ઘટતી જનસંખ્યાથી પરેશાન છે આ દેશ, સરકારે અહિયાં જનતાને કહ્યું કે જલ્દી પેદા કરો બાળકો…

14

એક તરફ જ્યાં દુનિયાના ઘણા દેશ વધતી વસ્તી માટે પરેશાન છે, જયારે દુનિયામાં એક એવો પણ દેશ છે જે પોતાને ત્યાં કપલને અપીલ કરે છે કે “મોડું ન કરો” છોકરાઓ પેદા કરવામાં. અહિયાં સરકારે યુવા દંપતીઓ પાસેથી જલ્દી છોકરાઓ પેદા કરવાની અપીલ કરી છે.

યુરોપના બાલ્કન દ્વીપનો નાનો એવો દેશ સર્બિયામાં જનસંખ્યા ચિંતાજનક સ્તર સુધી પડી ગઈ છે અને તેમાં સતત ઘટાડો ચાલુ છે. અહિયાં આબાદી ઘટવાથી સરકાર સામે ખુબ જ મોટો પ્રશ્ન ઉત્પન્ન થઇ ગયો. સર્બિયામાં વર્તમાન આબાદી 70 લાખ રહી ગઈ છે. હવે અહીયાની સરકાર આબાદી વધારવા માટે તમામ પ્રયત્નો કરી રહી છે.

સર્બિયામાં જનસંખ્યા દરમાં વધારો કરવા માટે સરકાર યુવાનોને ઘણી રીતે પ્રોત્સાહિત કરી રહી છે. હાલ માં જ સર્બિયામાં આબાદી વધારવા માટે નવો નારો ચાલુ કર્યો છે ‘મોડું ન કરો, છોકરાઓ પેદા કરો.’ એક બીજો નારો છે કે ‘ચાલો બાળકોની કિલકારીઓ સાંભળીએ.’ બીજી બાજુ, મહિલાઓનું જણાવવાનું છે કે તેઓને વસ્તી વધારવા માટે વધારે સહયોગ જોઈએ ન કે પ્રેરણાદાયક શબ્દ.

અહિયાં માતૃત્વ દેખભાળ કાનુન દ્વારા પણ ઘણા પ્રકારની સુવિધા આપવામાં આવે છે. સર્બિયા સરકારે આ વર્ષે ફેબ્રુઆરીમાં જન્મ દર વધારવા માટે સબંધિત સ્લોગન માટે નકદ પુરસ્કાર વાળી પ્રતિયોગિતાનું એલાન પણ કર્યું હતું, જેમાં, ‘માં હું એકલો રહેવા નથી માંગતો/માંગતી. પાપા, હું ભાઈ/બહેન ચાહું છું’ અને ‘અમને સૌથી પહેલા પ્રેમ અને છોકરાઓની જરૂર છે.’ જેવા નારાઓને વિજેતા જાહેર કરવામાં આવ્યા.

સર્બિયામાં ઘણા લોકો દેશ છોડીને જઈ રહ્યા છે અને તેની સાથે જન્મદર પણ ખુબ જ ઘટી રહ્યો છે. દેશમાં સરેરાશ દરેક બે પરિવારમાં ત્રણ છોકરાઓ છે જે યુરોપમાં સૌથી ઓછુ છે. સંયુક્ત રાષ્ટ્રનું અનુમાન છે કે 2050 સુધી સર્બિયાની આબાદી અને 15 ટકા સુધી ઓછી થઇ શકે છે.

સર્બિયાના રાષ્ટ્રપતિ એલેક્ઝેન્ડર વુકીકે તર્ક આપતા કહ્યું કે આ એ અધ્યયન પર આધારિત છે, જેમાં ખબર પડી છે કે બે થી ચાર માળના ઘરોમાં રહેવાવાળી દંપતીઓમાં ઉચા અપાર્ટમેન્ટ બ્લોકસમાં રહેવાવાળાઓની મુકાબલે છોકરાઓ પેદા કરવાનો દર બે ઘણો અધિક છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment