દખલગીરી કરી હતી.

૧૯૯૯ નાઈજીરિયામાં ૧૫ વર્ષમાં પહેલી વખત અસૈન્ય શાસક ચુંટવા માટે મતદાન. મોટી સંખ્યામાં લોકો વોટ નાખવા પહોંચ્યા.

૨૦૦૨ ગુજરાતના અમદાવાદમાં જવાની સાબરમતી એક્સપ્રેસને ભીડએ ગોધરા સ્ટેશન પર આગના હવાલે કરી, ૫૯ કાર સેવકોનું મૃત્યુ.

૨૦૦૯ અમેરિકાના રસ્ત્રીપ્તી બરાક ઓબામાએ જાહેર કર્યું કે ઈરાકમાંથી ઓગસ્ટ ૨૦૧૦ સુધી બધી લડાકુ સેનાઓને હટાવી લેવામાં આવશે અને બાકીના સૈનિક ૨૦૧૧ના અંત સુધીમાં ઘરે પાછા આવી જશે.

૨૦૧૦ ચીલીમાં ૮.૮ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ અને સુનામીથી કિનારાના વિસ્તારોમાં ભારે તબાહી. આને પાછલા ૫૦ વર્ષમાં આ વિસ્તારમાં સૌથી શક્તિશાળી ભૂકંપ જાણવામાં આવ્યો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment