એકવાર જરૂર વાંચો અટલબિહારી બાજપાઈના આ 10 કિમતી વિચારો, અને તમારા જીવનમાં લાવો મોટો બદલાવ

73

ભારત રત્ન અટલ બિહારી બાજપાઈનો જન્મ ક્રિસમસ એટલે કે નાતાલના દિવસે 25 ડીસેમ્બર 1924 નાં રોજ ગ્વાલિયરમાં થયો હતો.“जियो तो ऐसे जियो जैसे सबकुछ तुम्हारा है” આવી અદાથી અને ખુમારીથી જીવન જીવીને ભારત રત્ન અટલ બિહારી બાજપાઈ 16 ઓગસ્ટ 2018 ના દિવસે 93 વર્ષની જૈફ ઉંમરે આ દુનિયાને અલવિદા કરી ગયા. તેઓ હંમેશા પોતાના આક્રમક અને તેજાબી ભાષણ માટે પ્રખ્યાત જાણીતા હતા. અટલ નામ પ્રમાણે તેમના ગુણ અને કાર્ય પણ “અટલ” હતા. રાજનીતિ સિવાય તેઓ સાહિત્ય, કવિતાઓ અને ફિલ્મોમાં પણ ખુબજ રૂચી અને રસ રાખતા હતા. અટલ બિહારી બાજપાઈએ અનેક વખતે એવી વાતો કહી છે જે યાદગાર બની ગઈ છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ ભારતના ભૂતપૂર્વ પ્રધાન મંત્રી અટલ બિહારી બાજપાઈના 10 મશહુર અને કીમતી કોટ્સ વિચારો.

૧.) જો ખુદ ભગવાન પણ આવીને કહે કે છૂટ અછુતમાં માનવું જોઈએ, તો હું આવા ભગવાન કે પરમાત્માને પણ માનવા માટે તૈયાર ન થાવ. જો કે મને ખાતરી છે કે ભગવાન કે પરમાત્મા આવું કહેશે જ નહિ.

૨.) એક વ્યક્તિના સંબંધો બીજી વ્યક્તિ સાથે ખુબજ સારા રહે, સામ્પ્રદાઇક સદભાવ જળવાઈ રહે, અન્ય બીજા કોઈના ધર્મનું શોષણ ન કરવું જોઈએ. જ્ઞાતિ આધારિત લોકોની હીન ભાવનાઓને ઉત્તેજિત ન કરવી જોઈએ, તેઓ પણ આપણા જેવા જ મનુષ્યો છે તે યાદ રાખવું જોઈએ.

૩.) હું પાકિસ્તાન સાથે દોસ્તી કે મિત્રતા રાખવાના વિરોધમાં નથી. આખો ભારત દેશ પાકિસ્તાન સાથે સંબંધોને સુધારવા માંગે છે, આ હેતુથી મેં બંને દેશ વચ્ચે શાંતિ અને સુલેહના શુભેચ્છા હેતુ સર “સમજૌતા” એક્સપ્રેસ ટ્રેઈન પણ ચાલુ કરી પણ, “ન જાણ્યું જાનકી નાથે કાલ સવારે શું થવાનું છે ” ની માફક તેનું વળતર પાકિસ્તાન તરફથી ભારતને કારગીલ યુધ્ધના સ્વરૂપે મળ્યું. જ્યાં સુધી પાકિસ્તાન કાશ્મીર પર પોતાનો દાવો હકક જતો ન કરે ત્યાં સુધી બંને દેશ વચ્ચે શાંતિ સુલેહ શક્ય નથી.

૪.) અટલ બિહારી બાજપાઈનું એક સરસ અને મસ્તીનું ક્વોટ છે કે તમે સરળતાથી બદલી શકતા નથી.

૫.) આપણે ભારતીયો અહિંસામાં વિશ્વાસ રાખીએ છીએ. અને અમે ઈચ્છીએ છીએ કે આખા વિશ્વના સંધર્ષનું સમાધાન શાંતિ અને સમજુતીથી અને વિચાર વિમર્શ થાય.

૬.) મનુષ્યનું જીવન ઈશ્વરની એક અનમોલ ભેટ છે. પૂણ્યનો પ્રસાદ છે. તમારે ફક્ત તમારા માટે જ નજીવવું જોઈએ, પણ બીજાઓ માટે પણ જીવવું જોઈએ. જીવન જીવવું એક કળા છે, એક વિજ્ઞાન છે. અને જીવનમાં આ બંનેનું સમન્વય ખાસ જરૂરી છે.

૭.) મનુષ્ય મનુષ્ય વચ્ચે જે ભેદ રેખાની એક દીવાલ ઉભી થઇ ગઈ છે તે દીવાલને તોડી પાડવી ખાસ જરૂરી છે. અને તે માટે એક રાષ્ટ્રીય અભિયાનની ખાસ જરૂર છે.

૮.) નાના વિચારોથી કોઈ વ્યક્તિ મોટો થઇ શકતો નથી અને ભગ્ન મનથી કોઈ વ્યક્તિ સ્થિર ઉભો રહી શકતો નથી.

૯.) માણસ બનો ખાલી નામથી નહિ સકલથી નહિ પણ હદયથી, બુદ્ધિથી, સરકારથી

10.) તમે દોસ્ત બદલાવી શકો છો પણ પડોસી નહિ

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment