ઘરે પાર્ક કરેલી કારનો પણ દંડ ભરવો પડશે ? ટ્રાફિક પોલીસે ઇ-મેમો આપ્યો

33

ટ્રાફિક પોલીસના ખોટા ઇ-મેમોથી વાહનના માલિકો બહારગામ હોય તો પણ ગભરાઇને ઓનલાઇન પેમેન્ટ કરી દેતા હોય છે. આવી રીતે જ એક કિસ્સામાં વસ્ત્રાલ ખાતે રહેતા વાહનના માલિક દિલ્હી હોવા છતાં તેમના ઘરે ઇ-મેમો મળતા જ ઓનલાઇન રકમ ભરી દીધી હતી. જો કે પેમેન્ટ ભર્યા પછી ઘરેથી જાણ થઇ કે ઇ-મેમો ખોટો હતો.

બીજી બાજુ દરરોજ કેટલાય વાહનમાલિકોને ખોટા મેમો મળે છે. આમ છતાં રાજ્ય સરકાર દ્વારા ટ્રાફિક પોલીસના જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરાતા નથી. ખોટા ઇ-મેમાથી લોકોની દોડધામ વધી જાય છે. આ વાત ટ્રાફિક વિભાગને સામાન્ય લાગે છે પરંતુ મેમાથી ઘરના સભ્યોની ચિંતા વધી જાય છે.

આમ છતાં સરકાર ઇ-મેમાની કામગીરીના વખાણ કરે છે. સરકારની ચૂકને કારણે લોકોને બિનજરૂરી આર્થિક ખર્ચ ભોગવવો પડે છે. વસ્ત્રાલમાં રહેતા કારમાલિક તેજસ ઓઢાને પણ ગયા 4 જાન્યુઆરીના રોજ ઘરે ઇ-મેમાની કોપી મળી હતી. જો કે તે સમયે તે દિલ્હી હોવાથી પુત્રએ ફોનથી ઇ-મેમા અંગે જાણ કરતા જ તેજસભાઇએ તાત્કાલિક ઓનલાઇન મેમો ભરી દીધો હતો.

થોડીવાર પછી પુત્રનો ફોન આવતા જ ડેટા ચકાસ્યા તો ઓનલાઇન તેમની કારનો નંબર GJ27 AP 0529 બતાવતો હતો. પરંતુ ફોટામાં GJ02 BH 7578 નંબરની કાર દેખાતી હતી. ફોટો પરથી તેમને ખબર પડી કે ખોટો ઇ-મેમો ભરાઇ ગયો છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment