ગણેશજીની પૂજા બુધવારે ખાસ કરવી જોઈએ

65

ॐગં ગણપતયે નમો નમ: દરેક દેવી દેવતાઓમાં સૌ પ્રથમ પૂજ્ય શ્રી ગણેશજીની પૂજાકરવામાં આવે છે. આ દિવસે જો તમે પૂજા પાઠમાં અમુક વિશેષ બાબતોનું ખાસ ધ્યાન રાખશો તો તમને ચોક્કસ લાભ થશે.

દરેક દુ:ખના વિઘ્નહર્તા અને રિધ્ધિ સિદ્ધિના સ્વામી એવા શ્રી ગણેશજીની પૂજા ખાસ કરીને બુધવારના દિવસે ભક્તિ ભાવથી અને શ્રધ્ધાથી જો કરવામાં આવે તો તમારી દરેક શુભ મનોકામનાઓ ચોક્કસ પૂર્ણ થાય છે. આ માટેના કેટલાક સરળ ઉપાય તમારે ખાસ જાણી લેવા જોઈએ કે જેનાથી તમારા પર વિઘ્નહર્તા અને રિધ્ધિ સિદ્ધિના સ્વામી શ્રી ગણેશજીની કૃપા અને પ્રસન્નતા બની રહે. આ માટે તમારે ફક્ત આ 10 બાબતોનું ધ્યાન રાખવાનું અને પાલન કરવાનું છે. અને શ્રી ગણેશજીની પૂજા કરવાની છે.

૧.) રિધ્ધિ સિદ્ધિના સ્વામી શ્રી ગણેશજીની પૂજામાં સૌ પહેલા તેમને લાલ સિંદુર અને રોલીથી તિલક કરો.

૨.) શ્રી ગણપતિનું પૂજન દૂર્વા એટલે કે ધ્રોકળથી કરવું.

૩.) શનિદેવની આરાધના કરવાથી પણ ભગવાન શ્રી ગણેશજી પ્રસન્ન થાય છે.

૪.) વિઘ્નહર્તા શ્રીગણેશજીની સામે ઘી નો દીવો પ્રગટાવવાથી અષ્ટ સિદ્ધિના દાતા પ્રસન્ન થાય છે અને તેની કૃપા હંમેશા તમારા પર રહે છે.

૫.) શ્રી ગણેશજીની પૂજામાં હંમેશા આખા ચોખાનો ઉપયોગ કરવો. એટલે કે ચોખા અખંડિત તૂટેલા ન હોવા જોઈએ.

૬.) શાસ્ત્રોમાં એમ કહેવામાં આવે છે કે શ્રી ગણપતીજીના પીઠના દર્શન કરવા જોઈએ નહિ. કારણ કે તેમની પીઠમાં દરિદ્રતાનું નિવાસ સ્થાન છે. જેથી ગણેશજીની પીઠના દર્શન કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે.

૭.) નાગરવેલના પાન પર સ્વસ્તિક દોરીને બનાવીને શ્રી ગણેશજી પર ચઢાવવાથી તેમની હંમેશા અમી દ્રષ્ટિ રહે છે, જેથી તમારું ઘર સિદ્ધિ સિદ્ધિ અને અષ્ટ નવ નિધિથી હર્યું ભર્યું રહે છે.

૮.) શ્રી ગણેશજી પર મકાઈના દાણા ચઢાવવાથી પણ વિઘ્નહર્તા દેવ પ્રસન્ન થાય છે. તેમ કરવાથી ઘરમાં ક્યારેય અન્ન ધનની અછત આવશે નહિ.

૯.) વિઘ્નહર્તા અને રિધ્ધિ સિદ્ધિના સ્વામી શ્રી ગણેશજીને મોદક એટલે કે લડ્ડુ ખુબજ પસંદ છે. જેથી શ્રી ગણેશજીને લાડુનો ભોગ ધરવામાં આવે તો તેને શુભ માનવામાં આવે છે. જેનાથી ગણેશજી પ્રસન્ન થાય છે.

૧૦.) શ્રી ગણેશજીને લાડુનો કે કોઇપણ ખાદ્ય પદાર્થનો ભોગ ધરાવતી વખતે તે ભોગ પર તુલસીદલ એટલે કે તુલસીના પાન ક્યારેય પણ મુકવા નહિ. તેમ કરવાથી ગજાનન ક્યારેય પ્રસન્ન થતા નથી.

આમ ઉપરની બાબતોનું ખાસ ધ્યાન રાખી વિઘ્નહર્તા અને રિધ્ધિ સિદ્ધિના સ્વામી શ્રી ગણેશજીની પૂજા, અર્ચના, આરાધના તપ, ધ્યાન, વ્રત કરી શકો છો.ॐગં ગણપતયે નમો નમ: તથા અસ્તુ.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment