એક કિસ તમને બનાવી શકે છે હેલ્ધી અને હેપ્પી, રિસર્ચમાં થયો ખુલાસો…

11

Kiss પાર્ટનર વચ્ચે પ્રેમનો સૌથી સુંદર અહેસાસ છે. કિસ કરવાથી પાર્ટનર વચ્ચે પ્રેમ અને રોમાંસ વધે છે તેમજ રીલેશનશિપને મજબુત બનાવે છે. પરંતુ કિસ હકીકતમાં થોડક ગંભીર બીમારીઓથી છુટકારો પણ અપાવે છે. આવો જાણીએ કિસ કરવી એ પ્રેમને જાહેર કરવાની રીત પણ છે અને સ્વાસ્થ માટે પણ લાભદાયક છે.

કેલેરી બર્ન કરે છે

નિશ્ચિત રૂપથી ચુંબન એક મિલ ચાલવાના રૂપમાં ઘણી કેલરી બર્ન કરી શકતું નથી, પરંતુ આ તમારા મેટાબોલીજ્મને લગભગ સામાન્ય દરથી બેગણું કરી નાખે છે. મોટાભાગે લોકો આરામથી એક મીનીટમાં લગભગ એક કેલેરી બાળે છે, પરંતુ ડો. શેરોન સ્ટીલ્સના અનુસાર ચુંબન પ્રતિ મીનીટમાં ૨ થી કેલેરી બર્ન કરે છે. તેના સિવાય જો તમે પોતાના પતિને પ્રેમથી ચૂમી રહ્યા છો તો હોઠો પર તાળું લગાડવું અંતરંગતાને બઢાવો આપે છે અને સંબંધને બઢાવો આપે છે. જીવ વિજ્ઞાનના પ્રોફેસર ડોન મસલરે તેને આ રીતે જણાવ્યું છે કે જયારે આપણે ચુંબન લઈએ છીએ, તો પુરૂષ અને મહિલા બંને હાર્મોન ઓક્સીટોસીનનું ઉત્પાદન કરે છે. તેને મોટાભાગે ‘લવ હાર્મોન’ કહેવામાં આવે છે કેમ કે આ આપણને ( વિશેષ રૂપથી મહિલાઓને) બંધનનું કારણ બને છે.

બીમારીઓથી લડે છે

આ વાત તમને ખોટી લાગી શકે છે. પરંતુ લાળની અદલાબદલી વાયરસને દુર કરવાનો એક શાનદાર તરીકો છે. ખાસ કરીને જો આ બધું ચુંબનથી થાય છે. ૨૦૦૯ માં મેડીકલ હાઈપોથેસીસ પત્રિકાની શોધથી સંકેત મળે છે કે મહિલાઓ સંક્રમિત ભાગીદારને ચુંબન કરીને સાઈટોમેગાલોવાયરસના વિરુદ્ધમાં પ્રતિરોધક ક્ષમતાનું નિર્માણ કરે છે. ૨૦૦૪ માં વિલ્ક્સ વિશ્વવિદ્યાલયમાં કરવામાં આવેલા એક અન્ય અભ્યાસમાં જાણવા મળ્યું કે જે અધ્યયન પ્રતિભાગીઓએ સપ્તાહમાં એક અથવા બે વાર સેક્સ કર્યું હતું, તેમનામાં સંક્રમણથી લડવાવાળા ઈમ્યુનોગ્લોબુલીનનું સ્તર વધુ હતું.

કોલસ્ટ્રોલ ઓછું થાય છે

વેસ્ટર્ન જર્નલ ઓફ કમ્યુનીકેશનમાં ૨૦૦૯ માં એક અભ્યાસ મુજબ, લેખકોએ જાણ્યું કે ચુંબન સહીત સ્નેહી વ્યવહાર, તમારા કોલસ્ટ્રોલ પર સકારાત્મક પ્રભાવ નાખી શકે છે. અમે એ વાતની પરિકલ્પના કરી છે કે સ્નેહપૂર્ણ વ્યવહાર વધવાથી શારીરિક અને મનોવૈજ્ઞાનિક સ્થિતિમાં સુધારો થશે જે તણાવથી ગ્રસ્ત છે, જેમ કોલસ્ટ્રોલ. છ સપ્તાહના પરિક્ષણ પછી, સમુહે કહેલા તણાવ, સંબંધની સંતુષ્ટિ અને કુલ સીરમ કોલસ્ટ્રોલમાં સુધારો દેખાડ્યો.

તણાવ ઓછો કરે છે

ડો. સ્ટાઈલ્સ જણાવે છે કે ચુંબન કોર્ટીસોલના સ્તરને ઓછું કરે છે. કોર્ટીસોલ આપણું તણાવ હાર્મોન છે અને આ આપણી પ્રતિરક્ષા પ્રણાલી. અંત:સ્ત્રાવી તંત્ર અને મસ્તિષ્ક સ્વાસ્થ્ય, વિશેષ રૂપથી હિપ્પોકેમ્પ્સ પર નકારાત્મક પ્રભાવ નાખે છે.  તો જો તમે તણાવ ઓછો કરી શકો છો અને પોતાના સાથી સાથે ચુંબન કરીને તે નકારાત્મક પ્રભાવોને ઓછા કરી શકો છો, તો જેટલી વાર તમે કરી શકો છો એટલી વાર કરો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment