ફક્ત પાંચ કે દસ મીનીટમાં કરો પંચદેવોની પૂજા અને મેળવો તેમના સુખ સમૃદ્ધિના આશીર્વાદ….

95

આપણી સનાતન પરંપરામાં પ્રત્યક્ષ દેવતા સૂર્ય, પ્રથમ પૂજ્ય ભગવાન શ્રી ગણેશજી, દેવી દુર્ગા માતા, દેવાધિદેવ મહાદેવ ભોળીયાનાથ શંકર અને અનેલક્ષ્મીપતિ ભગવાન શ્રી વિષ્ણુ, પંચદેવ કહેવાય છે. આપણી સનાતન પરંપરામાં આસ્થા, શ્રદ્ધા, વિશ્વાસ રાખનાર તમામ વ્યક્તિએ આ દરેક પંચદેવનીઅનિવાર્યપણેઅવશ્ય પૂજા કરાવી જોઈએ. એમ માનવામાં આવે છે કે દરરોજ પૂજા કરતી વખતેપંચદેવોનું ધ્યાન અને મંત્ર જાપ કરનાર વ્યક્તિ ઉપર આ દરેક પંચદેવની કૃપા વરસતી રહે છે. અનેતે વ્યક્તિના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો નિવાસ રહે છે. જો તને કોઈ કારણોસર સમયનાઅભાવે આપંચદેવોનીપૂજા કોઈ વિધિ વિધાનથી કરી શકતા નથી તો તમે તેના મંત્રો દ્વારા તેમનેપ્રસન્ન કરી તેમનીકૃપા મેળવી શકો છો.

પંચદેવતાપંચમહાભુતોના સ્વામી છે.

૧.)  રિદ્ધિ-સિદ્ધિના દાતા શ્રી ગણપતિજી જળ તત્વના અધિપતિ સ્વામી છે. જેથી સૌથી પહેલા તેની પૂજા કરવામાં આવે છે.

રિદ્ધિ-સિદ્ધિના દાતા શ્રી ગણેશજીનો ધ્યાન મંત્ર.

प्रात: स्मरामि गणनाथमनाथबन्धुं सिन्दूरपूरपरिशोभितगण्डयुग्मम्।

उद्दण्डविघ्नपरिखण्डनचण्डदण्ड – माखण्डलादिसुरनायकवृन्दवन्द्यम्।।

૨.) ભગવાન શ્રી વિષ્ણુ પંચમહાભુતોમાં આકાશ તત્વના સ્વામી છે. જેથી તેમની સાધના શબ્દો એટલે કે મંત્રો વગેરે દ્વારા કરવાનું સુચન કરવામાં આવે છે.

શ્રીલક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુનો ધ્યાન મંત્ર.

प्रात: स्मरामि भवभीतिमहार्तिनाशं नारायणं गरुडवाहनमब्जनाभम्।

महाभिभृतवरवारणमुक्तिहेतुं चक्रायुधं तरुणवारिजपत्रनेत्रम्॥

૩.) શ્રી ઉમા-પાર્વતીપતિ ભગવાન શ્રી શંકર ભોલેનાથ પૃથ્વી તત્વના સ્વામી છે. પંચદેવોમાં તેમની શિવલિંગના સ્વરૂપમાં પૂજા અર્ચના કરવાનું વિધાન છે.

ભગવાન શ્રી શિવશંકર ભોલેનાથનો ધ્યાન મંત્ર.

प्रातः स्मरामि भवभीतिहरं सुरेशं गङ्गाधरं वृषभवाहनमम्बिकेशम् ।

खट्वाङ्गशूलवरदाभयहस्तमीशं संसाररोगहरमौषधमद्वितीयम् ॥

૪.) અગ્નિ તત્વના સ્વામીની દેવી દુર્ગા માતા છે.જે એક શક્તિ છે. માટે શક્તિની સાધનાઅગ્નિ કુંડના હોમ-હવનના માધ્યમ દ્વારાકરવાનું સુચન કરવામાં આવે છે.

શ્રીદેવી દુર્ગા માતાનોધ્યાન મંત્ર.

प्रात: स्मरामि शरदिन्दुकरोज्ज्वलाभां सद्रत्नवन्मकरकुण्डलहारभूषाम् ।

दिव्यायुधोर्जितसुनीलसहस्त्रहस्तां रक्तोत्पलाभचरणां भवतीं परेशाम् ।।

૫.) પ્રત્યક્ષ દેવતા ભગવાન સૂર્યદેવ વાયુ તત્વના સ્વામી છે. જેથી તેમનેપવિત્ર જળથી અર્ધ્ય આપી નમસ્કાર કરી તે માધ્યમ દ્વારા તેનીસાધનાકરવાનુંસુચનકરવામાંઆવેલછે.

સાત ઘોડાના રથના સ્વામી પ્રત્યક્ષ દેવતા ભગવાન શ્રીસૂર્યનારાયણનો ધ્યાન મંત્ર.

प्रातः स्मरामि खलु तत्सवितुर्वरेण्यं, रूपं हि मण्डलमृचोअथ तनुर्यन्जूषि।

सामानि यस्य किरणा: प्रभावादिहेतुं, ब्रह्माहरात्मकमलक्ष्यमचिन्त्यरूपम्।।

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment