ફેસબુક લાઈવ સ્ટ્રીમીંગની નીતિમાં થયો ફેરફાર, નિયમ તોડવા પર અકાઉંટ થઇ જશે બંધ…

6

ફેસબુકે ન્યુઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચની બે મસ્જીદોમાં થયેલા આતંકી ઉમલાના લાઈવ સ્ટ્રીમીંગ ઘટના પરથી સબક મેળવતા હવે લાઈવ સ્ટ્રીમીંગ અને શેરીંગને રોકવા માટે વન સ્ટ્રાઈક નીતિ બનાવી છે. ફેસબુકે કહ્યું કે ફેસબુકના લાઈવ સ્ટ્રીમીંગ ફીચરની નીતિ તોડનાર પર કંપની પ્રતિબંધ લગાડશે. તેના સિવાય જો કોઈ યુજારે પોતાના ફેસબુક વોલ પર કોઈ હિંસક વિડીયોની લાઈવ સ્ટ્રીમીંગ કરી છે, તો હવે આ ફીચરનો બીજીવાર ઉપયોગ નહી કરી શકે. ક્રાઈસ્ટચર્ચમાં થયેલા આતંકી હુમલામાં ૫૦ લોકોની મૃત્યુ થયું હતું.

ફેસબુક ‘ઈન્ટીગ્રીટી’ ના વાઈસ પ્રેસિડેન્ટ ગાય રોસેને જણાવ્યું કે માર્ચ મહિનામાં ક્રાઈસ્ટચર્ચમાં બે મસ્જીદો પર આતંકી હુમલાની લાઈવ સ્ટ્રીમીંગ કરવામાં આવી હતી. એટલું જ નહી, આ હિંસક વારદાતના વિડીયોને સોસીયલ મીડિયામાં ઘણા યુંજર્સે શેર પણ કર્યા હતા.

રોસેને કહ્યું કે એવામાં અમારો પ્રયત્ન છે કે આ પ્રકારની સેવાને સીમિત કરવામાં આવે જેનાથી ફેસબુકનો ઉપયોગ નફરત ફેલાવા માટે ન કરવામાં આવે. તેની માટે કંપની વન સ્ટ્રાઈક નીતિને લાગુ કરવા જઈ રહી છે. આ નીતિના લાગુ થયા પછી જો યુંજર્સે તેમાં આપેલી શરતો તોડશે તો તેના અકાઉંટ તથા ફીચર પર પ્રતિબંધ લગાડવામાં આવશે.

 ફેસબુક માટે આ પ્રકારના વિડીયો હટાવવા એક પડકાર છે

રોસેને કહ્યું કે ફેસબુક પર કોઈ યુજર જો કોઈ આતંકવાદી સંગઠનના નિવેદનની લીંક મેળવે છે, ત્યારે એ પણ ફેસબુકની નીતિનું ઉલંઘન માનવામાં આવશે. રોસેને કહ્યું કે ન્યુઝીલેન્ડમાં થયેલા આતંકી હુમલાના વિડીયોને ફેસબુકે ઘણા યુજર્સના વોલથી હટાવ્યા હતા, પરંતુ ઘણા યુંજર્સે આ આપત્તિજનક વિડીયોના એડીટેડ સંસ્કરણ શેર કરી નાખ્યા. આ પણ અમારા માટે પડકારરૂપ છે.

ફેસબુક કરી રહ્યું છે એઆઈનો ઉપયોગ

ઓસ્ટેલિયા અને ન્યુજીલેન્ડમાં નફરત ફેલાવનાર સમૂહોની ઓળખાળ કરીને તેમને પોતાના પ્લેટફોર્મથી હટાવવા માટે ફેસબુક આર્ટીફીશીયલ ઇન્ટેલીજેંસનો ઉપયોગ પણ કરી રહ્યા છે. એવા સમૂહ ફેસબુકની કોઈ પણ સેવાનો ઉપયોગ કરી શકશે નહિ. ફેસબુકે થોડા દિવસો પહેલા જાહેરાત કરી હતી કે તે શ્વેત રાષ્ટ્રવાદ અને શ્વેત અલગાવવાદ પ્રતિબંધીત કરશે. ફેસબુક અને ઈંસ્ટાગ્રામ પર આ પ્રતિબંધ લાગુ પડી જશે. ફેસબુકે અને ફોટો અને વિડીયો વિશ્લેષણ ટેકનીકમાં સુધારો કરવા માટે અમેરિકાની ત્રણ વિશ્વવિદ્યાલયની સાથે કરાર કર્યા છે. તેના માટે તે ૭૫ લાખ ડોલર (લગભગ ૫૧ કરોડ રૂપિયા) ખર્ચ કરી રહ્યા છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment