ગણેશજીની પૂજામાં કરો આ ઉપાય, બધી જ મનોકામના થશે પૂર્ણ…

68

ગણેશજી રિદ્ધિ સિદ્ધિના સ્વામી છે અને તેની શુભ દ્રષ્ટી જે વ્યક્તિ પર રહે છે તેને જીવનમાં લાભ મળે છે. ગણેશજીનું પૂજન કરવાથી મનધાર્યા ફળની પ્રાપ્તિ થાય છે. ગણેશજી બધા દેવી દેવતાઓમાં પહેલા પૂજનીય છે અને બધા શુભ કાર્યની શરુઆત તેના પૂજન વિના અધુરી માનવામાં આવે છે. ગણેશજીનું સ્મરણ કરવાથી અને તેની પૂજાનો લાભ ઉઠાવવા માટે કઈક ખાસ ઉપાય કરવો એ ફાયદો પહોચાડી શકે છે.

આ ઉપાયો કરવાથો મનોકામના પૂર્ણ થાય છે અને મુશ્કેલીઓ હાવી નથી થતી. તેઓની પૂજાથી જીવનની પરિસ્થિતિઓ અનુકુળ થાય છે.

બુધવારના દિવસે તેની પૂજા કરવાથી વિશેષ લાભ મળે છે. આ દિવસે ગણેશજીને ૧૧ કેળા અર્પણ કરવાથી તેઓને પ્રસન્ન કરી શકાય છે.

ગણેશજીને કેળા અર્પણ કરવાથી ઘરની આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે અને રૂપિયા પૈસાની કમી કયારેય હાવી થતી નથી.

ગણેશજીની પૂજા કરવાથી ઘરમાં ધનનો વાસ હંમેશા રહે છે અને મુશ્કેલીઓનો અંત થાય છે સાથે જ ગણેશજી ઘરની નકારાત્મકતાને પણ દુર રાખે છે.

નિયમિત રૂપથી ગણેશજીની મૂર્તિ પર લાલ રંગના ફૂલ ચડાવવા જોઈએ આનાથી ઘરમાં સુખ અને શાંતિની વૃદ્ધિ થાય છે.

ગણેશજીને નાળિયેર અર્પણ કરવાથી પણ લાભ મળે છે એટલા માટે બુધવારના દિવસે તેઓની પૂજામાં નાળિયેર અર્પણ કરો.

નાળિયેર અર્પણ કરવાથી ગણેશજી લાંબી ઉમરનું વરદાન આપે છે અને મનમાં ઉત્પન થયેલા અસંતોશનું નિવારણ કરી સફળતાના માર્ગમાં આવવાવાળી બાધાઓને દુર કરે છે.

ગણેશજીને ધ્રોખડ ચડાવવી એ ખુબ જ લાભકારી રહે છે. ધ્રોખડ ચડાવવાથી ગણેશજી ઘણા જલ્દી પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે.

ગણેશજીને પ્રસન્ન કરવા માટે તેને મોદક અને લાડવાઓનો ભોગ લગાવવો જોઈએ. તેનાથી પણ લાભ મળે છે અને ગણેશજી પ્રસન્ન થઈ જાય છે

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment