ઘરના મુખ્ય દરવાજા પર લગાવો આ શુભ ચીજો

142

ઘરના મુખ્ય દરવાજાને ખુશીઓ માટેનું અને લક્ષ્મીજીનું પ્રવેશ દ્વાર માનવામાં આવે છે. અહીંથી જ તમારા ઘરમાં સંપન્નતા ધન લક્ષ્મી વૈભવ શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આ સ્થાન પરથી જ તે ઘરમાં રહેતા લોકોનું ભાગ્ય નક્કી થાય છે. જો તમારા ઘરનું મુખ્ય પ્રવેશ દ્વાર સારું ન હોય તો ઘરમાં ક્યારેય પણ ખુશીઓ શાંતિ અને સમૃદ્ધિ કે લક્ષ્મીજી આવતા નથી. જેથી ઘરના મુખ્ય પ્રવેશ દ્વારને શુભ અને ઉત્તમ બનાવી રાખવા માટે અમુક શુભ વસ્તુઓ મુખ્ય દરવાજા પર લગાવવામાં આવે છે. તો ચાલો આજે અમે તમને ઘરના મુખ્ય દરવાજા પર કઈ શુભ વસ્તુઓને સાચી રીતથી કેવી રીતે લગાવવી જોઈએ તે વિશે જણાવીએ.

મંગલકળશ

1.) કળશનો અર્થ સંપન્નતા એવો થાય છે. ૨.) કળશને શુક્ર અને ચંદ્રનું પ્રતિક પણ માનવામાં આવે છે. ૩.) કળશની સ્થાપના મુખ્ય રૂપથી બે જગ્યા પર કરવામાં આવે છે. એક, ઘરના મુખ્ય દ્વાર પર અને બીજું પૂજામાં સ્થાપન માટે. ૪.) ઘરના મુખ્ય દરવાજા પર મુકવામાં આવતા કળશનું મુખ પહોળું અને ખુલ્લું હોવું જોઈએ. ૫.) આ કળશમાં પર્યાપ્ત માત્રામાં પાણી ભરીને ઘરના મુખ્ય દરવાજા પર મુકવો જોઈએ. ૬.) શક્ય હોય ત્યાં સુધી અને થઇ શકે તો પાણી ભરેલા કળશમાં થોડીક ફૂલોની પાંદડીઓ નાખીને ઘરના મુખ્ય દરવાજે મુકવો જોઈએ. ૭.) ઘરના મુખ્ય દરવાજા પર કળશમાં જરૂરી માત્રામાં પાણી ભરીને તેમાં થોડીક ફૂલોની પાંદડીઓ નાખીને મુકવાથી ઘરમાં સંપન્નતા આવે છે. ૮.) તથા કોઇપણ પ્રકારની નકારાત્મક ઊર્જા ઘરમાં પ્રવેશતી નથી. ૯.) લક્ષ્મીજી સહર્ષ ઘરમાં પ્રવેશ કરેછે.

“સ્વસ્તિક” એટલે કે સાથીયો

૧.) સ્વસ્તિક એટલ્ર કે સાથીયો ચાર ભુજાઓથી બનેલ એક વિશેષ પ્રકારની આકૃતિ છે. જેની ભુજાઓ સામ સામેની વિરુદ્ધ દિશામાં હોય છે. ૨.) સામાન્ય રીતે કોઇપણ જગ્યાની સકારાત્મક ઊર્જાને વધારવા મારે કે નકારાત્મક ઊર્જાને ઘટાડવા માટે અથવા તો તેને સમતોલ રાખવા માટે તેનો પ્રયોગ કરવામાં આવે છે. ૩.) જો તેનો ખોટી રીતે પ્રયોગ કરવામાં આવે તો ખોટી રીતે ઉપયોગ કરનારને મુશ્કેલીમાં મૂકી શકે છે. ૪.) અને જો સાચી રીતે તેનો પ્રયોગ કરવામાં આવે તો જીવનમાં આવેલી તમામ મુશ્કેલીઓ કે સમસ્યાઓને દુર કરે છે. ૫.) ખાસ કરીને લાલ રંગનો કે નીલા એટલે કે આસમાની રંગનો સ્વસ્તિક વિશેષ પ્રભાવશાળી અને શુભ માનવામાં આવે છે. ૬.) ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ લાલ રંગનો સ્વસ્તિક લગાવવાથી ઘરમાં રહેલ વાસ્તુ દોષ અને દિશા દોષ બંને દૂર થાય છે. ૭.) ઘરના મુખ્ય દરવાજાની ઉપર બરોબર વચ્ચે નીલા એટલે કે આસમાની રંગનો સ્વસ્તિક લગાવવાથી તે ઘરમાં રહેતા લોકોનું સ્વાસ્થ્ય સારું રહે છે.

તોરણ

૧.) કોઇપણ શુભ મંગલ કાર્ય કે ઉત્સવની શરૂઆત કરતા પહેલા ઘરના મુખ્ય દરવાજાની ઉપર તોરણ લગાવવામાં આવે છે. ૨.) આમ જુઓ તો કોઇપણ પ્રકારના તોરણનો ઉપયોગ કરવામાં આવે છે. ૩.) પણ ખાસ કરીને આંબાના પાનનું તોરણ સૌથી સારું માનવામાં આવે છે. ૪.) સામાન્ય રીતે આંબાના પાનનું તોરણ ગમે ત્યારે લગાવી શકાય છે. પણ આ તોરણને મંગળવારે લગાવવું શુભ અને સૌથી ઉત્તમ માનવામાં આવે છે. ૫.) આંબાના પાનમાં સુખ અને સમૃદ્ધિને આકર્ષિત કરવાની ક્ષમતા રહેલી છે. ૬.) આંબાના પાનમાં એક ખાસ પ્રકારની વિશેષ સુગંધ રહેલી છે જેનાથી મનની ચિંતા દુર થાય છે, અને માનસિક શાંતિ મળે છે.

ઘોડાની નાલ

ઘોડાના પગની ખરીમાં લગાવવામાં આવતી લોખંડની અર્ધ ગોળાકાર પટ્ટીને ઘોડાની નાલ કહેવામાં આવે છે. ૧.) ઘોડાની નાલનો સીધો સંબંધ શનીદેવની સાથે છે. ૨.) સામાન્ય રીતે ઘોડાની નાલનો પ્રયોગ શની સંબંધી ઘરની સમસ્યાઓને દૂર કરવા માટે થાય છે. ૩.) ખાસ કરીને જે ઘોડાના પગની ખરીમાં પહેલાથી નાલ લગાવવામાં આવેલ હોય અને ઘોડાએ તેનો સારી રીતે વપરાશ કરેલ હોય તે નાલનો જ પ્રયોગ કરવો ઉત્તમ માનવામા આવે છે. ૪.) ખાસ યાદ રાખો કે એકદમ નવી કે વપરાશમાં લીધા વિનાની નાલનો પ્રયોગ કરવાથી કોઈપણ પ્રકારની અસર, પ્રભાવ કે લાભ થતો નથી. ૫.) ઘોડાની નાલને શુક્રવારના દિવસે ઘરે લઇ આવવી જોઈએ. ૬.) તેને શુક્રવારની રાત્રે જ સરસવના તેલમાં આખી રાત ડુબાડી રાખવી જોઈએ. ૭.) બીજે દિવસે શનિવારે નાલને સરસવના તેલમાંથી કાઢીને ઘરના મુખ્ય દરવાજા પર “ U ” યુ આકારમાં રહે તેમ લગાવવી જોઈએ. ૮.) આમ કરવાથી તે ઘરમાં રહેતા તમામ લોકોનો શની સારો રહે છે, અને ઘરમાં કલેશ પણ દુર થાય છે.

શ્રી ગણેશજીનું ચિત્ર

૧.) ઘરમાં ખુશાલી, આનંદ, ધન લક્ષ્મી હંમેશા ટકી રહે અને મુશ્કેલીઓ દુર થાય તે માટે રિદ્ધિ સિદ્ધિના દાતા અને વિઘ્નહર્તા દેવ શ્રી ગણેશજીની મૂર્તિ કે ચિત્રને ઘરના મુખ્ય દરવાજા પર લગાવવામાં આવે છે. ૨.) પણ જો શ્રી ગણેશજીની મૂર્તિ કે ચિત્રને ઘરના મુખ્ય દરવાજા પર નિયમ વિરુદ્ધ અને સાચી જાણકારી વિના લગાવવામાં આવે તો લાભ થવાને બદલે મુશ્કેલીઓ વધી જાય છે. ૩.) ખાસ યાદ રાખો કે શ્રીગણેશજીની પીઠ પાછળ દરિદ્રતા હોય છે, અને તેની સન્મુખ સંપન્નતા હોય છે. ૪.) મોટા ભાગના લોકો શ્રી ગણેશજીની મૂર્તિ કે ચિત્રને ઘરના મુખ્ય પ્રવેશ દ્વારના દરવાજાની બહારથી લગાવતા હોય છે જેથી શ્રી ગણેશજીની પીઠ ઘરની અંદરની તરફ રહે છે જે ઘરમાં દરિદ્રતા લાવે છે. ૫.) એટલા માટે ખાસ કરીને રિદ્ધિ સિદ્ધિના દાતા અને વિઘ્નહર્તા દેવ શ્રી ગણેશજીની મૂર્તિ કે ચિત્રને ઘરના મુખ્ય દરવાજાની અંદરની બાજુએ લગાવવા જોઈએ.૬.) જો શ્રી ગણેશજીની મૂર્તિ કે ચિત્રને ઘરના મુખ્ય પ્રવેશ દ્વારના દરવાજાની બહારથી લગાવવામાં આવે તો ઘરમાં પૈસાની હંમેશા ખેંચ તંગી રહેશે અને દરિદ્રતામાં વધારો થશે. ૭.) જયારે શ્રી ગણેશજીની મૂર્તિ કે ચિત્રને ઘરના મુખ્ય પ્રવેશ દ્વારના દરવાજાની અંદરથી લગાવવામાં આવે તો ઘરમાં દરિદ્રતા હોય તો તે દુર થાય છે અને રિદ્ધિ સિદ્ધિ આવે છે. વિઘ્નો અને મુશ્કેલીઓ દુર થાય છે. દરેક કાર્યમાં સફળતા મળે છે. અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment