એકદમ નર્મ મુલાયમ ખાસ્તા પૂરી બનાવો અમારી આ રેસીપી જોઇને…

62

સામગ્રી

ઘઉંનો લોટ ૨ કપ (૩૦૦ ગ્રામ), દૂધનો ૧ કપ, મીઠું ૧/૨ નાની ચમચી અથવા સ્વાદ અનુસાર, અજમા ૧/૪ ચમચી, ઘી તળવા માટે.

વિધિ

સૌથી પહેલા કોઈ પણ એક વાસણમાં લોટ લો. તેમાં મીઠું, અજમાં નાખી અને થોડું થોડું તેમાં દૂધ નાખીને પૂરી જેવો નરમ અને કડક લોટ બાંધી લો. આટલો લોટ બાંધવામાં ૧ કપ દૂધનો ઉપયોગ થયો છે. હવે લોટને ૨૦ થી ૨૫ મિનીટ સુધી સેટ થવા દો.

૨૦ મિનીટ પછી, હાથમાં થોડું ઘી લઇને લોટને ૨ થી ૩ મીનીટ સુધી મસળી નાખો. લોટને બે વિભાગમાં વહેચીને તેની લંબાઈને વધારી દો. અને તેની નાના નાના લોઈયા કરી લો. એક લોઈ ઉપાડી તેને ગોળ કરીને તેને હાથથી દબાવીને પેળા જેવા ચપટા તૈયાર કરી લો. લોયા એકદમ ચિકના બનવા જોઈએ. લોઈયાની ચારે તરફ તિરાડ પડવી જોઈએ નહિ. થોડું એવું ઘી લોઈયા ઉપર લગાવીને હાથેથી ચપટા કરી લો. તેને કિનારેથી વણીને ૩ થી ૪ ઇંચ વ્યાસનિ પુરી બનાવી લો.

હવે કડાઈમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થઇ ગયા પછી તેને તપાસ કરવા માટે તેમાં થોડા લોટના ટુકડા નાખીને જોવો, જો તે તળીને ઉપર આવી જાય તો સમજવું ઘી સારું ગરમ છે. પૂરીને તળવા માટે ઘી માં નાખો. ત્યાર પછી પૂરીને ચમચાથી દબાવીને ફુલાવો અને ઉલટાવી ઉલટાવીને જ્યાં સુધી સોનેરી કલરની થઇ જાય ત્યાં સુધી તેને તળો. સારી રીતે પૂરી તળાઈ ગયા બાદ પૂરીને ચમચાથી ઉઠાવીને કડાઈના કિનારા ઉપર જ રોકી દો જેથી વધારાનું ઘી કડાઈ માં જ નીકળી જાય. ત્યાર પછી પૂરીને કડાઈ માંથી કાઢીને એક પ્લેટમાં મુકો. આવી જ રીતે બધી જ પૂરી તળીને તૈયાર કરી લો. આટલા લોટમાં લગભગ ૨૦ પૂરી તૈયાર થઇ જાય છે. એકદમ નર્મ અને મુલાયમ ખાસ્તા પૂરી બનીને તૈયાર છે. આ ખસતા પૂરીને મટર આલૂ, મટર પનીર, ટામેટા અને બટેટાનું શાક અથવા કોઈ પણ મનપસંદ શાકની સાથે ખાઈ શકાય છે.

સુચન

આ પૂરીઓને તમે કોઈ પણ ખાવાના તેલમાં બનાવી શકો છો. લોટ એટલો બધો ઢીલો ન હોવો જોઈએ કે લોઈયામાં કોરો લોટ લગાવવો પડે અને એટલો બધો કઠણ પણ નાં હોવો જોઈએ કે લોઈયામાં તિરાડ પડે. પૂરીને તળવા માટે તેલ/ઘી સારું ગરમ હોવું જોઈએ.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment