બજારમાંથી ખરીદીને ખાવાના બદલે તમે ઘર પર જ સહેલાઈથી બનાવો “ચીઝી રસગુલ્લા”, અમારી આ રેસીપી જોઇને…

19

બાળક હોય કે મોટા, રસગુલ્લાનું નામ સાંભળતા જ બધાના મુખમાં પાણી આવી જાય છે. લગ્ન હોય કે જન્મદિન વગર રસગુલ્લાની પાર્ટીમાં મજા નહિ આવે. એવામાં બઝારમાંથી ખરીદીને ખાવાના બદલે તમે ઘર પર જ સહેલાઈથી બનાવી શકો છો ખુબ જ ટેસ્ટી અને ચીઝી રસગુલ્લા.

સામગ્રી

250 ગ્રામ ઘી, 1 લીટર દૂધ, 1 ચમચી મેંદો, 5 ટુકડા ચીરૌજી, 500 ગ્રામ ખાંડ, 1 લીંબુ, 5 ઈલાયચી, 100 ગ્રામ માવો

બનાવવાની વિધિ

સૌથી પહેલા દુધને ઉબાળો અને તેમાં લીંબુ નાખો જેથી દૂધ ફાટી જાય. દૂધ ફાટી ગયા બાદ તેને એક ચોખ્ખા કપડામાં ગાળી લો.

ગાળ્યા બાદ તમારું છેના તૈયાર થઇ જશે. હવે છેના અને માવાને હાથોની સહાયતાથી સારી રીતે મેળવી લો અને તેમાં મેંદો ભેળવી લો.

તૈયાર મિશ્રણથી લીંબુ આકારના ગોળા બનાવી લો અને દરેક ગોળામાં એક એક ચીરૌજી ભરી દો.

ત્યાર બાદ એક કડાઈમાં ધીમા તાપ પર ઘી ગરમ કરો અને બનાવેલા ગોળાને ધીમા તાપ પર બ્રાઉન કલરનું થઇ જાય ત્યાં સુધી તળો.

હવે એક અન્ય કડાઈમાં ખાંડ, ઈલાયચી અને પાણી નાખીને તાર વાળી ચાસણી તૈયાર કરી લો.

પછી બનાવેલા ગોળાને ચાસણીમાં થોડા કલાકો સુધી છોડી દો, તેથી ચાસણી સારી રીતે ગોળાઓમાં પહોચી જાય.

તમારા ચીઝી રસગુલ્લા તૈયાર છે. તેને એલાયચી, સૌંફ અને છેના સાથે સજાવીને સર્વ કરો અને પોતાના પરિવાર દોસ્તોને સારી રીતે ખવડાવો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment