ફેસબુક પર આવ્યું દીકરીના બાપ પર દિલ, પતિને તલાક આપીને દોડી આવી સાત સમંદર પાર, અને મેળવી લીધો પ્રેમ…

74

પ્રેમનું જુનુન જયારે કોઈના માથા પર ચડી જાય છે તે ધર્મ મઝહબ શું સાત સમંદર પણ પાર કરી જાય છે. આવું જ કઈક પંજાબના જાલંધરમાં જોવા મળ્યું. જ્યાં એક વિદેશી મહિલાને એક દીકરીના પિતા સાથે પ્રેમ થઇ ગયો અને તેને લગ્ન કરવા માટે તેના પતિને તલાખ આપી દીધો.

હવે તમે વિચારી રહ્યા હશો કે શું એવું પણ થઇ શકે છે. અરે જનાબ આવું થઇ ચુક્યું છે. પોલેન્ડની રહેવાવાળી એક મહિલાને ભારતના શામથી પ્રેમ થઈ ગયો. આ પ્રેમને નિભાવવા માટે છોકરીએ એક એવું પગલું ઉપાડ્યું જેને જાણીને તમે હેરાન રહી જશો.

બંનેની મુલાકાત ફેસબુક પર થઇ હતી ત્યાર બાદ બંને ઓનલાઈન ચેટ કરવા લાગ્યા. સમય વીતતો ગયો અને દોસ્તી પ્રેમમાં બદલી ગઈ. આ મહિલાએ જયારે શામને લગ્નની વાત કરી તો તેને ના પાડી દીધી પણ બાદમાં તે ઇવોના સાથે લગ્ન કરવા માટે રાજી થઇ ગયો.

શામની 10 વર્ષની દીકરી છે જેની માતાનું નિધન પહેલા જ થઈ ચુક્યું છે. જયારે ઇવોનાને પ્રેમને નિભાવવા માંતેર પોતાના પતિને તલાખ આપી દીધો અને લગ્ન માટે ભારત આવી ગઈ. જાણકારીના જણાવ્યા અનુસાર આ આખી ઘટના કીલ્લોરના ગન્ના ગામની છે. આ બંનેએ ગુરુદ્વારામાં લગ્ન કર્યા. ઇવોનાની પણ 18 વર્ષની એક દીકરી છે. લગ્ન પછી એ બંને ખુબ જ ખુશ છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment