ફક્ત 5 મીનીટમાં કરો પંચદેવોની પૂજા, અને મેળવો સુખ સમૃદ્ધિના આશીર્વાદ….

14

સનાતન ધર્મની પરંપરામાં પ્રત્યક્ષ દેવતા સૂર્ય, પ્રથમ પૂજ્ય ભગવાન શ્રી ગણેશ, દેવી માતા દુર્ગા, દેવાધિદેવ ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુને પંચદેવ કહેવામાં આવે છે. સનાતન પરંપરામાં આસ્થા કે શ્રદ્ધા રાખનાર વ્યક્તિએ આ દરેકની પૂજા ચોક્કસ અનિવાર્ય રૂપથી કરવી જોઈએ. એવી માન્યતા છે કે દરરોજ પૂજા કરતી વખતે કે પૂજા દરમ્યાન આ પંચદેવનું ધ્યાન અને તેના મંત્રનો જાપ કરનાર કોઇપણ વ્યક્તિ પર આ પંચદેવાની કૃપા અને આશીર્વાદ અવશ્ય મળતા રહે છે. અને તેના ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ ધન લક્ષ્મી વૈભવ એશો આરામ સદાય રહે છે.

જો તમે કોઈ કારણોસર સમયના અભાવે સનાતન ધર્મની પરંપરાનાઆ પંચદેવોની પૂજાચોક્કસ વિધિ વિધાનથી ન કરી શકતા હો તો તમે ફક્ત તેના મંત્રોનાશુદ્ધમંત્રોચ્ચારકરીને પણ આ પંચદેવોને પ્રસન્ન કરી તેની કૃપા મેળવી શકો છો.

પંચદેવોના પૂજા મંત્ર વિષે વિગતવાર જાણકારી

પંચદેવતાને પંચભૂતોના સ્વામી કહેવામાં આવે છે. તેમાં સૌ પ્રથમ જેની પૂજા થાય છે તેવા શ્રી ગણપતિજી જળ તત્વના સ્વામી કે આધિપતિ દેવછે. જેથી સૌ પ્રથમ શ્રી ગણેશજીની પૂજા કરવામાં આવે છે.

શ્રી ગણેશજીનું ધ્યાન અને તેનો મંત્ર

प्रात स्मरामि गणनाथमनाथबन्धुं सिन्दूरपूरपरिशोभितगण्डयुग्मम्।

उद्दण्डविघ्नपरिखण्डनचण्डदण्ड माखण्डलादिसुरनायकवृन्दवन्द्यम्।।

ભગવાન શ્રી વિષ્ણુ આકાશ તત્વના સ્વામી કે આધીપતીદેવ છે.જેથી તેમની સાધના ઉપાસના શબ્દો દ્વારા એટલે કે તેના મંત્રો વગેરેના માધ્યમથી કરવાનું વિધાન છે.

શ્રી વિષ્ણુ ભગવાનનું ધ્યાન અને તેનો મંત્ર

प्रात स्मरामि भवभीतिमहार्तिनाशं नारायणं गरुडवाहनमब्जनाभम्।

महाभिभृतवरवारणमुक्तिहेतुं चक्रायुधं तरुणवारिजपत्रनेत्रम्॥

ભગવાન શિવ શંકર પૃથ્વી તત્વના સ્વામી કે આધિપતિ દેવ છે. જેથીપંચદેવોમાં તેમની સાધના ઉપાસના પૂજાશિવલિંગના સ્વરૂપે કરવાનું વિધાન છે.

શ્રી શિવ શંકર ભગવાનનું દયાન અને તેનો મંત્ર

प्रात स्मरामि भवभीतिहरं सुरेशं गङ्गाधरं वृषभवाहनमम्बिकेशम् ।

खट्वाङ्गशूलवरदाभयहस्तमीशं संसाररोगहरमौषधमद्वितीयम् ॥

દેવી માં દુર્ગા અગ્નિ તત્વના સ્વામીની કે આધીપતિ દેવી છે. જેથી શક્તિની સાધના ઉપાસના અગ્નિકુંડના હવન વગેરેના માધ્યમ દ્વારા કરવાનું વિધાન છે.

શ્રી દેવી દુર્ગા માતાનું ધ્યાન અને તેનો મંત્ર

प्रात स्मरामि शरदिन्दुकरोज्ज्वलाभां सद्रत्नवन्मकरकुण्डलहारभूषाम् ।

दिव्यायुधोर्जितसुनीलसहस्त्रहस्तां रक्तोत्पलाभचरणां भवतीं परेशाम् ।।

પ્રત્યક્ષ દેવતા ભગવાન સૂર્યદેવ વાયુ તત્વના સ્વામી કે આધિપતિ દેવ છે. જેથી તેમની પૂજા પવિત્ર જળથી અર્ધ્ય આપીને તેમજ નમસ્કાર કરીને તેના દ્વારા તેની સાધના ઉપાસના કરવાનું વિધાન છે.

પ્રત્યક્ષ દેવતા શ્રી સૂર્યદેવનું ધ્યાન અને તેનો મંત્ર

प्रात स्मरामि खलु तत्सवितुर्वरेण्यं, रूपं हि मण्डलमृचोअथ तनुर्यन्जूषि।

सामानि यस्य किरणा: प्रभावादिहेतुं, ब्रह्माहरात्मकमलक्ष्यमचिन्त्यरूपम्।।

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment