ફીશ પેડીક્યોર કરાવવા ગઈ હતી છોકરી, અચાનક આવી માછલી અને પછી થયું કઈક આવું…

42

ફીશ પેડીક્યોરના ઘણા સ્વાસ્થ્ય લાભ છે પણ થોડી એવી અસાવધાની ઘણું બધું નુકશાન કરી શકે છે. થાઇલેન્ડમાં આવી જ ઘટના જોવા મળી હતી. અહિયાં ફીશ પેડીક્યોર કરાવવા આવેલી એક મહિલાને પોતાના ડાબા પગની આંગળીઓ કપાવવી પડી. હકીકતમાં, ઓસ્ટ્રેલીયાના પર્થમાં રહેવાવાળી 29 વર્ષની વિક્ટોરિયા કર્થાઇટ્સના પગની આંગળીઓમાં સંક્રમણ થઇ ગયું હતું અને સારવાર દરમિયાન તેને આંગળીઓ ક્પવવી પડી.

વર્ષ 2006માં વિક્ટોરિયાના પગની આંગળીઓના હાડકામાં સંક્રમણ થયું હતું. આ સંક્રમણ કાંચ પર ચાલવાના કારણે થયું હતું. 2010 માં વિક્ટોરિયા થાઈલેન્ડની યાત્રા પર ગઈ અને તેઓએ ફીશ સ્પા કર્યું. થાઇલેન્ડ સહિત દુનિયાભરમાં ફીશ સપનું ઘણું બધું ચલન છે અને રીલેક્સ રહેવા માટે લોકો ફીશ પેડીક્યોર લે છે.

હકીકતમાં, જણાવવામાં આવે છે કે ફીશ પેડીક્યોર બાદ આપણી ત્વચા કોમળ અને ચીકણી થઈ જાય છે. ફીશ પેડીક્યોર માટે પાણીથી ભરેલા એક ટેંકમાં લોકો પોતાના પગ નાખી દે છે, જ્યાં માછલીઓ તેની ડેડ સ્કીનને ખાઈ જાય છે અને ત્વચા ચીકણી થઇ જાય છે. એવું માનવામાં આવે છે કે એક્ઝીમાં અને સોરાયસીસની બીમારીમાં ફીશ પેડીક્યોર ઘણી લાભકારી હોય છે.

વિક્ટોરિયાએ થાઈલેન્ડમાં જ્યાં સ્પા લીધું ત્યાનું પાણી પ્રદુષિત હતું અને તે પહેલાથી જ હાડકાના સંક્રમણથી પરેશાન રહેતી હતી. એવામાં જયારે તે ઘરે પરત ફરી ત્યારે તો તેને ખુબ ઝડપી તાવે ઘેરી લીધી. ત્યાર બાદ તેને ડોકટરની પાસે લઇ જવામાં આવ્યા. બે વર્ષ સારવાર ચાલ્યા બાદ વિક્ટોરીયાના ડાબા પગના અંગુઠા અને બીજી આંગળીઓ કાપવી પડી.

વિક્ટોરિયાનું જણાવવાનું કે, હું જયારે થાઈલેન્ડમાં હતી તો મેં ફીશ સ્પા લેવાનું વિચાર્યું. પણ સપના માલિકે ફીશ પેડીક્યોરમાં અસાવધાની વરતી અને તેનું પાણી પ્રદુષિત હતું. તમે પણ જો ફીશ પેડીક્યોર કરાવો છો તો એ વાતનું ધ્યાન રાખો કે પાણી પ્રદુષિત ન હોય અને ટેંકનું પાણી રોજ બદલવામાં આવતું હોય. હકીકતમાં લોકો તવ્ચા સબંધિત બીમારીઓને દુર કરવા માટે ફીશ પેડીક્યોર કરાવે છે.

હકીકતમાં, માછલીઓ પગ અને હાથોથી મૃત કેશિકાઓને કાપે છે. એવામાં જો પગ પર ઈજા હોય કે ક્યાયથી કપાયેલું હોય તો તેનાથી સંક્રમણ ફેલાવવાનો ડર રહે છે. જો કોઈ વ્યક્તિને એઇડ્સ અથવા કોઈ સંક્રમણથી ફેલાવવાવાળો રોગ છે તો તે બીજા વ્યક્તિને પણ થઇ શકે છે. તે ઉપરાંત સ્પા સેન્ટર ટબના પાણીને ઘણા દિવસો સુધી બદલતા નથી તેના કારણે તમને સંક્રમણ પણ થઇ શકે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment