એક વાર બુદ્ધને એક સુંદર સ્ત્રીએ ભોજન કરવા માટે તેમના ઘરે બોલાવ્યા, જાણો પછી ભગવાન બુદ્ધે શું કહ્યું હતું ?…

49

એક વખત એવું બન્યું કે ગૌતમ બુદ્ધ ફરતા ફરતા કોઈ એક ગામમાં ગયા. ત્યાં એક સ્ત્રીએ તેમણે પૂછ્યું કે, “તમે તો કોઈ એક રાજકુમાર જેવા દેખાવ છો. તો પછી તમે આવી યુવા અવસ્થામાં આવા ભાગવા રંગના વસ્ત્રો શા માટે ધારણ કર્યા છે ?” આ સાંભળી ગૌતમ બુદ્ધે તે સ્ત્રીને ઉત્તર આપ્યો, મેં ત્રણ પ્રશ્નોના જવાબ મેળવવા માટે સન્યાસ લીધો છે અને આ ભગવા રંગના વસ્ત્રો ધારણ કર્યા છે.

સ્ત્રી પૂછ્યું, તમારા એવ ક્યાં ત્રણ પ્રશ્નો છે જેનો ઉત્તર તમારી પાસે નથી ? ત્યારે ગૌતમ બુદ્ધે તે સ્ત્રીને કહ્યું,“અત્યારે આપનું શરીર યુવાન અને આકર્ષક છે પણ સમય જતા તે શરીર બીમાર પડશે, પછી વૃદ્ધ થશે અને અંતમાં મૃત્યુને શરણે જશે.” માટે મારે આ ત્રણ બાબત જેવી કે બીમારી, વૃદ્ધાવસ્થા અને મૃત્યુના કારણનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે.ગૌતમ બુદ્ધની વાત સાંભળીને યુવાન અને સુંદર સ્ત્રી ખુબજ પ્રભાવિત થઇ ગઈ. અને તે સુંદર સ્ત્રીએ ગૌતમ બુદ્ધને જમવાનું આમંત્રણ આપી તેમના ઘરે બોલાવ્યા. આ વાત જેવી ગામમાં જાહેર થઇ અને ગામ લોકોએ તે વિષે જાણ્યું ત્યારે ગામ લોકોએ બુદ્ધને કહ્યું કે, તમે તે સ્ત્રીના ઘરે ન જશો. કારણ કે તે સ્ત્રી ચરિત્રહીન છે.

ગામ લોકોની આવી વાત સાંભળી ગૌતમ બુદ્ધે ત્યાં હાજર રહેલા ગામના સરપંચને પૂછ્યું, શું ગામ લોકો કહે છે તે વાત સાચી છે ? ત્યારે સરપંચે પણ ગામ લોકોની વાતની સાથે સહમતી દર્શાવી. ત્યારે ગૌતમ બુદ્ધે સરપંચનો એક હાથ પકડી કહ્યું કે તમારા આ એક હાથથી તાલી પાડીને ગામ લોકોને બતાવો. ત્યારે સરપંચે કહ્યું કે એક હાથે તાલી પાડવી અસંભવ છે. એક હાથથી ક્યારેય પણ તાલી પાડી શકાય નહિ.

ત્યારે ગૌતમ બુદ્ધે સરપંચને અને ગામ લોકોને કહ્યું, બસ આવીજ રીતે કોઇપણ સ્ત્રી એકલી ચરિત્રહીન હોય શકે નહિ. જેમ તાલી પાડવા માટે બીજા હાથની જરૂર પડે છે તેમ આ ગામના બીજા હાથ સમાન ચરિત્રહીન પુરુષો ન હોય તો તે સ્ત્રી પણ ચરિત્રહીન ન હોત.

જો આ ગામના દરેક પુરુષો સારા હોત તો આ સ્ત્રી પણ ખરાબ ન હોત. એટલા માટે તે સ્ત્રીના ખરાબ ચરિત્ર માટે આ ગામના પુરુષો તેટલા જ બાળકી તેનાથી પણ વધારે જવાબદાર છે. પેલી સ્ત્રી તો કદાચ તેની મજબુરીમાં આ કામ કરતી હશે, પણ પુરુષો ? ગૌતમ બુદ્ધની આ વાત સાંભળી ત્યાં હાજર રહેલા ગામના લોકો ખુબજ શરમિંદા થઇ ગયા.

આપણે બીજા કોઈના ચરિત્ર બાબતે કઈ પણ કહેતા કે બોલતા પહેલા ખુદ પોતાનું ચરિત્ર જોઈ લેવું જોઈએ. કારણ કે કોઈ પણ વ્યક્તિના જીવનમાં કઈક ને કૈક વસ્તુની ખામી અવશ્ય હોઈ છે. એટલા માટે બીજાની ભૂલ પર ધ્યાન દેવાની બદલે આપણે આપણી ભૂલનું ધ્યાન રાખવું જોઈએ…

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment