ગાંધીજીને મારવાવાળા નથુરામ ગોડસેની અસ્થીઓ નદીમાં શા માટે નથી પધરાવવામાં આવી ? જાણો આ વાંચીને…

49

૩૦ જાન્યુઆરી, 1948 નો દિવસ હતો. ઘડીયારમાં સાંજના 5 વાગીને 15 મિનીટ થઇ ચુકી હતી. ગાંધીજી ઝડપથી બિરલા હાઉસ તરફ જતા હતા. તે કદાચ થોડા મોડા પડ્યા હતા. ત્યાં ઘણી ભીડ પણ હતી. એની વચ્ચે ભીડમાંથી નીકળ્યા નથુરામ ગોડસેએ પોતાની પિસ્તોલથી એક પછી એક ઈમ ત્રણ ગોળીઓ મહાત્મા ગાંધીના શરીરમાં તાકી દીધી. આ ઘટના પછી ચારે તરફ અફરા તફરીનો માહોલ બની ગયો. લોકો આમ તેમ ભાગવા લાગ્યા. ગાંધીજીની હત્યાની ખબર સંભાળીને બિરલા હાઉસમાં સન્નાટો છવાઈ ગયો.

તે સમયના પત્રકાર કુલદીપ નેયારના જણાવ્યા અનુસાર, તે સમયે બિરલા હાઉસમાં જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, મોલાના આઝાદ અને અંગ્રેજ ઓફિસર લોર્ડ માઉન્ટબેટન પણ હાજર હતા. બધાના ચહેરા પર દુખની લાગણી પ્રસરી ગઈ હતી. ત્યારબાદ પંડિત જવાહરલાલ નેહરુએ બિરલા હાઉસની બહાર રહેલી ભીડને બતાવ્યું કે ગાંધીજી હવે આ દુનિયામાં નથી રહ્યા.

ગાંધીજીની હત્યાના જુર્મમાં નથુરામ ગોડસેને પકડી લેવામાં આવ્યા અને અદાલતમાં હાજર કરવામાં આવ્યા. ન્યાયાધીશ આત્મચરણની અદાલતે ગોડસેને ફાંસીની સજા સંભળાવી. ગોડસેએ પણ અદાલતમાં સ્વીકાર કર્યો કે તેને જ ગાંધીજીને માર્યા છે. પોતાનો પક્ષ રાખતા ગોડસેએ જણાવ્યું કે ગાંધીજીએ જે દેશની સેવા કરી હતી, તેનું હું આદર કરું છું અને એટલા માટે તેના પર ગોળી ચલાવતા પહેલા હું તેના સન્માનમાં ઝૂક્યો પણ હતો, પણ તેઓએ અખંડ ભારતના બે હિસ્સા કરાવ્યા, એટલા માટે મેં ગાંધીજીને ગોળી મારી.

15 નવેમ્બર, 1949ના અંબાલા જેલમાં નથુરામ ગોડસેને ફાંસી આપવામાં આવી. ફાંસી પહેલા ગોડસેના એક હાથમાં ગીતા અને અખંડ ભારતનો નકશો હતો અને બીજા હાથમાં ભગવો ઝંડો હતો. કહેવામાં આવે છે કે ગળાફાંસો  ખાતા પહેલા ગોડસે ‘નમસ્તે સદા વત્સલે’નું ઉચ્ચારણ કર્યું હતું અને સાથે નારા પણ લગાવ્યા હતા.

તમને જાણીને હેરાની થશે કે ગોડસેની અસ્થીઓ આજ સુધી નદીમાં પધરાવવામાં નથી આવી પણ પુણેના શિવાજી નગર ઇલાકામાં સ્થિત આ ઈમારતમાં સુરક્ષિત રાખવામાં આવી છે.તે રૂમમાં ગોડસેની અસ્થિ કળશના સિવાય તેના કેટલાક કપડા અને હાથથી લખેલી નોટ્સ પણ સંભાળીને રાખવામાં આવી છે.

નથુરામ ગોડસેના ભત્રીજી હિમાની સાવરકરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ગોડસેનું શવ પણ તેને નથી દેવામાં આવ્યું પણ ફાંસી પછી સરકારે પોતે ઘગ્ઘર નદીના કિનારે તેનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો.ત્યાર બાદ તેની અસ્થીઓ અમે એક ડબ્બામાં ભરીને આપવામાં આવી કારણકે ગોડસેની અંતિમ ઈચ્છા એ હતી કે તેના પરિવારમાં આજ સુધી તેની અસ્થિઓને નદીમાં નથી બહાવી પણ તે એક ચાંદીના કડશમા સુરક્ષિત રાખવામાં આવી.

હિમાની સાવરકરના જણાવ્યા અનુસાર, નથુરામ ગોડસે પોતાની અંતિમ ઈચ્છામાં પોતાના પરિવારજનોને કહ્યું હતું કે તેની અસ્થિઓને ત્યાં સુધી સાંભળવામાં આવે  જ્યાં સુધી સિંધુ નધી સ્વતંત્ર ભારતમાં સમાવેશ ન થઇ જાય અને ફરીથી અખંડ ભારતનું નિર્માણ ન થઇ જાય. આ સપનું પૂરું થઇ ગયા બાદ મારી અસ્થીઓને સિંધુમાં વિસર્જિત કરવામાં આવે. બસ આજ કારણ છે કે ગોડસેના પરિવારે આજ સુધી તેની અસ્થિઓ સંભાળીને રાખી છે

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment