ઘણા નેતાઓની સુરક્ષામાં થયો ઘટાડો, જાણો શું હોય છે X, Y, Z અને Z+ સુરક્ષા…

145

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નેતાઓને પૂરી પાડવામાં આવતી સુરક્ષાની સમીક્ષા કરી છે. આ હેઠળ મંત્રાલયે કેટલાક નેતાઓની સુરક્ષા પરત ખેંચવાનો આદેશ જારી કર્યો છે. આ અંતર્ગત બિહારના સારનથી આરજેડી વડા લાલુપ્રસાદ યાદવ, ભાજપના સાંસદ રાજીવ પ્રતાપ રૂડીની સુરક્ષા હટાવી દેવામાં આવી છે. તે જ સમયે, બિહારના જમુઇથી લોક જનશક્તિ પાર્ટીના સાંસદ ચિરાગ પાસવાનની સુરક્ષામાં રોકાયેલા સીઆરપીએફના જવાનોને પાછા બોલાવવામાં આવ્યા છે. ચિરાગની સુરક્ષા કેટેગરીમાં ઘટાડો કરતાં તેમને હવે વાય-વર્ગ સુરક્ષા આપવામાં આવી છે. આ ઉપરાંત બહુજન સમાજ પાર્ટીના રાજ્યસભાના સાંસદ સતીશચંદ્ર મિશ્રાનું નામ કેન્દ્રીય સુરક્ષા સૂચિમાંથી દૂર કરવામાં આવ્યું છે. હવે તેમને ફક્ત યુપીમાં ઝેડ કેટેગરીની સુરક્ષા આપવામાં આવશે. અગાઉ, તેમને દિલ્હી પોલીસ અને યુપીમાં સીઆરપીએફની સુરક્ષા મળી હતી.

ભારતમાં સુરક્ષાની સ્થિતિ જોખમના સ્તર સાથેનો દરજ્જો માનવામાં આવે છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય ગુપ્તચર બ્યુરો (આઇબી) ની ભલામણો પર દર વર્ષે ચોક્કસ લોકોની સલામતીની સમીક્ષા કરે છે. જોખમના સ્તરને આધારે, વિશિષ્ટ અને ઉચ્ચત્તમ નિષ્ણાંત લોકોને વિવિધ સ્તરે રક્ષણ આપવામાં આવે છે.

એસપીજી સુરક્ષા

ભારતમાં વડાપ્રધાન, પૂર્વ વડાપ્રધાન અને ગાંધી પરિવારને એસપીજીની સુરક્ષા મળેલ છે. આ સુરક્ષાનું સૌથી ઊચું સ્તર હોય છે. અહીં તૈનાત કમાન્ડો  પાસે અત્યાધુનિક શસ્ત્રો અને સંદેશાવ્યવહારના સાધન હોય છે.

Z+ શ્રેણીની સુરક્ષા

સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપની સુરક્ષા પછી Z+ ભારતની સર્વોચ્ચ સુરક્ષા શ્રેણી છે. આ શ્રેણીમાં સંબંધિત વિશિષ્ઠ વ્યક્તિની સુરક્ષામાં ૩૬ સૈનિક હોય છે. એમાં ૧૦થી વધારે એનએસજી કમાન્ડો સાથે દિલ્હી પોલીસ, આઈટીબીપી અથવા સીઆરપીએફના કમાન્ડો અને રાજ્યના પોલીસકર્મીઓ શામેલ હોય છે. દરેક કમાન્ડો માર્શલ આર્ટ અને નિહ્થા યુદ્ધ કરવાની કળામાં શ્રેષ્ઠ હોય છે. સુરક્ષામાં રહેલ એનએસજી કમાન્ડો પાસે એમપી 5 મશીનગન સાથે આધુનિક સંચારના સાધન પણ હોય છે. એના સિવાય એમના કાફલામાં એક જામર ગાડી પણ હોય છે જે મોબાઈલ સિગ્નલ જામ કરવાનું કામ કરે છે. દેશમાં અમુક લોકોને જ Z+ ની સુરક્ષા પ્રાપ્ત છે.

Z શ્રેણીની સુરક્ષા

Z શ્રેણીની સુરક્ષામાં ચારથી પાંચ એનએસજી કમાન્ડો સહિત કુલ ૨૨ સુરક્ષાગાર્ડ તૈનાત હોય છે. એમાં દિલ્હી પોલીસ, આઈટીબીપી અથવા સીઆરપીએફના કમાન્ડો તેમજ સ્થાનિક પોલીસકર્મીઓ પણ શામેલ હોય છે.

Y શ્રેણીની સુરક્ષા

આ સુરક્ષાનું ત્રીજું સ્તર હોય છે. ઓછા જોખમવાળા લોકોને આ સુરક્ષા આપવામાં આવે છે. એમાં કુલ ૧૧ સુરક્ષાકર્મીઓ શામેલ હોય છે. જેમાં બે પીએસઓ (અંગત સુરક્ષાગાર્ડ) પણ હોય છે. આ શ્રેણીમાં કોઈ કમાન્ડો હોતા નથી. દેશમાં સૌથી વધારે લોકોને Y શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે.

X શ્રેણીની સુરક્ષા

આ શ્રેણીમાં બે સુરક્ષા ગાર્ડ તૈનાત હોય છે. જેમાં એક પીએસઓ (વ્યક્તિગત સુરક્ષા અધિકારી) હોય છે. દેશમાં ઘણા લોકોને એક્સ શ્રેણીની સુરક્ષા પ્રાપ્ત છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment