આ નદીનું પાણી બની ગયું આખા દેશ માટે ઝેર, જાણો હકીકત વાત, થઇ જશો હેરાન હેરાન….

13

નામક આબ નદી’ ઉત્તર પૂર્વી અફગાનિસ્તાનના તખાર સૂબેના નામક ખાણવાળા વિસ્તારમાંથી થઈને નીકળે છે. આ ખાણના કારણથી નમક વધારે પ્રમાણમાં નદીના પાણીમાં ભળી જાય છે. જે આની અડફેટે આવનાર જમીન અને ખેતરોને નમકીન અને ઉસર બનાવી દે છે. ‘નમક આબ’ નામની આ નદી ઉત્તરી અફગાનિસ્તાનના બગલાન સૂબેના ખોસ્ત જિલ્લામાંથી નીકળે છે અને અમુક સૌ કિલોમીટર સુધી વહેવા પછી તખારમાં હજારો હેક્ટર ખેતીની જમીનને સીંચે છે.

મીઠાના ખાણવાળા વિસ્તારમાંથી નીકળતી હોવાના કારણે વધારે પ્રમાણમાં ભળેલ મીઠાની માર અહિયાંના ખેડૂતોને પડે છે. આ ઘણા ખેડૂતોની ખેતર અને ઉભેલા પાકને મીઠાવાળો કરીને સુકવી દે છે. અફગાન ખેડૂત હાજી મોહમ્મદનું ખેતર આ નદીના વહેવાના વિસ્તારમાં છે. હાજી મોહમ્મદ પાકોને ઘણી અફસોસ ભરેલી નજરે જુવે છે અને એ કોશિશમાં રહે છે કે એને કઈ રીતે સુકાવાથી બચાવી શકાય. એ કહે છે કે આ તમામ મુશ્કેલીઓના કારણ છે આ નદીનું ખારું પાણી છે.

મહેનત પાણીમાં ગઈ

હાજી મોહમ્મદ પોતાના ખેતર તરફ ઈશારો કરતા કહે છે, ‘હું એ આશા લગાવી બેઠો છું કે આ ખેતીથી મારો ઘર ખર્ચ ચાલી શકે, પરંતુ સ્થિતિ એ છે કે બધા ઝાડ સુકાય ચુક્યા છે અને હું ટેન્કરથી પાણી લાવીને એમને બચાવી ન શકું કેમકે આ મારા હાથની વાત નથી.” ‘શોર આબ’ અને આજુબાજુના બીજા ગામ જેમકે ‘દહ બાશ’ ના ખેડૂતો અને બાગવાની કરનાર લોકો પણ આ મુશ્કેલીને ઝીલી રહ્યા છે.

મોહમ્મદ આરીફ નામના એક ખેડૂતે પોતાના ડાંગરના સુકેલા ખેતરમાં ચાલતા કહે છે કે નાની એવી ભૂલના કારણે લગભગ ચાર જરીબ (જમીન માપવાની એક સાકર, જે લગભગ ૬૦ યાર્ડ લાંબી હોય છે) ડાંગના ખેતર બરબાદ થઇ ગયા. એમણે કહ્યું, “હું બહાર ગયો હતો, મારા છોકરાઓએ ડાંગના ખેતરમાં પાણી આપ્યું, એમને એ ધ્યાન ન આપ્યું કે પાણી ખારું છે. હવે એક વર્ષની તમામ મહેનત પાણીમાં મળી ગઈ. આ પાણી ન તો પીવાલાયક છે અને ન તો સિંચાઈ લાયક છે. હું ખુદ જ ખારું પાણી પીવાના લીધે ગળાના દર્દથી પરેશાન છું.”

પીવાના પાણીની વ્યવસ્થાજમા લાગે અડધો દિવસ

આ નદીના ખારા પાણીના કારણે માત્ર અહિયાંની ખેતી જ બરબાદ નથી થઇ પરંતુ અહિયાં રહેતા લોકોને પીવાના પાણીની વ્યવસ્થા માટે બહુ દુર જવું પડે છે. ગામના બાળકો અને જવાન દરરોજ સવારે ગધેડાઓ અને ખચ્ચરની મદદથી ખેચતી ગાડી પર મુસાફરી કરી દુર ‘ફરખાર’ નદી સુધી જવું પડે છે અને ડ્રમોમાં ભરી ભરીને પાણી લાવે છે. અહિયાં પીવાનું પાણી મેળવવાની એક ગંભીર સમસ્યા છે. અહિયાંના એક યુવા જાકિરુંલ્લાહ પોતાના પરિવાર માટે પીવાના પાણીની વ્યવસ્થામાં ચાર પાંચ કલાક ખર્ચવા પડે છે. એમણે કહ્યું, “હું સવારે સાત વાગ્યે પાણી લેવા નીકળી પડું છું. ત્યાં ૧૦ વાગ્યે પહોચું છું અને ત્યાંથી ૧૨ વાગ્યે ઘરે પાછો આવું છું. એના કારણે મારી સ્કૂલ જવાનું પણ બંધ થઇ ગઈ.” જે લોકો સાફ પાણીની વ્યવસ્થા કરી શકતા નથી એમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

નદી કેમ ખારી થઇ જાય છે ?

નૂર બીબી એક ઘરેલૂ મહિલા છે અને ચોખ્ખું પાણીના સ્ત્રોત સુધી જઈ શકતી નથી એટલા માટે એ માત્ર ગામના તળાવના પાણીનો જ ઉપયોગ કરે છે. એ કહે છે કે, “હું આ જ ખારું પાણી પીવ છું, જેના કારણે બ્લડપ્રેશર અને દિલની બીમારી થઇ ગઈ છે. અત્યારે ઈલાજ ચાલી રહ્યો છે અને હું દવા પીવ છું. આ પાણીથી કપડા પણ ચોખ્ખા થતા નથી, ચાર પાંચ વખત ધોયા પછી પણ ખારા પાણીના સફેદ ડાઘા કપડા પર રહી જાય છે.

તખાર સૂબેના ‘ઇદબચાહ’, ‘શોરાબ’ અને ‘મુસા  ખ્વાજા’ નહેરોમાં પણ નદીનું ખારું પાણી વહે છે. આ ત્રણેય નહેર અહિયાંના ૧૭૬ ગામડાઓના ૪૮ હજાર જરીબ ખેતરની જમીનને સીંચે છે. જે બે પહાડો વચ્ચેથી આ નદી વહેં છે એના પર મીઠાની ઘણી ખાણ છે. આ મીઠું નદીના તાજા પાણીમાં ભળી જાય છે અને પાણીને ખારું કરી નાખે છે.

આ વિસ્તારના રહેવાસીઓએ ઘણી વખત પ્રયત્ન કર્યો કે નદીના પ્રવાહનો રસ્તો ફેરવી મીઠાની ખાણની બીજી બાજુ કરી દે પરંતુ એના લાંબા સમયમાં કોઈ ખાસ લાભ ન થયો. નદીનો પ્રવાહ એના વળવા માટે ઉપયોગ કરેલ પથ્થરને વહાવીને લઇ ગઈ અને ફરી એ ‘તાક્ચા’ ના મીઠાની ખાણોમાંથી નીકળવા લાગી. સરકારે પણ આ નદીના પાણીને ખારા થવાથી બચાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે. ગયા વર્ષે નદીના પ્રવાહને એક કૃત્રિમ રસ્તો બનાવમાં આવ્યો હતો પરંતુ એના માટે જે દીવાલ બનાવામાં આવી હતી એ તૂટી ગઈ. સ્થાનિક લોકોએ જણાવ્યું કે સરકારે એશિયા વિકાસ બેંકના સહયોગથી લાખો ડોલર ખર્ચીને જે દીવાલ બનાવી હીટ એ છ મહિના પણ ટકી શકી નહિ.

માટી, લોખંડ અને કોન્ક્રીટને ઓગળી દે છે…

તાલકાન જિલ્લાના નદી વિભાગના અધ્યક્ષ મોહમ્મદ સલિમ અકબરએ જણાવ્યું કે ગયા વર્ષે બંધનો એક ભાગ પાણીના પ્રવાહથી તૂટી ગયો હતો પરંતુ આ નિર્ણય લેવામાં આવ્યો કે માત્ર માટીની દીવાલથી જ નદીના પ્રવાહને વાળી શકાય છે અને મીઓથાને આ પાણીમાં ભળવાથી બચાવી શકાય છે.

અકબરએ પણ કહ્યું, “ઉપરના વિસ્તારમાં આ જ નદીનું પાણી સાફ અને મીઠા વગરનું છે. પરંતુ જેમ આ ખાણોમાંથી નીકળે છે, એનું પાણી ખારું થઇ જાય છે કેમકે પહાડ પર દરેક બાજુ મીઠાના પહાડો છે.” એમણે એ પણ કહ્યું, “નદીના આ ભાગમાં કોઈપણ પ્રકારનું લોખંડ અથવા કોન્ક્રીટનો ડેમ બનાવવાનો કોઈ ફાયદો નથી. મીઠાવાળી માટી લોખંડ અને કોન્ક્રીટને ઓગાળી દે છે, એટલા માટે બાલૂ અને માટીનો ડેમ જ કામ આવશે. એના સિવાય કોઈ ઉપાય નથી.”

પીવાનું પાણી જમીનની અંદરથી કાઢવાની સુવિધા કરી શકાય છે પરંતુ અહિયાં ૧૪૦ મીટરની ઊંડાઈ સુધી બધું પાણી ખારું થઇ ગયું છે. સ્થાનિક ખેડૂતો અને લોકો અનુસાર જો સરકાર વહેલી તકે કોઈ ઉપાય નહિ કરે તો ૧૮૦થી વધારે ગામડાના લોકોનું જીવન જોખમમાં પડી જશે. પ્રશ્ન એ થાય છે કે શું આ લોકો પર્યાવરણની એક મોટી સમસ્યાનો સામનો કરવાના છે ?

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment