આજે જાણો એક એવા ગણપતિ મંદિર વિષે જ્યાં તમે તમારી તકલીફ અને પરેશાની પત્ર લખીને જણાવી શકો છો..

0
957

આપણે સૌએ ‘ભગવાન’ એ નામની સમજ પડે ત્યારથી 33 કરોડ દેવી-દેવતાઓ હોવાની વાત સાંભળી હોય છે. આ સાથે જ એ વાત પણ સાંભળી હોય છે કે તમામ દેવતાઓમાં પ્રથમ પૂજ્ય છે શ્રી ગણેશ. ભગવાન ગણેશને પ્રથમ પૂજ્ય હોવાનું વરદાન પ્રાપ્ત છે. તેથી જ કોઈપણ પૂજા હોય, પ્રસંગ હોય કે અવસર હોય સૌથી પહેલાં ગણેશ સ્થાપના થાય છે અને પછી જ પૂજા શરૂ થાય છે. ગણેશ ભગવાનની આરાધના કર્યા વિના કરેલી કોઈપણ પૂજા ફળતી નથી.ભગવાન ગણેશના અનેક નામ છે. કોઈપણ નામથી ભક્ત તેમને યાદ કરે તે ભક્તની વહારે અચૂક આવે છે. આપણાં પુરાણોમાં ગણેશજીની અનેક ચમત્કારી કથાઓનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. જો કે આ વાત પૌરાણિક જ છે એવું નથી. આપણાં દેશમાં ગણપતિ ભગવાનના એવા ચમત્કારી મંદિર આવેલા છે જ્યાં આજે પણ ભક્તો ગણપતિજીનો સાક્ષાત્કાર અનુભવે છે. આવું જ એક મંદિર આવેલું છે રાજસ્થાનમાં.રાજસ્થાનના સવાઈ માધૌપુરથી આશરે 10 કિલોમીટર દૂર રણથંભૌર કિલ્લામાં આવેલું છે આ મંદિર. આ મંદિર અન્ય કરતાં અનોખું એટલા માટે છે કે અહીં ભક્તો આજે પણ ભગવાન ગણેશને શુભ અવસર પર આવકારવા પત્ર લખી આમંત્રણ પાઠવે છે. માન્યતા છે કે જે પણ ભક્ત અહીં ભગવાનને પત્ર મોકલાવે છે તેના દુ:ખ અને સમસ્યાઓનો અંત થઈ જાય છે. તેના કાર્યોમાં વિધ્ન આવતાં નથી.

મંદિરનો ઈતિહાસ

આ મંદિરની સ્થાપના 10મી સદીમાં રાજા હમીરે કરી હતી. યુદ્ધ દરમિયાન રાજાને સ્વપ્નમાં સ્વયં ગણેશજીએ દર્શન આપી અને તેમને વિજયી થવાના આશીર્વાદ આપ્યા. યુદ્ધમાં રાજા વિજયી થયા અને ત્યારબાદ તેમણે ભગવાનનું મંદિર કિલ્લામાં બનાવડાવ્યું.

આ મંદિરમાં સ્થાપિત ગણેશજીની મૂર્તિને ત્રણ આંખ છે. ગણેશજી સાથે અહીં તેમની પત્ની રિદ્ધિ-સિદ્ધિ અને પુત્ર શુભ-લાભ પણ બિરાજમાન છે. આ મંદિરમાં ગણેશ ચતુર્થીની પૂજા ધામધૂમથી કરવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગણેશ મંદિરના ચમત્કારનો અનુભવ થતાં દેશ-વિદેશથી ભક્તો અહીં દર્શનાર્થે આવે છે. ભગવાનની વિધિ-વિધાનથી પૂજા કરી પ્રભુના આશીર્વાદ મળવે છે. આ મંદિરના સરનામા પર રોજ મોટી સંખ્યા પત્રો અને આમંત્રણ પણ આવે છે. આમંત્રણ માટે ભગવાનનુ સરનામું આ મુજબ લખવામાં આવે છે.

ભગવાન ગણેશજી,
રણથંભૌર કિલા,
જિલ્લો સવાઈ માધૌપુર,
રાજસ્થાન

મંદિરમાં જે પણ પત્ર આવે છે તેને મંદિરના પૂજારી ભગવાનના ચરણોમાં રાખી દે છે. ચમત્કાર થવા અને તેમાં શ્રદ્ધા હોવી એ ભક્તની આસ્થા દર્શાવે છે. આજે પણ દુનિયામાં એવા લોકો છે જે ભગવાનને પત્ર લખી સમસ્યાઓનો અંત લાવવાની અરજી કરે છે અને શ્રદ્ધા પણ રાખે છે કે ભગવાન તેમનું ભલું કરશે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment