Facebook F8 Secret Crush થી લઈને Instagram સુધી, જાણો કોન્ફરન્સની બધી જ વાતો…

6

facebook એ ગયા વર્ષની જેમ આ વર્ષે પણ facebook ડેવલપર્સ કોન્ફરન્સમાં ઘણી જાહેરાત કરી છે. આ વખતના ડેવલપર્સ કોન્ફરન્સનું મુખ્ય ફોકસ પ્રાઈવેસી પર રહ્યું છે. આ વખતે facebook ના સંસ્થાપક માર્ક જુકરબર્ગે ડેટા પ્રાઈવેસીને લઈને ઘણી મોટી વાતો કહી છે, જેમાં facebook ના ડિજાઈનમાં ફેરફાર અને નવા ફીચર્સ જોડવાની વાત શામેલ છે.

તમને જણાવી દઈએ કે આ લગભગ એક સંયોગ જ છે કે ગયા વર્ષે આજના દિવસે જ whatsapp ના સહ-સંસ્થાપક જેન કુમે રાજીનામુ આપ્યું. માર્ક જુકરબર્ગે આ કોન્ફરન્સમાં oculus quest અને Rift S વર્ચ્યુઅલ રીયાલીટી હેડસેટના વિશે પણ જણાવ્યું છે. ચાલો, જાણીએ આ વખતના ડેવલપર્સ કોન્ફરન્સમાં થનારી મોટી જાહેરાત વિશે..

facebook dating

facebook dating ફીચરને ગયા વર્ષે f8 માં રજુ કરવામાં આવ્યું હતું. આ ફીચરમાં હવે ૧૪ દેશોમાં શરુ કરવામાં આવશે. facebook dating માં એક નવું secret crush ફીચર જોડવામાં આવ્યું છે. જેમાં તમે પોતાના ફ્રેન્ડ લીસ્ટમાં એક સિક્રેટ લીસ્ટ બનાવી શકો છો. જો કોઈ તમને પોતાના સિક્રેટ લીસ્ટમાં એડ કરે છે તો તમારે facebook નોટીફાઈ કરશે. આ ફીચર દ્વારા તમે પોતાના ક્રશની સાથે ડેટિંગ કરવા માટે અપ્વાંટમેંટ પણ બુક કરી શકશો.

facebook Redisign

માર્ક જુકરબર્ગે facebook ના નવા અપડેટને FB5 નામ આપ્યું છે. આ અપડેટમાં ગ્રુપ્સ અને ઈવેન્ટ્સ પર ફોકસ કરવામાં આવ્યું છે. જો તમે કોઈ પણ ગ્રુપ જોઈન્ટ કરો છો તો તમારે પર્સનલાઈજ્ડ ન્યુજ ફીડ મળશે જે માત્ર તમારા મિત્રો અને ઓળખાળવાળા સુધી જ સીમિત હશે. તેના સિવાય ગ્રુપમાં તમારે ઇંટેકસનનો પણ ઓપ્શન મળશે.

આ પર્સનલાઈજ્ડ ન્યુજ ફીડ સિવાય તમારે meet new friend નું ઓપ્શન મળશે જેમાં અજાણીતા લોકો મળશે. જેના કારણે તમારે મિત્રોને શોધવામાં સરળતા રહેશે.

તેના સિવાય નજીકમાં જ થઇ રહેલ ઈવેન્ટ્સની પણ જાણકારી મળશે. આ ફીચરને એન્ડ્રોઈડ અને આઈઓએસ યુજર્સ માટે ટુક સમયમાં રોલ આઉટ કરવામાં આવશે. જયારે, ડેસ્કટોપ યુજ્રસે માટે આ ફીચર આગલા અમુક મહિનામાં રોલ આઉટ કરવામાં આવશે.

instagram નવા ફીચર્સ

facebook f8 ડેવલપર્સ કોન્ફરન્સ દરમિયાન જુકરબર્ગે instagram માટે પણ અમુક જાહેરાત કરી છે. instagram ના કેમેરા ઇન્ટરફેસમાં યુજર્સને હવે create mode નું ઓપ્શન મળશે. આ ફીચરની મદદથી ફોટાઓમાં કોઈ પણ કન્ટેન્ટ જોડવામાં સરળતા મળશે. જેના કારણે ફોટાને વધુ સારી રીતે શેર કરી શકાશે. instagram દ્વારા શોપિંગ માટે પણ નવા ફીચર્સ જોડવામાં આવ્યા છે. જેની મદદથી યુજર્સ એપ દ્વારા કોઈ પણ પ્રોડક્ટને પસંદ આવતા ખરીદી શકશે. યુજર્સને અલગથી કોઈ એપમાં રીડાયરેક્ટ કરવામાં આવશે નહી.

instagram ના એક વધુ નવા પ્રાઈવેસી ફીચરનું ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. આ ફીચરની મદદથી કોઈ પણ યુજર્સના ફીડથી લાઈકને હાઈડ કરી નાખવામાં આવશે. આ ફીચરનું ટ્રાઈલ હાલમાં કેનેડામાં કરવામાં આવી રહ્યું છે. આ ફીચરની મદદથી instagram પર શેર કરવામાં આવેલ કોઈ પણ ફોટો અથવા વિડીયોમાં એ નહી દેખાય કે કેટલી લાઈક્સ મળી છે. જેનાથી યુજર્સનું ધ્યાન માત્ર ફોટો અથવા તો વિડીયો પર રહેશે, એના પર નહી હોય કે કેટલા લોકોએ શેર કર્યો છે અથવા તેને કેટલી લાઈક્સ મળશે. આ ફીચર પ્રાઈવેસી પસંદ કરનાર યુજર્સને ખુબ જ ગમશે.

 facebook messenger

facebook f8 દરમિયાન માર્ક જુકરબર્ગે messenger ના પણ ફીચર્સની પણ જાહેરાત કરી છે .નવા ફીચર્સની વાત કરીએ તો messenger માં યુજર્સ હવે સ્ટેટસ મેસેજ સેટ કરી શકીએ છીએ. તેના સિવાય ફોટો શેરીંગને પણ પહેલાથી સરળ બનાવામાં આવ્યું છે. સૌથી અહમ વાત એ છે કે messenger ની સાઈજ ખુબ જ ઓછી રાખવામાં આવી છે. આ નવા messenger ને ડેસ્કટોપ માટે પણ લોન્ચ કરવામાં આવશે.

messenger ને ફાસ્ટ અને લાઈટ બનાવામાં આવશે જેને લાઈટ સ્પીડ કહેવામાં આવશે.

નવા messenger માં ઇનક્રીપશનને ડીફોલ્ટ કરવામાં આવેલ છે જેના કારણે ડેટા પ્રાઈવેસી ચાલુ રહેશે.

ક્લોજ ફ્રેન્ડ અને ફેમેલીના જ કન્ટેન્ટ દેખાશે.

messenger પર ચેટ કરતી વખતે એક જ વિડીયોને બંને લોકો એકસાથે જોય શકશે.

oculus rift s અને oculus quest

facebook ના વર્ચ્યુઅલ રીયાલીટી હેડસેટ oculus rift s અને oculus quest નું વેચાણ ૧૨ મેં થી શરુ થશે. તેને એકસાથે ૨૨ દેશોમાં વેચવામાં આવશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment