ચશ્મા પહેરતા દરેક મિત્રો માટે ઉપયોગી થશે આ ટીપ્સ…

0
585

આંખની નબળાઈના કારણે આજકાલ નાની ઉંમરના બાળકોને પણ જ નંબરવાળા ચશ્મા પહેરવા પડે છે. આંખમાં નંબર આવી જવાના અનેક કારણ હોય છે. આજે આપણે આંખના નંબર વિશે નહીં પરંતુ નંબરવાળા ચશ્મા પહેરવાથી ચહેરા પર થતી અસર વિશે ચર્ચા કરશું. લાંબા સમય સુધી ચશ્મા પહેરવાથી આંખ નીચે અને નાકની આસપાસ નિશાન પડી જતા હોય છે. આ નિશાન ચહેરાની સુંદરતાને ઘટાડી દે છે. આવા નિશાનને દૂર કેવી રીતે કરવા તે પ્રશ્ન સૌથી વધારે યુવતીઓને સતાવતો હોય છે. તો આજે તમને આ સમસ્યાના સરળ ઉપાયો પણ જણાવી દઈએસનગ્લાસ કે નંબરવાળા ચશ્મા પહેરવાથી જે નિશાન પડી જાય છે તેને દૂર કરવા માટે આપણા ઘરમાં સરળતાથી ઉપલબ્ધ વસ્તુઓનો ઉપયોગ કરી શકાય છે. ચશ્માના કારણે નાક પર પડેલા નિશાનને દૂર કરવા માટે સૌથી બેસ્ટ ઉપાય છે એલોવેરા.એલોવેરાનો ગર કાઢી અને દિવસમાં બેથી ત્રણ વખત તેને ચહેરા પર નિશાન પડ્યા હોય ત્યાં લગાવવું. 10થી 15 મિનિટ પછી ચહેરાને ઠંડા પાણીથી સાફ કરી લેવો.
બાફેલા બટેટાથી પણ આ ડાઘને દૂર કરી શકાય છે. બાફેલા બટેટાની પેસ્ટ બનાવી અને ચહેરા પરના નિશાન પર લગાવી દેવી અને 15 મિનિટ તેને સુકાવા દેવું. આ પેસ્ટને રોજ 15 દિવસ સુધી લગાવશો એટલે ચહેરા પરથી ડાઘ દૂર થઈ જશે.
કાકડી સૌદર્યવર્ધક છે તે તો આપ પણ જાણતાં હશો. આંખ નીચે થયેલા કાળા કુંડાળાને દૂર કરવા કાકડીનો ઉપયોગ કરવામાં આવે છે. તેવી જ રીતે નાકની આસપાસ થયેલા નિશાનને દૂર કરવા માટે પણ કાકડીનો પ્રયોગ કરી શકાય છે. તેના માટે કાકડીનો રસ અને લીંબુનો રસ સમાન માત્રામાં લઈ અને તેને નિશાન પર રૂની મદદથી લગાવો. આ પાણીને ચહેરા પર જ સુકાઈ જવા દો. 15 મિનિટ બાદ ચહેરો ઠંડા પાણીથી સાફ કરી લો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment