મિત્રની પત્ની પાસે કરવા લાગ્યો આવી માંગ, પવિત્ર સંબંધને કર્યો કલંકિત…

19

ખરેખર યુગ સાથે સાથે જગત બદલી રહ્યું છે. દ્વાપરયુગમાં જ્યાં કૃષ્ણ અને સુદામાની મિત્રતાના ગુણગાન મળે છે તેમજ આ કળયુગમાં મિત્રતાને શર્મસાર કરનારા એવા એવા કિસ્સાઓ સામે આવી જાય છે કે આ સંબંધ પરથી વિશ્વાસ ઉડવા લાગે છે. જી હા, મહારાષ્ટ્રમાં એક એવો જ આશ્ચર્યજનક મામલો સામે આવ્યો છે.

આ ઘટનાએ ‘મિત્રતા’ જેવા પવિત્ર સંબંધને શર્મસાર કરી દીધો છે. હવે લોકો કદાચ મિત્રને ઘર બોલવામાં ૧૦ વખત વિચારશે. વાત એવી છે કે, થયું એવું એક મિત્રએ પોતાના મિત્રની પત્ની સાથે શારીરિક સંબંધ બનાવાની માંગ કરી. એના માટે તે ઘણા દિવસથી એને બ્લેકમેલ કરવાની કોશિશ પણ કરી રહ્યો હતો. આરોપીએ મહિલાની અમુક ફોટો અને વિડિયો બનાવી લીધા હતા. જેને એ તેના પતિને દેખાડવાની ધમકી આપીને એની સાથે સંબંધ બનાવાની વાત કહી રહ્યો હતો.

જ્યારે આ વાત પરથી પરદો ઉઠ્યો તો મિત્રના પગ નીચેથી જમીન નીકળી ગઈ. એને સપનામાં નહતું વિચાર્યું કે એનો મિત્ર આવી ખરાબ હરકત કરી શકે છે. જી હા, આ મામલો મહારાષ્ટ્રના પુનામાં સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટસનું માનીએ તો પુણેની પિપરી ચિંચવાડ પોલીસે એક ૨૬ વર્ષના યુવક વિરુદ્ધ આ સંબંધમાં કેસ નોંધ્યો છે.

આરોપીએ કથિત રીતે મહિલાને અમુક ફોટાઓ અને વિડિયોના આધારે એને બ્લેકમેલ કરી શારીરિક સંબંધ બનાવાની કોશિશ કરી તેમજ સતત એને ફોન કરીને ધમકી આપી. આ વાતથી કંટાળીને મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધ કરાવી. જી હા, પિંપરી ચિંચવાડ થાણાના અંતર્ગત નિવાસી આરોપીએ મહિલાના પતિ સાથે ગયા વર્ષે ડીસેમ્બરમાં મિત્રતા કરી હતી. એના પછી આરોપીએ મહિલાના અમુક ફોટાઓ અને વિડિયો બનાવી લીધા જેને એના પતિ અને પરિવારને દેખાડવાની ધમકી આપીને શારીરિક સંબંધ બનાવાની માંગ કરી રહ્યો હતો. આરોપી પર આઈપીસીની કલમ ૩૫૪ મહિલાની લાજ ભંગ કરવાના આશયથી એના પર હુમલો અથવા આપરાધિક બળનો પ્રયોગ કરવાનો પ્રયત્નમાં કેસ નોંધ્યો છે.

આરોપી દરરોજ મહિલાને ફોન કરતો હતો અને એની સાથે સંબંધ બનાવાની માંગ કરતો હતો. જ્યારે મહિલા ખુબજ પરેશાન થઇ ગઈ તો એણે આરોપીથી બચવા માટે પોતાનો ફોન નંબર બદલી નાખ્યો પરંતુ આમ કરવા છતાં તે ન માન્યો. એના પછી એને મહિલાનો નવો નંબર પણ ક્યાંકથી શોધી લીધો અને ફરી એને ફોન કરવા લાગ્યો. ઉત્પીડનથી પરેશાન થઈને પીડિતા પોલીસ થાણે પહોંચી અને આરોપી વિરુદ્ધ લિખિત ફરિયાદ નોંધ કરાવી. અત્યારે પોલીસ મામલાની તપાસમાં જોડાય ગઈ છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment