ગર્ભવતી મહિલાઓને ન ખાવા જોઈએ બટાકા, વાંચો આ માહિતી…

58

ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને પોતાના સ્વાસ્થ્યનું ખુબ જ ખ્યાલ રાખવું પડે છે. પણ વધારે પડતા મહિલાઓમાં શુગર લેવલ વધવાની ફરિયાદ રહે છે. તેનું મુખ્ય કારણ ઘણી વાર વધારે અથવા ખોટું ખાનપાન પણ છે. એટલા માટે મહિલાઓએ ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ. કેટલીક મહિલાઓ બટાકાથી તૈયાર કરેલ વસ્તુઓ ખાવાનું વધારે પસંદ કરે છે. પણ એક શોધમાં આ વાત સામે આવી છે કે ગર્ભવતી મહિલાઓ દ્વારા બટાકાનું સેવન શરીરમાં ડાયાબીટીસની સમસ્યા શરુ કરી શકે છે.

ઇન્સુંલિન હોર્મોનના લેવલમાં ઉણપ આવવા પર ડાયાબીટીઝની ફરિયાદ રહે છે. ડાયાબીટીઝ ઘણા પ્રકારની હોય છે. સામાન્ય રીતે ટાઇપ 2 ડાયાબીટીસ હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન થવાવાળી ડાયાબીટીસને જેસટેશનલ ડાયાબીટીઝ કહે છે.

ગર્ભવતી મહિલાઓ માટે બટાકા નુકશાનદાયક

શોધ દ્વારા ખબર પડી કે ગર્ભવતી મહિલાઓએ બટાકાનું સેવન ન કરવું જોઈએ. બટાકાની જગ્યાએ લીલા શાકભાજીનું વધારે સેવન કરવું જોઈએ. મહિલાની સાથે સાથે તેના ગર્ભમાં રહેલું બાળકને પણ ઘણા પૌષ્ટિક તત્વ પ્રાપ્ત થશે. પ્રેગનેનસી દરમિયાન વધારે પડતા મહિલાઓમાં સુગરની સમસ્યા ઉત્તપન્ન થઇ જાય છે. તેનો અર્થ લોહીમાં ખાંડની માત્રામાં વધારો છે.

યુએસ નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ હેલ્થ અને હાર્વડ યુનીવર્સીટીમાં તેના પર શોધ કરવામાં આવ્યું છે કે વર્ષ 1991થી 2001 સુધી વિશેષજ્ઞોએ અંદાજે 1500 મહિલાઓ પર શોધ કરી.

મહિલાઓને શરૂઆતમાં ડાયાબીટીસની સમસ્યા ન હતી, પણ ત્યારે તેને બટાકાનું સેવન કરવાનું શરુ કરી દીધું તો તેના શરીરમાં શુગરની માત્રા વધવા લાગી. એટલા માટે ગર્ભવતી મહિલાઓએ બટાકા ખાવા ન જોઈએ.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment