બે દિવસ પહેલા જ રજાઓ વિતાવીને આવ્યા હતા રમેશ, પુલવામા હુમલામાં ગુમાવ્યું જીવન…

92

પુલવામામાં આતંકી હુમલા બાદ શહીદોના પરિવારોની જે કહાનીઓ સામે આવી રહી છે તેમાંથી એક કહાની  વારાણસીના એક વિસ્તારની છે જે વારાણસીથી સ્વયં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાંસદ છે. વારાણસીના તોહફાપુર ગામના રમેશ યાદવ આ હુમલામાં શહીદ થઇ ગયા. રમેશ શહીદ થયો છે તેવી ખબર મળતા જ આખા ગામમાં માતમ છવાઈ ગયો.

રમેશ તેની પાછળ ઘરડા માં અને બાપ, પત્ની અને એક દોઢ વર્ષના દીકરાને છોડી ગયા. હેરાનીની વાત તો એ છે કે ઘટનાના બીજા દિવસે પણ વારાણસીના કોઈ અધિકારી શહિદના પરિજનોના આંસુ લુછવા ન આવ્યું.

વારાણસીના ચોબેપુર ક્ષેત્રના તોહફાપુર ગામના 26 વર્ષના રમેશ યાદવ પણ તે 40 શહીદોમાંથી એક છે જેની નોકરી સીઆરપીએફ માં ત્રણ વર્ષ પહેલા લાગી હતી. તે સીઆરપીએફ ની 61મી બટાલીયનમાં સિપાહીના પદ પર હતા.

સહીદ રમેશ 12 ફેબ્રુઆરી એટલે કે 2 દિવસ પહેલા જ રજાઓ વિતાવીને ડ્યુટી કરવા જમ્મુ કશ્મીર ગયા હતા પણ પરિવારને શું ખબર હતી કે આ વખતે પોતાના ગામ આવવું રમેશનું અંતિમ આવવું હશે. રમેશ પોતાની પાછળ ઘરની જવાબદારી છોડીને છે, જેને કોઈ પાળવાવાળુ નથી.

શહીદ રમેશની જવાન પત્ની, દોઢ વર્ષનો દીકરો અને ઘરડા માં બાપ પણ છે. તેનો એક બેરોજગાર ભાઈ પણ છે. ઘરમાં કમાવવાળા રમેશ એકલા હતા. તેના પિતા પણ ગામમાં બીજાના ખેતરોમાં ખેતમજુરી કરે છે. તે ઈચ્છે છે કે સરકાર તેની મદદ કરે અને આતંકીઓ પર કડક કાર્યવાહી કરે.

શહીદોના પ્રતિ શાસન પ્રશાશન કેટલો સંવેદનશીલ છે, આનો અંદાજ પીએમ મોદીના સંસદીય ક્ષેત્રના શહીદ રમેશ યાદવથી જ લાગી જાય છે. ઘટનાનો એક દિવસ વીતવા છતાં પણ સહીદ પરિવારના આંસુ લુછવા ન તો કોઈ અધિકારીઓ આવ્યા ના ઈન જનપ્રતિનિધી જયારે ઈલાકાના વિધાયક અને યુપીમાં મંત્રી અનીલ રાજભર છે અને બીજેપી યુપી અધ્યક્ષ ડો.મહેન્દ્રનાથ પાંડેય અહીયાના સાંસદ છે. આ વિસ્તાર વારાણસીના શિવપુર વિધાનસભામાં આવે છે પણ સંસદીય ક્ષેત્ર ચંદોલી લાગે છે.

નોંધપાત્ર છે કે જમ્મુ કશ્મીરના પુલવામામાં ગુરુવારે બપોરે જવાનો પર મોટો આત્મઘાતી હુમલો થયો હતો. આ હુમલામાં 40 જવાન શહીદ થઈ ગયા. હુમલો ત્યારે થયો જયારે સુરક્ષાબળોનો કાફલો જમ્મુ થી શ્રીનગર જઈ રહ્યો હતો. ત્યારે એક આત્મઘાતી, એકસ્પ્લોસિવ વસ્તુથી ભરેલી ગાડી આવી આવી અને બસથી ટકરાઈ ગઈ. કાર ટકરાતા જ બસ એક ધમાકાથી ઉડી ગઈ.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment