ગાંધીજીની હત્યાનું સૌથી મોટું રહસ્ય, શા માટે થઇ હતી સુરક્ષામાં ચૂક ? શું બચાવી શકયા હોત બાપુને ?

56

આજાદી મળ્યા પછી ઓગસ્ટ ૧૯૪૭ થી જાન્યુઆરી ૧૯૪૮ની વચ્ચે ગાંધીજી બહુજ વધુ અલોકપ્રિય બની ગયા હતા. તેમના બ્રમ્હચર્યના પ્રયોગ એ તેમને તેમના સૌથી નજીક પં. જવાહરલાલ નેહરુ અને સરદાર વલ્લભભાઈ પટેલ સમેત ઘણા લોકોના નિશાના પર લાવી દીધા હતા. ખાસ કરીને પાકિસ્તાને જયારે કશ્મીર પર આક્રમણ કરાવ્યું તો સરદાર પટેલ એ ૧૨ જાન્યુઆરી ૧૯૪૮ની સવારે ઇસ્લામાબાદને કરાર હેઠળ આપવાની ૫૫ કરોડ રૂપિયાની રાશી રોકવા માટેનું ચુકાદો જાહેર કર્યો. ગાંધીજીએ તેજ દિવસે સાંજે આ ફેસલાના વિરોધમાં આમરણ અનસન શરુ કરવાની ઘોસણા કરી નાખી. ગાંધીજીના દબાવને લીધે બે દિવસ પછી ભારતએ પાકિસ્તાનને ૫૫ કરોડ રૂપિયાની ચુકવણી કરી નાખી. તેનાથી આખો દેશ ગાંધીજીથી નારાજ થઇ ગયો હતો.

ગાંધીજીની ઓછી થવા લાગી હતી લોકપ્રિયતા

૧૯૪૬-૪૮ ની આસપાસ લોકો માનવા લાગ્યા હતા કે જો ગાંધીજીએ અનાવશ્યક જીદ ન કરી હોત તો વાત આટલી ન બગદેત અને દેશના ભાગલા પાડવાની નૌબત ન આવત.

તેના સિવાય દેશના ભાગલા પાડતી વખતે બધી જગ્યાએ બોવ મોટા પ્રમાણમાં મારકાટ ચાલી હતી. લોકો સંપતી જ નહિ પોતાનાઓને ખોઈ રહ્યા હતા. પોતાનું ઘરબાર, પોતાની જીવનભરની કમાણી છોડીને સુરક્ષિત જગ્યાએ જવા માટે મજબુર હતા. એક મોટા વિસ્થાપિત લોકો ખાસકરીને પંજાબ(પાકિસ્તાન) અને સીંધના વિસ્થાપિત લોકો ગાંધીજીને નફરત કરવા લાગ્યા હતા.

ભાગલાના ત્રાસ સહન કરવાવાળા સિંધી અને પંજાબી સમુદાયના બધા વ્યક્તિ સાર્વજનિક રીતે કહેતા હતા કે તે ગાંધીજીને ગોળી મારી દેશે. તે સમયના છાપું, મીડિયા અને દસ્તાવિજ કહે છે કે લોકોમાં આક્રોશ તેમની તુસ્ટીકરણ નીતિના કારણે ઉદભવ્યો હતો. લોકો માનવા લાગીયા હતા કે ગાંધીજીની અહિંસા અવ્યવહારિક છે, કેમ કે તે અહિંસાના કારણે દેશના ૩૦ લાખ નાગરિક મૃત્યુ પામ્યા અને કેટલા લાખ લોકો ભેગા થયા હતા કારોબાર નષ્ટ થઇ ગયા જેનાથી કરોડો લોકો બેરોજગાર થઇ ગયા હતા.

ભાગલાનું કારણ માનતા હતા ગાંધીજીને ?

વધુ લોકો માનતા હતા કે ગાંધીજીની તુષ્ટિકરણ નીતિના લીધે ભારતના બે દેશમાં ભાગલા પડી ગયા. પાકિસ્તાનના સંસ્થાપક મોહમદ અલી જીન્ના પણ ગાંધીજીની તુષ્ટિકરણ નીતિની પ્રસંન્સા કરતા હતા. લોકોને એ જાણીને હેરાની થશે કે જીન્ના હેરાન હતા કે મુસલમાનોની બધી નાનીમોટી સમસ્યામાં ગાંધીજી કેમ આટલી વધુ દિલચસ્પી લે છે.

હકીકતમાં, ગાંધીજીએ જયારે ખિલાફત આંદોલન (૧૯૧૯-૧૯૨૨) શરુ કર્યું તો જીન્ના આશ્ચર્યચકિત થઇ ગયા, કેમ કે તેમનો સબંધ ભારતીય મુસલમાનો સાથે હતો જ નહિ. તે તુર્કીની બાબત હતી. અલી બંધુઓની સાથે ઘણા મુસલમાન તે સમયે તે આંદોલનને ઉપસાવી રહ્યા હતા. જ્યારે કે મુસલમાનોની બીજી પણ ઘણી સમસ્યાઓ હતી, જે ખિલાફત આંદોલનથી વધુ મહત્વપૂર્ણ હતી અને તાત્કાલિક ઉપાય કરવાની જરૂર હતી. પરંતુ ગાંધીજી હમેશા પોતાની વાતને જ સાચી માનતા હતા અને પોતાની આગળ કોઈનું પણ સાંભળતા ન હતા. તેમ છતાં, સન ૧૯૪૬-૪૮ ની આસપાસે લોકો માનતા હતા કે જો ગાંધીજી અનાવશ્યક જીદ ન કરી ઓટ તો વાત આટલી ન બગદેત અને દેશના ભગલા પાડવાની નૌબત ન આવેત.

કેવી રીતે થઇ ગાંધીજીની હત્યા ?

ગાંધી હત્યાકાંડની સુનવણી લાલકીલ્લામાં બનાવેલી એક વિશેષ અદાલતમાં થઇ. છતાં પણ, ગાંધીજીના આમરણ અનશનની જાણકારી એજેન્સી દ્વારા ૧૨ જાન્યુઆરીની સાંજે પુણેથી પ્રકાશિત છાપું ‘હિંદુરાષ્ટ્ર’ ની ઓફિસમાં પહોચી. નારાયણ આપ્ટે ઉર્ફ નાના છાપાના પ્રકાશક અને નથુરામ ગોડસે સંપાદક હતા. સંભવત: તેજ સમયે નથુરામ એ ગાંધીજીની હત્યા કરવાનું નક્કી કરી નાખ્યું. કેમકે આગલા બે દિવસે તેને ૩-૩ હજાર રૂપિયાની બે વીમા પોલીસીજ ના નોમીની પોતાના જીગરી દોસ્ત નારાયણ આપ્ટે ઉર્ફે નાના, જેને ગાંધીજીની હત્યાના કાવતરામાં શામેલ હોવાના આરોપમાં ફાંસી આપવામાં આવી હતી, તેમની પત્ની ચંપુતાઈ આપ્ટે અને નાનો ભાઈ ગોપાલ ગોડસેની પત્ની સિંધુતાઈ ગોડસે બનાવી દીધા. આ વાત નાના આપ્ટે અને ગોપાલના વિરોધમાં ગઈ અને બંને ગાંધી હત્યામાં ફસાઈ ગયા.

શા માટે ન વધારવામાં આવી બાપુની સુરક્ષા ?

જ્યારે કે એક હમલો થઈ ચક્યો હતો. ગાંધીજીથી લોકો એટલી હદે ચીડાયેલા હતા કે આ જાણ્યા પછી પણ કે તેમની હત્યા થવાની છે, તેમની સુરક્ષા કરવામાં ન આવી અને તેનું પરીણામએ આવ્યું કે જે બિડલા હાઉસમાં તેમન હત્યાની કોશિશ કરવામાં આવી હતી, તેજ જગ્યાએ દસ દિવસ પછી હત્યા કરવામાં આવી. હકીકતમાં, દેશના ભાગલા પછી પાકિસ્તાનથી વિસ્થાપિત થવાવાળા મદનલાલ પાહવા, જેને ગાંધી હત્યાકાંડમાં આજીવન કારાવાસ થઇ છે, ગાંધીજીના ખુનનો તરસ્યો થઇ ગયો હતો. તેણે ૨૦ જાન્યુઆરી ૧૯૪૮ એ બિડલા હાઉસ પરીસરમાં ગાંધીજીના સભાસ્થળ પાસે બોમ ફોડ્યો અને ઘટનાસ્થળ પર જ પકડાઈ ગયો. દુર્ભાગ્યથી તેજ બિડલા હાઉસમાં ૩૦ જાન્યુઆરીની સાંજે ગાંધીજીની છાતીમાં ત્રણ ગોળીઓ ઉતારીને નથુરામ ગોડસે એ તેમની જીવનલીલા સમાપ્ત કરી નાખી.

ગાંધીજીની હત્યાની સુનવણી

ગાંધી હત્યાકાંડની સુનવણી લાલકિલ્લામાં બનાવેલી એક વિશેષ અદાલત માં થઇ. બનારસ હિંદુ યુનીવર્સીટીથી એમએ અને બમ્બઈ યુનિવર્સીટીથી પીએચડી કરી ચૂકેલ માટુંગા રુઈયા કોલેજમાં હિન્દી ભાષા ભણાવનારા ડૉ. જગદીશ જૈન ગાંધી હત્યાકાંડના મામલામાં મુખ્ય સાક્ષી હતા. તેમની ગવાહી ૪ અને ૫ ઓગસ્ટ ૧૯૪૮ માં લેવામાં આવી.

જૈન એ અદાલતને જણાવ્યું કે, ”મદનલાલ પાહવા, જેને પછી હત્યાકાંડની બાબતમાં સામેલ હોવાનું સામે આવ્યું અને તેને  આજીવન કારાવાસની સજા થઇ, ૭ જાન્યુઆરી ૧૯૪૮ માં મારા ઘરે આવ્યો અને જણાવ્યું કે થોડાક લોકોની સાથે મળીને ગાંધીજીની હત્યા કરવાનો છે. મેં તેની વાતને વધુ મહત્વ ન આપ્યું, કેમકે તે સમયે બધાજ સિંધી અને પંજાબી ગાંધીજીની હત્યાની વાત કરતા હતા. પરંતુ ત્રણ દિવસ પછી જયારે મદનલાલ ફરી મને મળ્યો અને જણાવ્યું કે તેને ગાંધીજીની સભામાં વિસ્ફોટ કરવાનું કામ સોપ્યું છે, જેથી તેમની હત્યા કરી શકાય. તે સાંભળીને હું હેરાન થઇ ગયો.”

જૈન એ કોર્ટને આગળ જણાવ્યું- “૧૫ જાન્યુઆરીએ મદનલાલ દિલ્લી જતો રહ્યો હતો. ૧૭ જાન્યુઆરીએ જેવીઅર કોલેજમાં જયપ્રકાશ નારાયણનું ભાષણ થયું. મેં તેમને મળીને કાવતરા વિશે જણાવવાનું નક્કી કર્યું, પરંતુ તેમની આસપાસ બહુજ ભીડ હોવાને કારણે આખી વાત ન જણાવી શક્યો, પણ દિલ્લીમાં ગાંધીજીની હત્યાના કાવતરાની સંભાવના વિશે તેમને અવગત કરી નાખ્યા હતા. જયારે મેં ૨૧ જાન્યુઆરીની સવારે છાપામાં બિડલા ભવનમાં બોમ વિસ્ફોટ અને મદનલાલની ધરપકડના સમાચાર વાચ્યા તો મારા પગ નીચેની જમીન ખસી ગઈ. મેં ટેલીફોન પર સરદાર પટેલને જણાવવાનું નક્કી કર્યું, પરંતુ નિષ્ફળ રહ્યો. કોંગ્રેસ નેતા પોતાની પાર્ટીને મળવાનો પ્રયાસ કર્યો પણ તેમણે પણ ન મળી શક્યો. ૨૨ જાન્યુઆરીની સાંજે ૪ વાગે મુખ્યમંત્રી બીજી ખેરને સચિવાલયમાં મળ્યો. ત્યરે ગૃહમંત્રી મોરારજી દેસાઈ પણ હાજર હતા. મેં મદનલાલની બધીજ વાત તે બંનેને જણાવી દીધી.”

મોરારજી દેસાઈની ગવાહી

ગાંધી હત્યાકાંડમાં મોરારજી દેસાઈની ગવાહી ૨૩,૨૪ અને ૨૫ ઓગસ્ટ ૧૯૪૮ માં લેવામાં આવી. તેમ છતાં, ગાંધી હત્યાકાંડમાં મોરારજી દેસાઈની ગવાહી ૨૩,૨૪ અને ૨૫ ઓગસ્ટ ૧૯૪૮ માં લેવામાં આવી. જૈનના નિવેદનની પુષ્ટી કરતા તેમણે કહ્યું, “૨૨ જાન્યુઆરી ૧૯૪૮ માંજ અમદાવાદ જવાની પહેલા મેં ડેપ્યુટી પોલીસ કમિશ્નર જમશેદ દોરાબ નાગરવાલાને રાત્રે ૮ વાગે બોમ્બે સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન બોલાવ્યા અને વિષ્ણુ કરકરેની ધરપકડ કરવાનો હુકુમ કર્યો. આ સુચના મેં મુંબઈના તત્કાલીન(પહેલા ભરતીય|) પોલીસ કમિશ્નર ભરૂચાને પણ આપી દીધી હતી. બીજા દિવસે ૨૩ જાન્યુઆરીની સવારે સરદાર પટેલને મળ્યો અને તેમને પણ બધીજ જાણકારી આપી દીધી અને જણાવી દીધું કે કરકરેની ધરપકડનો હુકુમ કરી દીધો છે.”

સુરક્ષાની વચ્ચે હત્યા? આખરે શું લખ્યું ન્યાયધીશએ ચુકાદામાં

કહેવાનો મતલબ ગાંધીજીની હત્યાનું કાવતરું કરવામાં આવ્યું હતું આ જાણકારી સરદાર પટેલ, જયપ્રકાશ નારાયણ, બીજી ખેર અને મોરારજી દેસાઈ જેવા નેતાઓ સિવાય ગાંધી હત્યાકાંડની તપાસ કરવાવાળા જેડી નાગરવાલા અમે દિલ્લી પોલીસ કમિશ્નર ડીડબ્લ્યુ મેહરા અને ડેપ્યુટી સુપરીટેંડેંટ જસવંત સિહને પણ હતી. તેમ છતાં બિડલા હાઉસની સુરક્ષા હળવી રહી.

એટલા માટે ન્યાયધીશ આત્મારામએ પોતાના ચુકાદામાં લખ્યું, “૨૦ થી ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ સુધી પોલીસની તપાસની હળવાસને મારે સરકારની સામે લાવવાની છે. ૨૦ જાન્યુઆરીએ મદનલાલની ધરપકડ કર્યા પછી તેનો અહેવાલ પોલીસએ પ્રાપ્ત કરી લીધો હતો અને જૈનથી ગૃહમંત્રી મોરારજી દેસાઈ અને પોલીસને સુચના મળી ચુકી હતી. ખેદની વાત તો એછે કે જો મુંબઈ અને દિલ્લીની પોલીસ એ તત્પરતા દેખાડી હોત અને તપાસમાં બેદરકારી ન કરી હોત તો કદાચ ગાંધીજીની હત્યાની દુઃખદ ઘટના ટાળી શકાય હોત.”

શું કહ્યું હતું નથુરામ ગોડસેએ ગવાહીમાં

તેમ છતાં, નથુરામ એ એકવાર જેલમાં ગાંધી-હત્યાની વાત કરતા ગોપાલ ગોડસેને જણાવ્યું હતું, “’૩૦ જાન્યુઆરીએ મેં ૬ ગોળીઓથી ભરેલ પોતાની રિવોલ્વરને લઈને બિડલા હાઉસમાં સાંજે ૪:૫૫ વાગે પ્રવેશ કર્યો હતો. રક્ષકોએ મારી તપાસ કરી ન હતી. ૫:૧૦ વાગે ગાંધીજી મનુ ગાંધી અને આભા ગાંધીના ખંભા પર હાથ રાખીને બારે આવ્યા. જેમ મારી સામે આવ્યા સૌથજી પહેલા મેં દેશના શાનદાર અને મહાન સેવા માટે તેમને ‘પ્રણામ’ કરીને અભિવાદન કર્યું અને દેશનું નુકશાન કરવા માટે તેમને ખત્મ કરવાના ઉદ્દેશ્યથી બંને કન્યાઓને તેમનાથી દુર કરી અને પછી ૫:૧૭ વાગે ૩ ગોલીઓ ગાંધીજીની છાતીમાં ઉતારી દીધી.”

સાંજે ૫:૪૫ વાગે આકાશવાણીમાં ગાંધીના નિધનની સુચના

નથુરામએ આગળ જણાવ્યું-“હકીકતમાં, મારી ગોળી જેવી જ ચાલી, ગાંધીજીના સાથે ચાલી રહ્યા ૧૦-૧૨ લોકો દુર ભાગી ગયા. મને લાગ્યું કે જેમ હું ગાંધીજીને મારીસ, મારી હત્યા કરી નાખવામાં આવશે, પરંતુ બધા લોકો ડરીને દુર ભાગવા લાગ્યા. મેં ગાંધીજીની હત્યા કર્યા પછી રિવોલ્વર સાથે હાથ ઉપર ઉઠવી લીધા. હું ઈચ્છતો હતો, કોઈ મારી ધરપકડ કરી લે. પરંતુ કોઈ મારી પાસે આવવાની હિમત ન કરી શક્યું. હું પોલીસ-પોલીસ ચીખતો રહ્યો. પછી મેં એક હવાલદારને આંખોથી સંકેત કર્યો કે મારી રિવોલ્વર લઇ લો. તેને વિશ્વાસ થઇ ગયો કે હું એને નહિ મારું અને તે હિંમત કરીને મારી પાસે આવ્યો અને મારો હાથ પકડી લીધો. તેના પછી લોકો મારા પર તૂટી પડ્યા અને મને મારવા લાગ્યા.”

તેમ છતાં, ડીએસપી જસવંત સિંહના હુકુમથી દસવંત સિંહ અને થોડાક પોલીસવાળા નથુરામને તુગલક રોડ પોલીસ સ્ટેશન લઇ ગયા. રાત્રે લગભગ દસ વાગે બાપુની હત્યાનીં એફઆરઆઈ લખવામાં આવી. દિવાન-મુંશી દિવાન ડાલુ રામે લખી હતી.

ગાંધીજીના નિધનની સુચના

જયારે સાંજે ૫:૪૫ વાગે આકાશવાણીએ ગાંધીજીના નિધનની સુચના આપી અને કહ્યું કે નથુરામ ગોડસે નામના વ્યક્તિએ તેમની હત્યા કરી તો આખો દેશ હેરાન થઇ ગયો કે મારાથી યુવકે આ કામ કેમ કર્યું, કેમકે લોકોને આશંકા હતી કે કોઈ પંજાબી અથવા ગાંધીજીની હત્યા કરી શકે છે.

તેમ છતાં, ગાંધીજીની હત્યામાં નથુરામના સિવાય નારાયણ આપ્ટે, મદનલાલ પાહવા, ગોપાલ ગોડસે, વિષ્ણુ કરકરે, વિનાયક સાવરકર, શંકર કીસ્તૈયા અને દિગંબર બડગેની ધરપકડ કરવામાં આવી. પછી દિગંબર બડગે વચન વફાદાર સરકારી ગવાહ બની ગયા. તેમની ગવાહીને આધાર બનાવીને નથુરામ અને નાનાને ફાંસી આપવામાં આવી. આ કેસના સૌથી ચર્ચિત આરોપી સાવરકરને અદાલતે નિર્દોષ જાહેર કર્યા.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment