ફક્ત ડાયાબીટીસ જ નહિ પરંતુ આ બીમારીઓ માટે પણ રામબાણ ઈલાજ છે જાંબુ…

20

ચોમાસું શરુ થઇ ગયું છે આ ઋતુમાં એક ફળ જે બઝારમાં ખુબ જ નજરે આવે છે તે છે જાંબુ. ખાતા મીઠા સ્વાદવાળા આ ફળને ખાવાના ખુબ જ ફાયદા છે પણ વધારે લોકોણે લાગે છે કે આ ફળના સેવનનો લાભ ફક્ત ડાયાબીટીસના દર્દીઓને જ થાય છે. પણ આજે અમે તમને જણાવીએ કે ગુણોથી ભરેલા જાંબુ દરેક માટે ફાયદાકારક છે. આગળ જાણો કે આ ફળનું સેવન કઈ બીમારી માટે રામબાણ ઈલાજ છે.

હદયનું રાખે ધ્યાન

સ્વસ્થ રહેવા માટે જરૂરી છે કે રોજ એક ફળનું સેવન જરૂર કરવામાં આવે અને જો આ ફળ મોસમી છે તો ખુબ જ સારું છે. વરસાદના મૌસમમાં જો નિયમિત રૂપથી જાંબુનું સેવન કરવામાં આવે તો તેમાં રહેલા ઈંથોસાઈનીડીસ, એલેજીએક એસીડ અને એંથોસાયનીંસ જેવા તત્વ હદયની ઘણી બધી બીમારીઓથી બચાવ કરે છે. તે ઉપરાંત પોટેશિયમની પ્રચુર માત્રા હોય છે જે તણાવ અને ઊંચા રક્તચાપની સમસ્યાથી પણ આપણે બચાવે છે.

દાંતોની સમસ્યાનું પણ કરો નિદાન

જાંબુનું ફળ જ નહિ પરંતુ તેના પાંદડાઓમાં પણ ગુણકારી તત્વ હોય છે જે આપણા શરીરને લાભ પહોચાડે છે. જાંબુના પાંદડામાં એંટીબેકટીરીયલ ગુણ હોય છે જે પેઢાઓની બીમારી માટે ફાયદાકારક હોય છે. જો તેના પાંદડાઓને બાળીને અને તેનો પાવડર બનાવીને તેનો દાંતને સાફ કર્યું તો દાંતોમાં થવાવાળા સંક્રમણથી બચાવ કરે છે. જાંબુના ઝાડની છાલની કાઢો બનાવીને તેના પ્રયોગથી મોઢાની બદબૂથી છુટકારો મળે છે.

પેટની સમસ્યા

જાંબુ ખાવાથી પેટની ઘણી બધી બીમારીઓથી રાહત મળે છે. જે લોકોને ભૂખ લાગવાની ફરિયાદ છે તો તે લોકોને જાંબુનું સેવન સેંધાલુ મીઠું સાથે કરવું જોઈએ. કબજિયાત થવા પર અથવા પેટની કોઈ પણ બીમારીમાં તેને ખાવાથી લાભ થાય છે. ત્યાં સુધી કે જાંબુની ગોઠલીને પીસીને તેનું સેવન તમે કોઈ પણ મૌસમમાં કરી શકો છો.

ગુણકારી જાંબુના પણ છે કેટલાક નુકશાન

જાંબુનું સેવન દરેક રીતે ફાયદેમંદ છે પણ કેટલીક વાતોનું ધ્યાન પણ રાખવુ જરૂરી છે. જેમ કે જાંબુને ક્યારેય ખાલી પેટ ન ખાવા જોઈએ. ધ્યાન રહે કે જાંબુ ખાધા બાદ તરત બાદ દૂધનું સેવન ન કરવું જોઈએ અને દિવસભર માં બે સો ગ્રામથી વધારે આ ફળને ખાવું જોઈએ નહિ. જો આ બધી સાવધાનીઓ સાથે જાંબુ ખાવામાં આવે તો આ ફળ ગુણોનો ભંડાર છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment