Gmail ના ફીચરમાં બદલાવ, રાઈટ ક્લિક કરશો તો મળશે આ ઓપ્શન…

12

Gmail માં બદલાવ કરતા ગુગલે ઈમેલિંગ પ્લેટફોર્મ પર રાઈટ ક્લિક મેનુ જોડ્યું છે, જેનાથી સહેલાઈથી લેબલને જોડવા, મુવ કરવા, મ્યુટ કરવા અને ઈમેલને સ્નુઝ કરવા જેવી સુવિધાઓ થશે. ગુગલે જી સ્યુટ બ્લોગ પોસ્ટમાં સોમવારે લખ્યું કે આ વિકલ્પ યુઝર્સને ઘણા નવા વિન્ડોમાં ઈમેલ ખોલતા જ સીધા જ કોઈ મેસેજથી રીપ્લાય કરવું અથવા ફોરવર્ડ કરવામાં સક્ષમ બનાવશે.

આ પહેલા જે રાઈટ ક્લિક મેનુ હતું, તેમાં યુઝર્સને ફક્ત ત્રણ વિકલ્પ આર્કાઈવ, માર્ક એજ અનરીડ અથવા ડિલીટ મળતા હતા. નવા અતિરિક્ત વિકલ્પોમાં એક જ પ્રેશકથી અથવા એક જ સમયમાં એક જ વિષયથી બધા ઈમેલ્સ માંથી સર્ચ કરવાનો વિકલ્પ શામેલ હશે.

પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે ફીચર્સ વાઈસ ડીફોલ્ટ સક્રિય રહેશે અને જી સુઈટ ના બધા સંસ્કરણોમાં બધા યુઝર્સ ઉપલબ્ધ હશે. ગુગલે જી સુઈટ માટે આ રેપીડ રીલીઝ ડેમોનની સાથે શરુ કરી દીધું છે. અન્ય યુઝર્સ માટે આ ફીચર્સ 22 ફેબ્રુઆરીને જાહેર કરવામાં આવશે.

2018 માં પણ જીમેલે ફીચરમાં ઘણા બદલાવ કર્યા હતા. તેમાં હતા એક ઓટોમેટીક રીપ્લાય. આના દ્વારા હવે યુઝર્સને થેંક્યુ, લેટ્સ ગો, ઓકે જેવા જવાબ તમારે ટાઇપ કરવાની આવશ્યકતા નથી. જીમેલમાં તમને પહેલેથીજ ઉપલબ્ધ હશે. આ ફીચરથી તમે સહેલાઈથી વ્યસ્ત હોવા છતાં પણ રીપ્લાય કરી શકો છો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment