ફેસબુક પર લાઈવ થઈને 199 કિમી પ્રતિ ઝડપે ચલાવી બાઈક, અને એક સેકન્ડની ચૂક અને અંધકાર અંધકાર…

27

ઝડપથી વાહન બાઈક ચલાવતા ઘણા યુવાનો દુર્ઘટનાઓના શિકાર બની જાય છે પણ હાલમાંજ થયેલી એક ઘટનાએ બધાને હલાવીને રાખી દીધા. હકીકતમાં ફેસબુક લાઇવની મસ્તીએ બાઈક પર સવાર બે યુવાનોનું મોત થયું હતું. ઘટના છતીસગઢના કાંકેરમાં ઘટેલી છે. ખબર છે કે 199 કિમી પ્રતિ કલાકની ઝડપે બાઈક પર સવાર બે યુવકો ફેસબુક પર લાઇવ હતા. તેને જોવાવાળાએ તેને ચેતવણી પણ આપી હતી પણ તેના મસ્તી કઈક એવી રીતે ચડેલી હતી કે તે ક્યાં કોઈને સંભાળવાના હતા.

ફેસબુક લાઇવમાં બંને એવા ખોવાયેલા હતા કે સામેથી આવેલી બસનું પણ તેને ખબર નથી પડતી. બાઈકની ઝડપ 199 કિમી પ્રતિ કલાકની હતી જયારે વિરુદ્ધ દિશામાંથી આવી રહેલી બસ પણ ઘણી સ્પીડ હતી. તેથી એક ટક્કરની સાથે બાઈકના ચીથરે ચીથરા ઉડી ગયા. ઘટનાસ્થળ પર જ એક યુવાનનું મૃત્યુ થઇ ગયું જયારે બીજા યુવકને હોસ્પિટલ લઇ ગયા બાદ મૃત્યુ થયું.

બસ્તરના રહેવાવાળા બંને યુવકોની ઓળખાણ મનીષ કુમાર અને મુરલી નિષાદ થઇ છે. મનીષ બાઈક ચલાવે છે જયારે મુરલી પાછળ બેસીને ફેસબુક પર લાઇવ હતો અને લોકોને ઝડપી સ્પીડના રોમાંચ વિશે જણાવી રહ્યો હતો. બાઈક ચલાવી રહ્યા મનીષનું ધ્યાન વારે વારે ફેસબુક લાઇવ પર જઈ રહ્યું હતું. બસ આજ ભૂલ થઇ ગઈ અને સામેથી આવી રહેલી બસે તેને ટક્કર મારી દીધી.

જયારે બસ ચાલકે ઈમરજન્સી બ્રેક લગાવીને ઘટનાને ટાળવાની સંપૂર્ણ પ્રયત્ન કર્યો હતો. આના લીધે બસમાં બેઠેલા યાત્રીકોને પણ ઈજા થઇ. આ ઘટનાને લઈને હાલ સામાન્ય લોકો ખુબ જ ગુસ્સે છે. લોકોનું માનવું છે કે આવી રીતે જીવન જોખમમાં નાખીને ફેસબુક અથવા સોશ્યલ મીડિયા પર લાઇવ કરવું ખુબ જ ખરાબ બાબત છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment