એક વૈજ્ઞાનિકને સાપ કરડ્યો તો તેમણે કઈક એવું કર્યું કે, તમે હકીકત જાણશો તો આશ્ચર્યમાં પડી જશો…

15

શું કોઈ વૈજ્ઞાનિક અભ્યાસ માટે પોતાનો જીવ આપી શકે છે? ઈતિહાસમાં એવા એક નહિ પરંતુ ઘણા ઉદાહરણ છે. તેમાંથી જ એક સ્ટોરી છે કાર્લ પીટરસન શિમિટની. વર્ષ ૧૯૫૭, સપ્ટેમ્બર મહિનો. અમેરિકાના શિકાંગો રાજ્યના લિંકન પાર્ક પ્રાણીસંગ્રહાલયમાં કામ કરનારા એક વ્યક્તિને વિચિત્ર સાપ મળ્યો.

૭૬ સેન્ટીમીટર લાંબા આ સાપની પ્રજાતિ જાણવા માટે તે એને શિકાંગોના નેચરલ હિસ્ટ્રી મ્યુઝીયમમાં લઇ ગયો. ત્યાં તેની મુલાકાત પ્રખ્યાત વૈજ્ઞાનિક કાર્લ પીટરસન શિમિટ સાથે થઇ. પબ્લિક ઇન્ટરનેશનલ સાથે જોડાયેલી એલીઝાબેથ શોકમેન કહે છે કે શિમિટને સરીસૃપ વિજ્ઞાનનો એક મોટો જાણકાર માનવામાં આવે છે.

શીમીટે જોયું કે આ સાપના શરીર પરે ઘણા રંગની આકૃતિઓ છે. તે સાપની પ્રજાતિ વિશે જાણવા માટે તૈયાર થઇ ગયા. તેના પછી ૨૫ સપ્ટેમ્બરે તેમણે પોતાની તપાસમાં પ્રાપ્ત કર્યું કે  આ આફ્રિકી દેશોમાં પ્રાપ્ત થનારો સાપ હતો. આ સાપનું માથું બુમસ્લેંગ સપો જેવું હતું જે સબ સહારન આફ્રિકાના જંગલમાં જોવા મળે છે. પરંતુ શીમીટ પોતાની તપાસને લઈને આશ્વત ન હતો.

પોતાના જર્નલમાં આ તપાસ વિશે લખતા શિમિટ જણાવે છે કે તેમણે આ સાપ બુમસ્લેંગ હોવા પર શંકા છે કેમ કે આ સાપની એનલ પ્લેટ બંટી વિભાજીત થઇ નહોતી. પરંતુ આ શંકાને દુર કરવા માટે શીમીટે જે કહ્યું, તેના કારણે તેમણે જીવ ગુમાવવો પડ્યો.

શિમિટ સપને પોતાની વધુ નજીક લાવીને તેના શરીર પર બનેલી આકૃતિઓનો અભ્યાસ કરવા લાગ્યા. તે આશ્ચર્યથી સપના માથા પર શરીર પર બનેલી આકૃતિઓ અને રંગ જોતા હતા ત્યારે આ સાપે તેમના અંગુઠા પર ડંખ માર્યો. પરંતુ શિમિટે ડોક્ટર પાસે જવાની જગ્યાએ પોતાના અંગુઠાને ચૂસીને સપનું જેર બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો. એટલું નહી, તેમણે પોતાના જર્નલમાં સાપના ડંખ માર્યા પછી જે અનુભવ થયા તેને નોંધવાનું શરુ કરી દીધું.

પોતાના જર્નલમાં શીમીટે લખે છે, ‘૪.૩૦ થી ૫.૩૦ સુધી જીવ મુંજાય જાય તેવો અનુભવ થયો પરંતુ ઉલ્ટી ન થઇ, મેં હોમવુંડ સુધી એક ટ્રેનમાં મુસાફરી કરી. તેના પછી ૫.૩૦ થી ૬.૩૦ સુધી ઘણી ઠંડી અને જટકા લાગવા જેવો અનુભવ થયો જેના પછી ૧૦૧.૭ ડીગ્રીનો તાવ આવ્યો. પછી સાંજે ૫.૩૦ વાગે દાતમાં લોહી આવા લાગ્યું.’

શીમીટે આગળ લખે છે, ‘૮.૩૦ વાગે મે બે ટોસ્ટ ખાધા. પછી રાત્રે ૯.૦૦ થી ૧૨.૨૦ સુધી હું આરામથી સુતો. તેના પછી મેં પેશાબ કર્યો જેમાં વધુ માત્રા લોહીની હતી. તેના પછી ૨૬ સપ્ટેમબરની સવારે ૪.૩૦ વાગે મેં એક ગ્લાસ પાણી પીધું અને જીવ મુંજાવાના કારણે ઉલ્ટી કરી. જે કઈ પણ પાચન થયું ન હતું, મારા પેટમાંથી બહાર નીકળી ગયું. તેના પછી મેં ઘણું સારું અનુભવ્યુ અને સવારે સાડા છ વાગ્યા સુધી સુતો.’

શિમિટના મત મુજબ, ‘સવારે સાડા છ વાગે મારા શરીરનું તાપમાન ૯૮.૨ ડીગ્રી સેલ્સિયસ હતું. મેં ટોસ્ટ સાથે બાફેલા ઈંડા, એપલ સોસ, સેરીઅલ્સ અને કોફી પીધી. તેના પછી પેશાબ ન આવ્યો, ડર ત્રણ કલાકે લોહી નીકળતું. મો અને નાકમાંથી લોહી નીકળવાનું સતત ચાલુ રહ્યું, પરંતુ ઓછી માત્રામાં.’

તેના પછી બપોરે દોઢ વાગે શિમિટે પોતાની પત્નીને ફોન કર્યો, પરંતુ જ્યાં સુધી ડોક્ટર પહોચે ત્યાં સુધીમાં શિમિટનું આખું શરીર પરસેવાથી રેબઝેબ હતું. તે બેભાન સ્થિતિમાં હતો. હોસ્પિટલ પહોચવા સુધીમાં એક ડોકટરે તેમણે ભાનમાં લાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ બપોરે ત્રણ વાગ્યા સુધીમાં ડોકટરે તેને મૃત ઘોષિત કરી દીધો. ડોકટરે જણાવ્યું કે શ્વાસ લેવામાં તકલીફના કારણે શિમિટનું મૃત્યુ થઇ ગયું.

જણાવી દઈએ કે આફ્રિકી સાપ બુમસ્લેંગનું ઝેર ખુબ જ ઝડપથી અસર કરે છે. કોઈ પક્ષીનો જીવ લેવા માટે તેનું ૦.૦૦૦૬ મીલીગ્રામ ઝેર જ પુરતું  છે. આ ઝેરના પ્રભાવથી શરીરમાં લોહીની ગાથ થવાનું શરુ થઇ જાય છે. તેના પછી શરીરમાંથી અલગ અલગ જગ્યાએથી લોહી નીકળવા લાગે છે, જેનાથી લોહીનું પરિભ્રમણ અટકી જાય છે. તેના શરીરમાં અલગ અલગ જગ્યાએથી લોહી નીકળવા લાગે છે અને પછી પીડિતનું મૃત્યુ થઇ જાય  છે.

શિમિટની પોસ્ટમાર્ટમ રીપોર્ટ કહે છે કે તેમના ફેફસા, આખો, હૃદય, કીડની અને મગજમાંથી લોહી નીકળતું હતું. ‘શિન્કાંગો ટ્રીબ્યુન’ માં આ બાબત પર છપાયેલી જાણકારીમાં દાવો કરવામાં આવ્યો હતો કે મૃત્યુ પહેલા તેમને ડોક્ટર પાસે જવા માટે કહ્યું હતું, પરંતુ તેમેણ એની ના પડતા કહ્યું કે એનાથી લક્ષણો પણ અસર પડી શકે છે.

અમુક લોકો માને છે કે શિમિટની ઈચ્છાએ તેનો જીવ લઇ લીધો. છતાં પણ, અમુક લોકો માને છે કે શિમિટ એટલા પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક હતા કે તે જાણતા હતા કે આ ઝેરની અસર ટાળવાની દવા માત્ર આફ્રિકામાં ઉપલબ્ધ છે. એવામાં તેમણે પોતાનું મૃત્યુ સ્વીકારી લીધું. પબ્લિક રેડિયો ઇન્ટરનેશનલના સાઈન્સ ફ્રાઈડે પ્રોગ્રામને રજુ કરનારી ટોમ મેકનામારા કહે છે કે શિમિટ પોતાના મૃત્યુને જોઇને થોડા પણ ભયભીત ન થયા પરંતુ અજાણીતા રસ્તા પર ચાલ્યા ગયા.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment