એક નાની ભૂલથી ખાલી થઇ શકે છે તમારું બેંક એકાઉન્ટ, SBI એ જાહેર કર્યું આ એલર્ટ…

107

ભારતીય સ્ટેટ બેંકએ પોતાના ગ્રાહકોને ચેતવણી આપી છે. ભારતમાં સતત વધી રહેલ બેંક દગાખોરીથી ગ્રાહકોને બચાવવા માટે દેશના સૌથી મોટા સરકારી બેંકએ સાવધાની વર્તવા કહ્યું છે. એવું એટલા માટે કેમકે ફ્રોડ માત્ર ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી જ નહિ, પરંતુ એટીએમ દ્વારા પર થઇ રહ્યું છે.

પબ્લિક ડિવાઈસ, ઓપન નેટવર્ક અને ફ્રી વાઈ ફાઈના ઉપયોગ કરવા પર તમારી સાથે દગાખોરી થઇ શકે છે. એનો ઉપયોગ કરવાથી તમારી અંગત જાણકારી લીક થવાનો જોખમ રહે છે અને તમારું બેંક એકાઉન્ટ ખાલી થઇ શકે છે.

એટલું જ નહિ, તમારે તમારું બેંક એકાઉન્ટ અને નેટ બેન્કિંગની જાણકારી ફોનમાં સેવ કરીને રાખવી ન જોઈએ. જો તમે પોતાના ફોનમાં બેંક એકાઉન્ટ નંબર, પાસવર્ડ, એટીએમ કાર્ડ અથવા કોઈ અન્ય જાણકારીના ફોટા રાખો છો તો તમારી જાણકારી સરળતાથી લીક થઇ શકે છે.

દગાખોરીથી બચવા માટે તમે કોઈ ફિશિંગ ઈમેઈલ ઉપર ક્યારેય ક્લિક ન કરો અને ઓનલાઈન પેમેન્ટમાં હંમેશા વન ટાઈમ પાસવર્ડનો જ વિકલ્પ પસંદ કરવો. એનાથી દગાખોરીની સંભાવના ઓછી થઇ શકે છે.

પોતાના નેટ બેન્કિંગનો પાસવર્ડ, ઓટીપી, પિન, કાર્ડ વેરીફિકેશન કોડ અને યૂપીઆઈ પિનને કોઈ સાથે શેર ન કરો. જો તમે પોતાનો પાસવર્ડ ભૂલી જાવ છો તો એની રીકવરી સ્માર્ત રીતથી કરો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment