એક સાથે ૮ બાળકોને જન્મ આપી સર્જયો વિશ્વરેકોર્ડ, સુખી પરિવારનું સપનું બદલાઈ ગયું દુઃખમાં…

61

એક એવી “માં”ની વાત છે કે જેમણે એક સાથે ૮ બાળકોને જન્મ આપી વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. આજે આ મહિલા એક એવી પરિસ્થિતિમાં આવી ગઈ છે કે તમે પણ જાણીને ચોકી જાશો.

આ ઘટના ૨૦૦૯ માં થઇ છે આ મહિલાનું નામ “નાદિયા સુલેમાન” છે. આ મહિલાએ એકસાથે ૮ બાળકોને જન્મ આપ્યો હતો. અને આ ઘટના બાદ તે મહિલા રાતો રાત ફેમસ થઇ ગઈ હતી. અને નવીન વાત એ છે કે આની પહેલા પણ આ મહિલાએ ૬ બાળકોને જન્મ આપ્યો હતો, પણ તે એક બાળક વધુ ઈચ્છતી હતી.

ત્યાર પછી નાદિયા સુલેમાનને એક આઈવીએફ કલીનીક સાથે સંપર્ક થયો. ત્યાંના ડોકટરોએ તેને ૧૨ ભ્રુણ પ્રત્યારોપિત કરવાની સલાહ આપી. અને ડોકટરની આ સલાહ માટે નાદિયા તૈયાર પણ થઇ ગઈ. પણ આવું કરવામાં તેમના ૮ જ જીવિત બચ્યા અને નાદિયા સુલેમાન જલ્દી જ ૮ બાળકોની સાથે ગર્ભવતી બની. બાદમાં જ્યારે નાદિયાએ ૮ બાળકોને જન્મ આપ્યો ત્યાર પછી તે પૂરી દુનિયા દંગ રહી ગઈ.

નાદિયા સુલેમાને સારી એવી પબ્લીસીટી મળ્યા બાદ ઓપરા વિનફ્રેના શો માં તેને બોલાવામાં આવી હતી. અહી નાદિયા સુલેમાને પોતાના એક્સપીરીયેંસ શેઈર કર્યા હતા. તેણે આખી વાત જણાવી કે તેના જીવનની કેવી રીતે મુશ્કેલીઓ વધી હતી.

નાદિયા સુલેમાને હવે એકસાથે ૧૪ બાળકોને માત્ર સંભાળવાનું જ નહિ પણ તેનું ભરણ પોષણ પણ ધ્યાન રાખવાનું હતું, પણ નાદીયાની હાલત એટલી બગડી ગઈ કે તે પોતાના બાળકોની જરૂરિયાતોને પણ પૂરું ન કરી શકી અને આના કારણે નાદીયાનું જીવન ખુબ જ કઠીન બની ગયું હતું. આ વાત નાદિયાએ ખુદ કબુલી હતી કે એક સમય એવો પણ આવ્યો કે જ્યારે તે મરવા માટેનો વિચાર આવી ગયો હતો. તે ખુદને બાથરૂમમાં લોક કરીને રડતી હતી. એવું પણ ઘણી વાર બન્યું કે નાદિયાએ બાથરૂમનાં ફર્શ પર બેસીને જમ્યુ હોય.

નાદિયા પાસે બૈંક અકાઉન્ટમાં માત્ર ૩૦૦ ડોલર જ પૈસા હતા. એવું નહોતું કે નાદિયા સુલેમાને પોતાના બાળકો પ્રત્યે પ્રેમ નથી પણ તે સમયે તે પોતાના આ ૮ બાળકોને નફરત કરવા લાગી હતી. તે તેને જાનવર પણ કહેવા લાગી હતી. નાદિયા સુલેમાનાં મોટા દીકરાનો ખોરાક વધી રહ્યો હતો પણ તેને પુરતું ભોજન આપવાના માટે તેની પાસે પૈસા પણ ન હતા. નાદિયા સુલેમાને એક મોટા પરિવારનું જે સપનું હતું તેનું એ સપનું હવે દુઃખમાં બદલાઈ ગયું.

ત્યાર બાદ એ વાત સામે આવી કે નાદિયા સુલેમાને પોતાના બાળકોનું પાલન કરવા માટે અને એમની જરૂરિયાતોને પૂરી કરવા માટે “એડલ્ટ” ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ કર્યું. જો કે અમુક સમય બાદ તેને એવો અહેસાસ થયો કે આવું કરવાથી તે પોતાના બાળકોને એક સારું ઉદાહરણ ક્યારેય નહિ આપી શકે. પછી વર્ષ ૨૦૧૪ માં તે કેલીફોર્નીયાનાં ઓરેન્જ કાઉન્ટીમાં પોતાના ઘરે ચાલી ગઈ. ત્યાર પછી તેના દિવસોમાં અચાનક બદલાવ આવી ગયો અને તેની ગાડી ફરીથી ટ્રેક પર ચાલવા લાગી.

ત્યાં એનું કામ એ હતું કે મહિલાઓને પરામર્શ આપવાનું. અને આ નોકરીથી તે સારી એવી કમાણી કરવા લાગી અને આરામથી પોતાના બાળકોનું પેટ ભરવા લાગી. હવે નાદિયા ઉપર પોતાના ૧૪ બાળકોને પાળવાની જવાબદારી છે. જો કે પરિસ્થિતિ પહેલા કરતા થોડી આસાન બની ગઈ છે કેમ કે તેના બાળકો હવે થોડા મોટા થઇ ગયા છે અને તેઓ ઘરના કામોમાં નાદિયા સુલેમાને મદદ પણ કરે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment