એક સાપે આવી રીતે બદલી નાખી માણસની જિંદગી, તે માણસ બની ગયો છે હવે સ્નેક મેન, જાણો રસપ્રદ વાત…

97

વર્લ્ડ સ્નેક ડે ના અવસર પર મળો એક એવા માણસને, જેની જિંદગી એક સાપે બદલી નાખી અને તે બની ગયો ‘સ્નેક મેન’. હવે ઝેરીલા સાપ તેની સાથે દોસ્ત બનીને રમે છે. જાણો તેના વિશે વધુ.

આ છે, હરિયાણામાં કરનાલ જીલ્લાના ગામ ફ્ફ્ડાના રહેવા વાળા સતીશ કુમાર. તેઓની જીંદગી એક સાપે પૂરી રીતે બદલી નાખી હતી. હકીકતમાં, સતીશ જયારે સાતમાં ધોરણમાં હતો તો ત્યારે તેને સાપ કરડ્યો હતો. સારવારથી સતીશનો જીવ તો બચી ગયો, પણ ત્યારે તેના મનમાં સાપોને જાણવાની ઈચ્છા વધી.

ઈચ્છાનુસાર સતીશે સાપો સંબંધિત પુસ્તકો વાચ્યા, વિશેષજ્ઞો ને મળ્યા અને સાપોને પકડવાનું શરુ કરી દીધું. સતીશ સાપ પકડવા અને તેનાથી જોડાયેલી અન્ય મહત્વપૂર્ણ જાણકારીઓ માટે સ્નેક પાર્ક ચેન્નઈમાં પ્રશિક્ષણ લઇ ચુકેલા છે. તેની સાથે જ સતીશ પુણે, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં પણ સાપોના વિશેષજ્ઞો પાસેથી પણ પ્રશિક્ષણ લીધું છે.

હવે લોકો સતીશને સ્નેક્મેન કહેવા લાગ્યા છે. સતીશ 1998 થી લઈને અત્યાર સુધી હરિયાણામાં જોવા મળતી સાપની બધી પ્રજાતિઓના સાપો સિવાય હજારો સાપો પકડી ચુક્યા છે. સતીશ આખા પ્રદેશમાં સાપ પકડવા માટે જાય છે અને સાપ પકડ્યા બાદ વાઇલ્ડલાઈફ અધિકારીઓની મદદથી તેને જંગલમાં છોડી દે છે.

લોકો સુધી પહોચવા માટે સતીશે રોચક રીત અપનાવી. તેઓએ કરનાલ અને પનીપતમાં બધા વાણંદની દુકાને પોતાનો મોબાઈલ નંબર લખીને પોસ્ટર લગાડ્યું છે. કોઈ પણ તેને ફોન કરીને સેવાઓ મફતમાં લઇ શકે છે. પાછલા વર્ષે સ્નેક્મેન સતીશને સાપ પકડવા માટે સ્પેશિયલ ગ્લવ્સ પણ આપવામાં આવ્યા છે.

સતીશના જણાવ્યા અનુસાર, તેને સાપ પકડવા માટે પુણેથી વિશેષ ટ્રેનીંગ લીધી છે. અમેરિકાથી સાપ પકડવા માટે વિશેષ હાથ મોજા પણ મંગાવેલા છે. સતીશ અત્યાર સુધી પંજાબ, હરિયાણા, ઉતર પ્રદેશ, દિલ્લી અને રાજસ્થાનમાં આ સેવા કાર્ય કરી ચુક્યા છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment