ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ હતા હોટલના રૂમમાં, અચાનક દરવાજો કોઈકે નોક કર્યો, અને પછી જે થયું તે જાણીને થઇ જશો સ્તબ્ધ…

49

સ્કીમ ૭૮ માં આવેલ એક હોટલમાંથી મંગળવારે ૩૩ વર્ષીય યુવતીએ બીજા મળેથી કુદકો મારી દીધો. બંને પગ, કમર, હાથ તેમજ માથામાં વાગ્યું છે. એને ગંભીર સ્થિતિમાં બોમ્બે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. યુવતીના લગ્ન થયેલ છે. પતિ સાથે છૂટાછેડા થઇ ચુક્યા છે. તેણી પોતાના લગ્ન થયેલ બોયફ્રેન્ડ સાથે આવી હતી. એ પણ લગ્ન થયેલ છે. બંને હોટલમાં હતા ત્યાં બોયફ્રેન્ડની પત્ની બાળકો સાથે હોટલમાં પહોંચી ગઈ. ત્રણેયમાં વિવાદ થયો. ત્યાં યુવતીએ કુદકો મારી દીધો.

સીએસપી પંકજ દીક્ષિતએ જણાવ્યું કે ઘટના બપોરે જેએમસી સ્કાય (જાય માં ચામુંડા હોટલ) ની છે. રૂમ નંબર ૨૦૮માં સપના પાટીલ બોયફ્રેન્ડ રૂપેશ  બધેલ સાથે રોકાઈ હતી. રૂપેશે સપનાનો ફોટો પોતાની પત્નીના આઈડી કાર્ડ પર ચોટાડી એનું લેમીનેશન કરી ફર્જી આઈડી કાર્ડ બનાવી લીધું હતું. આ જ કાર્ડના આધારે એણે સપનાને પોતાની પત્ની પ્રિય જણાવીને હોટલના બીજા માળે રૂમ લીધો.

બંને રૂમમાં થોડીવાર રોકાયા જ હતા કે રૂપેશની પત્ની પ્રિયા બાળકો સાથે હોટલે પહોંચી ગઈ. જે રૂમમાં બંને રોકાયા હતા ત્યાં પહોંચીને દરવાજો નોક કર્યો. બંનેને લાગ્યું કે વેઈટર હશે અને દરવાજો ખોલી નાખ્યો. સામે પત્નીને જોઇને પતિ આશ્ચર્યચકિત થઇ ગયો. પ્રેમિકાએ પૂછ્યું આ કોણ છે. જ્યારે ઓળખાણ કહી તો બંનેમાં લડાઈ ચાલુ થઇ ગઈ. હોટલના કર્મચારીઓ અનુસાર ત્રણેય વચ્ચે રૂમમાં ખુબજ વિવાદ થયો. ગુસ્સે થયેલ પ્રિયા હોટલની નીચે આવી તો રૂપેશ પણ એની પાછળ પાછળ આવ્યો, ત્યાં રૂમમાં રહેલ  સપનએ બીજા માળની બારીમાંથી કુદકો મારી દીધો. આ દરમ્યાન રૂપેશનો સાળો સંદીપ પાટીલ પણ પહોંચી ગયા.

પત્નીને બે વર્ષથી પતિ પર શંકા હતી, રંગ્યા હાથે પકડવા માંગતી હતી

પતિ અને સપનાના અફેયરની જાણકારી પ્રિયાને બે વર્ષ પહેલા જ હતી. આ જ શંકા પર પ્રિયાએ પતિનો પીછો કર્યો અને એને રંગે હાથે પકડી લીધો. રૂપેશનું રેવેન્યૂ નગરમાં દૂધનો બિઝનેસ છે. પોલીસે રૂપેશને ગિરફ્તાર કર્યો છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment