ફરે છે આત્મા અમેરિકીના રાષ્ટ્પતિના ઘર વ્હાઈટ હાઉસમાં… આજ સુધી નથી ઉકેલાયું રહસ્ય…

72

ભૂત પ્રેતનું નામ સાંભળીને લોકો અમુક વાર થર થર કાપવા લાગે છે. એમ તો આપણા દેશમાં તો ભૂતોને લઈને ઘણી વાર્તાઓ પ્રસિદ્ધ છે. ત્યાં સુધી કે ઘણા લોકો તો આત્મા જોવાનો પણ દાવો કરે છે. પરંતુ શું તમને ખબર છે કે દુનિયાનું સૌથી સુરક્ષિત માનવામાં આવતું વ્હાઈટ હાઉસમાં પણ આત્માઓનો વાસ છે. ભલે તમને આના પર તમને વિશ્વાસ ન હોઈ, પરંતુ ઘણા લોકો વ્હાઈટ હાઉસમાં આત્માઓનો અનુભવ કરી ચુક્યા છે.

તમારી જાણકારી માટે કહી દઈએ કે વ્હાઈટ હાઉસ દુનિયાનું સૌથી તાકાતવર દેશ અમેરિકાના રાષ્ટ્પતિનું ઘર છે. કહેવામાં આવે છે કે વ્હાઈટ હાઉસની સુરક્ષા એટલી કડક છે કે ત્યાં પરમીશન વગર પંખી પણ ફરકી શકતું નથી. પરંતુ આના આંગણામાં આજે પણ ઘણા એવા રહસ્ય દબાયેલા છે, જેને જાણીને તમે થર થર ધ્રુજી ઉઠશો.

કહેવામાં આવે છે કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્પતિ અબ્રાહમ લિંકનની આત્મા વ્હાઈટ હાઉસમાં ફરતી રહે છે. હકીકતમાં,અબ્રાહમ લિંકન અમેરિકાના ૧૬ માં રાષ્ટ્પતિ હતા, પરંતુ એપ્રિલ ૧૮૬૫ માં વ્હાઈટ હાઉસની અંદર જ એમની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનાના થોડા જ દિવસો બાદ લોકોને અબ્રાહમ લિંકનની આત્મા દેખાવા લાગી.

સૌથી પહેલા અમેરિકાના ૩૦ માં રાષ્ટ્પતિ રહ્યા કેલ્વિન કુલિજની પત્ની ગ્રેસ કુલીજએ વ્હાઈટ હાઉસમાં અબ્રાહમ લિંકનની આત્માનો અનુભવ કર્યો હતો. એમનું કહેવું હતું કે એમને આભાસ થયો કે વ્હાઈટ હાઉસના ઓવલ ઓફિસની બારીની પાસે અબ્રાહમ લિંકન ઉભા છે. આના સિવાય એમને ઘણી વખત એવું પણ લાગ્યું કે લિંકન એમની આજુબાજુમાં જ બેઠા છે. આ રહસ્યમય ઘટનાઓથી એ ઘણી ડરી ગઈ હતી.

કહેવામાં આવે છે કે નેધરલેંડની મહારાણી વ્હિલમિનાએ પણ વ્હાઈટ હાઉસમાં અબ્રાહમ લિંકનની આત્માને જોઈ હતી. હકીકતમાં અમેરિકાની યાત્રા દરમ્યાન તે એક વખત વ્હાઈટ હાઉસમાં રોકાઈ હતી. ત્યારે મોડી રાત્રે એમને લાગ્યું કે કોઈકે એમનો દરવાજો ખખડાવ્યો. આના પછી જયારે એમણે જઈને દરવાજો ખોલ્યો તો અબ્રાહમ લિંકનને સામે જોયા. આ જોઇને એ એકદમ ગભરાઈ ગઈ. એ સમયે એમના મોઢામાંથી અવાજ પણ નીકળી ન હતો રહ્યો.

આટલું જ નહિ, બ્રીટનના એક પૂર્વ રાષ્ટ્પતિ એ પણ વ્હાઈટ હાઉસમાં અબ્રાહમ લિંકનની આત્માને જોઈ ચુક્યા છે. એ એક વખત અમેરિકા આવ્યા હતા ત્યારે વ્હાઈટ હાઉસમાં રોકાયા હતા. આ સમય દરમ્યાન જયારે એ બાથરૂમ માંથી નાહીને પાછા આવ્યા તો એમણે જોયું કે રૂમમાં સગડી સળગતી હતી અને ત્યાં પાસે અબ્રાહમ લિંકન બેઠા હતા. આ ઘટનાઓ આજે પણ લોકોને ધ્રુજાવે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment