ફરાળી પટેટો ખીચડી – હવે જયારે પણ ઘરમાં કોઈને ઉપવાસ હોય ત્યારે બનાવજો આ સ્વાદિષ્ટ ખીચડી…..

2110

ફરાળી પટેટો ખીચડી

ક્યારે પણ કોઈ વ્રત હોય. ફરાળમાં પેહલું નામ આવે ફરાળી ખીચડી નું. જે બનાવવામાં પણ ખુબ જ સરળ છે અને ગમે એટલા લોકો માટે બનાવવી હોય ખુબ જ જલ્દી થી બની જાય છે.

સાથે જ ફરાળી ખીચડી આ રીતથી બનાવશો તો ખુબ જ સ્વાદિષ્ટ બનશે. તેમજ બાળકો ને પણ ખુબ જ પસંદ આવશે.

તો ચલો બનાવીએ ફરાળી બટેટાની ખીચડી.

સામગ્રી:

૨ નંગ બાફેલા બટાકા,

૧/૨ બાઉલ સિંગદાણા નો ભુક્કો,

૧ ગ્લાસ છાસ,

૨ નંગ લીલા મરચા,

૧ ચમચી તલ,

૧ નંગ લાલ સુકું મરચું,

૧/૨ ચમચી જીરું,

૭-૮ પાન લીંબડો,

૨ ચમચી તેલ,

સ્વાદ મુજબ

નમક,

મરચું પાઉડર

સજાવટ માટે

કોથમરી,

તલ

રીત:

સૌપ્રથમ આપણે લઈશું સામગ્રીઓ જેમાં આપણે બટાકા લઈશું. ત્યારબાદ લઈશું ખાટી છાસ, ત્યાર બાદ સિંગદાણાનો બારીક ભુક્કો લઈશું. તૈયાર ના હોય તો મિક્ષ્ચરમાં સિંગદાણા પીસીને પણ બનાવી શકાય છે.ત્યાર બાદ લઈશું લીલા મરચાના કટકા. અને લઈશું તલ, લાલ સુકું મરચું અને લીંબડો.હવે આપણે લઈશું બટાકા જેને આપણે છાલ કાઢી અને બાફવા મુકીશું. બાફવામાં તમે ચાહો તો નમક ઉમેરી શકો છો. જો બાફવામાં નમક ઉમેર્યું હોય તો એ બટાકામાં સારી રીતે ભળી જાય છે. ત્યાર બાદ બાફેલા બટાકાને ઠારવા માટે મૂકી દઈશું. ઠરી જાય એટલે તેને મસળી લેવા.હવે એક લોયામાં તેલ ગરમ કરવા માટે મુકીશું તેમ ગરમ થઇ જાય એટલે તેમાં લીંબડો, લાલ મરચું, લીલા મરચા અને તલ ઉમેરી વઘાર તૈયાર કરી લેવો.ત્યારબાદ મરચા શેકાય ગયા બાદ તેમાં ઉમેરીશું સિંગદાણાનો ભુક્કો. તમને પસંદ હોય તો સાથે જ તલનો પણ ભુક્કો કરી ઉમેરી શકો છો.ત્યાર બાદ ચમચા વડે બધું જ મિક્ષ કરી ધીમી આંચ ઉપર ચડવા દેવું. જેથી બધું સરખું શેકાય જાય.ત્યાર બાદ તેમાં ઉમેરીશું બટાકા. જેને આપણે ધીમી આંચ ઉપર જ બધું મિક્ષ કરતા રેહવું જેથી મસાલો નીચે બેસી ના જાય.ત્યાર બાદ તેમાં છાસ ઉમેરીશું. ખીચડી ખાટી કરવી હોય તો ખાટી છાસ ઉમેરવી નહિતર મોળી. અથવા થોડા પાણી નો પણ ઉપયોગ કરી શકો છો.ત્યાર બાદ સ્વાદ મુજબ મરચું પાઉડર ઉમેરીશું અને નમક જેમાં સિંધાલુ ફરાળી નમકનો ઉપયોગ કર્યો છે.ત્યાર બાદ બધા જ મસાલાઓ મિક્ષ કરી તેને ધીમી આંચ ઉપર ચડવા દો. ખીચડી થઇ જાય ત્યાં સુધી તેને ચમચા વવડે ચલાવતા રેહવું.તો ગરમ ગરમ ખીચડીને પ્લેટમાં કાઢી તેમાં કોથમરી અને તલથી સજાવી સેર્વ કરો. તો તૈયાર છે ગરમા ગરમ અને મસાલેદાર ફરાળી પટેટો ખીચડી.

નોંધ:

ખીચડીમાં નમકની જગ્યા પર સિંધાલુ નમકનો પણ ઉપયોગ કરી શકાય છે. તે ફરાળી નમક છે.

ફરાળી ખીચડીમાં તમે સાબુદાણા પણ ઉમેરી શકો છો.

તેમજ ખીચડી ખાટી કરવી હોય તો થોડું દહીં પ ઉમેરી શકાય છે. આ ખીચડી ખાટી મીઠી જ સરસ લાગે છે.

અને ખાટું બિલકુલ પસંદ ના હોય તો પાણી માં પણ બનાવી શકાય છે.

તેમજ વધારે ટેસ્ટી કરવી હોય તો આદું મરચા ની પેસ્ટ, વગેરે જેવી વસ્તુઓ ઉમેરી શકો છો.

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment