ઢોંગી બાબાએ કાઢ્યો પત્થર દુઃખાવાથી તડપી રહેલી મહિલાના પેટમાં મોઢું નાખીને – આવી રીતે હકીકત આવી સામે

81

આજના ટેકનીકલ યુગમાં લોકો મનમાં અંધવિશ્વાસ બનાવેલો રહ્યા છે જયારે બાકીની દુનિયા વિકાસનો રસ્તો પકડીને આગળ વધી રહ્યા છે. અખબારમાં પણ વીજ્ઞાપન દેખાડીને અંધવિશ્વાસ ફેલાવવામાં આવે છે. અંધવિશ્વાસ બની રહેશે તો ઢોંગીઓનું ખીચ્ચું ભરાતું રહેશે. આ ધરતી પર આવા લોકોની કમી નથી જે આજે પણ અંધવિશ્વાસની દુનિયામાં જીવી રહ્યા છે.

હકીકતમાં, મધ્ય પ્રદેશના છિંદવાડામાં એક મહિલાના પેટમાં દુ:ખાવાનો ઈલાજ કરવા માટે ડોકટરની જગ્યાએ એક બાબા પાસે પહોચી. બીછુઆ ની પાસે ખમારપાની નામની જગ્યાએ એક બાબા બેસે છે, જેને મહિલાના પેટમાં મોઢું લગાડીને હાથની સફાઈ કરીને એક પત્થર પકડાવી દીધો.

બાબાએ મહિલાને કહ્યું કે આ પત્થર તેના પેટમાંથી કાઢવામાં આવ્યો છે,  હવે તે ઠીક છે અને ઘરે જઈ શકે છે. બાબાએ મહિલાના આ ઈલાજ માટે 5000 રૂપિયા પણ લઇ લીધા. મહિલા જેવી જ ઘરે પહોચી, તેનો પેટનો દુઃખાવો ખુબ જ વધી ગયો. એટલું જ નહિ મહિલાના પેટમાં ભયાનક સોજો પણ આવી ગયો.

મહિલાની આવી સ્થિતિ જોઇને પરિજન તેને તરત જ નાગપુર લઇ આવ્યા અને હોસ્પિટલમાં ભરતી કરાવી. મહિલાની તપાસ કરવામાં આવી તો ખબર પડી કે મહિલાના પેટમાં ખુબ મોટી પથરી છે. જેના કારણે તેના પેટમાં ભયાનક દર્દ અને સોજો આવી ગયો છે.

ડોકટરોએ ઓપરેસન કરી મહિલાના પેટમાંથી પથરી કાઢી નાખી. ઓપરેસન બાદ મહિલાની તબિયતમાં ઘણો સુધાર છે. મહિલાએ જણાવ્યું કે ઘણા સમયથી તેના પેટમાં દુઃખાવો થઇ રહ્યો હતો. તેને ઘણી જગ્યાએ સારવાર પણ કરાવી હતી, પણ પેટના દુ;ખાવાથી રાહત મળતી ન હતી, ત્યાર બાદ તે બાબા પાસે ગઈ હતી.

મહિલાએ જણાવ્યું કે કેવી રીતે ઢોંગી બાબાએ તેને જમીન પર સુવડાવીને એક મંત્ર વાંચ્યો અને પેટ પર ત્રીશુલથી એક નિશાન બનાવી દીધું. પછી બાબાએ તેના પેટ પર મોઢું લગાડીને પત્થર કાઢ્યો અને કહ્યું કે હવે તે ઠીક થઇ ગઈ છે.

ઢોંગી બાબાએ મહિલાનો સારવાર શરુ કરતા પહેલા જ પોતાના મોઢામાં પત્થર રાખેલો હતો. મહિલાના પેટમાં મોઢું લગાડ્યા બાદ તેને પોતાના હાથોની કરામત દેખાડી અને પત્થર કાઢીને મહિલાને આપી દીધા. મહિલાએ પોલીસમાં ઢોંગી બાબાની ફરિયાદ કરી છે, ત્યાર બાદ પોલીસે ભાઉરાવ યાદવ અને તેના એક સાથી કૃષ્ણા નિવારે પર કાર્યવાહી કરતા ગિરફ્તાર કરી લીધા છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment