ગરમીમાં રહેશો સુપર કુલ કુલ, પહેરો આ પ્રકારના કપડા…

11

ગરમીનું કહેર સતત ચાલુ છે. ગરમીમાં ઘણા લોકોને સ્કીન સબંધિત તકલીફો થવા લાગે છે. તેનાથી બચવા માટે તમારે યોગ્ય કપડા પહેરવા જોઈએ.

ગરમીનું કહેર ઘટવાની જગ્યાએ ઢળતા દિવસની સાથે સતત વધી રહ્યું છે. ગરમીમાં લોકોને સ્વાસ્થ્યની સાથે ઘણી સ્કીન સબંધિત તકલીફો થવા લાગે છે. ત્યારેજ, લોકો જલ્દી ડીહાઈટ્રેડ થઇ જાય છે. પરંતુ તમે પોતાની ડ્રેસિંગ સ્ટાઈલમાં થોડોક ફેરફાર કરીને ગરમીમાં થનારી ઘણી તકલીફોથી બચી શકો છો. ચાલો જાણીએ ગરમીમાં કેવા પ્રકરના કપડા પહેરવાથી લાભ થાય છે.

૧.) કોટનના કપડા પહેરો

ગરમીના મોસમમાં ઘણા લોકોને હદથી વધારે પરસેવો વળે છે. આ સમસ્યાઓથી બચવા માટે ગરમીના મોસમમાં કોટનના કપડા પહેરવા જોઈએ. તે પરસેવાને જલદી શોષી લે છે તેમજ શરીરના બેકટેરિયાના ગ્રોથને પણ ઓછો કરે છે. કોટનના કપડા પહેરવાથી શરીરને ઠંડકનો અનુભવ થાય છે તેમજ આ ઇન્ફેકશનને પણ કંટ્રોલ કરે છે. એટલા માટે એ કહેવું ખોટું નહી હોય કે ગરમી માટે કોટન સૌથી બેસ્ટ ફેબ્રિક છે.

૨.) સિન્થેટિક ફેબ્રીક પહેરવાથી બચો

ગરમીના મોસમમાં સિન્થેટિક ફેબ્રિક પહેરવાથી બચો, કેમ કે સીન્થેટીક ફેબ્રિકમાં હવા પસાર થતી નથી.  એટલા માટે પરસેવો વળવા પર તે સુકાતો નથી અને બેકટેરીયાનો ગ્રોથ વધવાથી શરીરમાંથી પરસેવાની ગંધ આવે છે.

૩.) હળવા રંગના કપડા પહેરો

ગરમીના મોસમમાં હળવા રંગના કપડા જેવા કે સફેદ, આસમાની રંગ, લીલા રંગના જ કપડા પહેરો. હળવા રંગના કપડા ગરમીમાં ઠંડકનો અનુભવ કરાવે છે, કેમ કે સૂર્યની ગરમી તે શોષતા નથી. જયારે ઘાટા રંગના કપડા વધુ ગરમી શોષીને તમને ગરમીનો અનુભવ કરાવે છે.

૪.) ઢીલા કપડા પહેરો

ગરમીના મોસમમાં ટાઈટ કપડા ઓછા પહેરો, કેમ કે તેનાથી લોહી પરિભ્રમણ બગડે છે. એવું થવાથી સ્વાસ્થ્ય સબંધિત ઘણી બીમારી થઇ શકે છે. એટલા માટે ગરમીના મોસમમાં યોગ્ય કપડા પસંદ કરો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment