એક કબરમાંથી નીકળ્યો 433 કરોડનો ખજાનો, અધિકારીઓ પણ જોઇને આશ્ચર્યમાં પડી ગયા….

26

ચારે બાજુ શાંતિ. જેમ કે કબ્રસ્તાનમાં હોય છે. પરંતુ આ શાંતિને ભાગ કરતી સાયરનનો અવાજ . કેમ કે જાણ થતા જ આયકર વિભાગની ટીમ સવાર સવારમાં ચેન્નઈના એક કબ્રસ્તાન પહોચી.

કહેવામાં આવે છે કે જેટલું કાળું ધન વિદેશમાં છે. તેનાથી ઘણું વધુ દેશમાં છે. જેને કાઢવા માટે ઈનકમ ટેક્સ ડીપાર્ટમેન્ટ સમયે સમયે રેપ પાડતું રહે છે. આ ધન ઘણીવાર ઘરમાંથી નીકળે છે તો ઘણીવાર દુકાનમાંથી. ક્યારેક જમીનમાંથી,બેદૃમ્માંથી, બાથરૂમ અને દીવાલોમાંથી. પરંતુ આ વખતે કઈક અલગ જ જગ્યાએથી મળ્યુ. ખજાનો એવી જગ્યાએ સંતાડ્યો છે જ્યાં સેકડો લોકો સુતા છે. પરંતુ તે બોલી નથી શકતા, જેથી સંતાડવું સહેલું થઇ ગયું. દેશના ઈતિહાસમાં કદાચ પહેલીવાર ઇનકમ ટેક્સ ડીપાર્ટમેન્ટે એક અલગ જ પ્રકારની રેડ પાડી. આ રેડ કબ્રસ્તાનમાં પાડવામાં આવી. જયારે રેડ પાડી તે દરમિયાન એક કબર ખોદવામાં આવી તો તેમાંથી ૪૩૩ કરોડનો ખજાનો નીકળ્યો..

લોકો કહી છે કબ્રસ્તાનમાં આવ્યા પછી દુનિયાદારી હંમેશા માટે પૂરી થઇ જાય છે. માણસ પહેલા મૃતદેહ, પછી હાડપિંજર અને છેલ્લે પોતે જ એક સ્ટોરી બની જાય છે. પરંતુ ચેન્નઈની સ્ટોરી એક કબરથી થાય છે. સ્ટોરી માણસના ગુનાની છે. સ્ટોરી હેરાફેરીની છે, સ્ટોરી માણસની લાલચની છે, તે સ્ટોરી, જે પહેલા તો ન સાંભળી કે જોય હશે. પોતે ડીપાર્ટમેન્ટના લોકો પણ આ સ્ટોરી સાંભળીને આશ્ચર્યમાં છે.

કબરની સ્ટોરી, કબ્રસ્તાનનું રહસ્ય

૨૮ જાન્યુઆરી ૨૦૧૯ નો દિવસ, આયકર વિભાગને જાણ થાય છે કે તમિલનાડુના પ્રખ્યાત સવર્ણા સ્ટોર, લોટસ ગ્રુપ અને જી સ્કોવયરના માલિકોએ હાલમાં જ કેશથી ચેન્નઈમાં ૧૮૦ કરોડની પ્રોપર્ટી ખરીદી છે. અને તે આ ડીલને સંતાડીને ટેક્સની હેરાફેરી કરી રહ્યા છે. આં જાણકારી એટલી પાકી છે કે આયકર વિભાગે આ કંપનીઓના ચેન્નઈ અને કોયબટુરમાં ૭૨ જગ્યા પર રેડ પાડવા માટે ઘણી ટીમો તૈયાર કરી. અને સવારથી જ આયકર વિભાગની ટીમ આ કંપનીઓની જગ્યાઓ પર રેડ પાડવા લાગી. પરંતુ ઇનકમ ટેક્સના અધિકારીઓના હાથમાં કઈ પણ ન આવ્યું. ન રૂપિયા કે ન ઘરેણા.

૬ ફેબ્રુઆરી ૨૦૧૯, ચેન્નઈ

આયકર વિભાગન વિશ્વાસ ન થઇ રહ્યો હતો કે આ કઈ રીતે થયું કે  આ ત્રણેય કંપનીઓના માલિકો વિશે આટલી પુરતી જાણકારી હોવા છતાં તેમનું ઓપરેશન ફેલ કઈ રીતે થયું. તેમના હાથમાં કઈ પણ ન આવ્યું. ડીપાર્ટમેન્ટને પોતાની જાણકારી પર એટલો વિશ્વાસ હતો કે પોતાને નિષ્ફળ માનવાની જગ્યાએ એ વાત શોધવા લાગી કે તે ફેલ કઈ રીતે થયા. જાસૂસોને એક્ટીવ કરવામાં આવ્યા. શહેરના બધા જ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા. કોલ ડીટેલ ચેક કરવામાં આવી. ત્યારે ખબર પડી કે તે દિવસે એટલે કે ૨૮ જાન્યુઆરીએ આખો દિવસ રસ્તા પર એક એસયુવી ગાડી એમનામ રસ્તા પર ફરી રહી હતી. જેના ફોટો જોતા ડીપાર્ટમેન્ટને શંકા ગઈ. સીસીટીવીની તપાસ કરવામાં આવી પરંતુ તેમાં ઘણો સમય લાગ્યો છતાં પણ બીજા દિવસે પોલીસે તે એસયુવી અને તેના ડ્રાઈવરને પકડી લીધો.

૭ ફેબ્રુઆરી ૨૦૧૯, સવારનો સમય, ચેન્નઈ

ચારે બાજુ શાંતિ. જેમ કે કબ્રસ્તાનમાં હોય છે. પરંતુ આ શાંતિને ભાગ કરતી સાયરનનો અવાજ . કેમ કે જાણ થતા જ આયકર વિભાગની ટીમ સવાર સવારમાં ચેન્નઈના એક કબ્રસ્તાન પહોચી. તેમની સાથે એસયુવીનો ડ્રાઈવર પણ હતો, જે ૨૮ જાન્યુઆરીએ આંખો દિવસ પોતાની ગાડીને શહેરમાં ઘુમાવી રહ્યો હતો. ધરપકડ પછી આખી રાત તેની કડક પૂછપરછ કરવામાં આવી. અને આ સમયે પણ તે કબ્રસ્તાનમાં આયકર વિભાગ સાથે આવ્યો છે.

સેકડો કબરોમાંથી તે ડ્રાઈવરે એક કબર તરફ ઈશારો કર્યો. તેનો ઈશારો કરતા જ ડીપાર્ટમેન્ટ તે કબર તરફ દોડવા લાગ્યું. પાવડો કોદાળી લઈને કર્મચારી તૂટી પડ્યા. ઝડપી કબર ખોદવામાં આવી. પછી જયારે કબર પરથી માટી હટાવીને જે જોયું. તેણે ત્યાં ઉભેલા બધા જ આયકર વિભાગના કર્મચારીના હોશ ઉડાડી દીધા.

આયકર વિભાગના અધિકારી, કર્મચારી અને પોલીસ કબરની સામે ઉભા હતા. જેમાં મૃતદેહ નહી પરંતુ ખજાનો દાટેલો હતો. પૂરો ૪૩૩ કરોડનો ખજાનો. એમાં લગભગ ૨૫ કરોડ રૂપિયા સહિત ૧૨ કિલો સોનું અને ૬૨૬ કેરેટ હીરા હતા. પરંતુ પ્રશ્ન એ હતો કે આયકર વિભાગના અધિકારી જે ખજાનાને શોધવા માટે ૭૨ જગ્યાઓ પર રેડ પાડી ચુક્યા છે. તે ખરેખર એક કબરમાં કઈ રીતે પહોચ્યો. આયકર વિભાગની રેડ પાડવાની જાણકારી કોને લીક કરી? તો આ બધા પ્રશ્નના જવાબ તે ડ્રાઈવરે આપ્યા જે આખો દિવસ ચેન્નઈની રસ્તા પર કાળું ધન લઈને એમનામ ફરતો હતો.

પહેલીવાર આવી કાર્યવાહી

ચેન્નઈ અને કોયબટુરમાં જે થઇ રહ્યું હતું તે કદાચ આ દેશમાં પહેલીવાર થઇ રહ્યું હતું. ઇનકમ ટેક્સ ડીપાર્ટમેન્ટની આ રેડની સ્ટોરી કોઈ સાઉથ ઇન્ડિયન ફિલ્મ જેવી હતી. પરંતુ અહી જે થયું તે ફિલ્મની સ્ટોરી ન હોવા છતાં સાચું હતું. ડ્રાઈવરના કહેવા પ્રમાણે કબરમાંથી લગભગ ૨૫ કરોડ રૂપિયા, ૧૨ કિલો સોનું અને ૬૨૬ કેરેટના હીરા પ્રાપ્ત થયા. આ બધી જ વસ્તુની કુલ કીમત જયારે આયકર વિભાગ કાઢી તો કીમત થઇ ૪૩૩ કરોડ રૂપિયા. એટલે કે આ કબરની નીચે આખો ખજાનો દટાયેલો છે.

કબરમાંથી નીકળ્યો અરબોનો ખજાનો

આ તે ખજાનો હતો જેને ઇનકમ ટેક્સ ડીપાર્ટમેન્ટ ૨૮ જાન્યુઆરીએ ચેન્નઈ અને કોયબટુરમાં ૭૨ જગ્યાઓ પર રેડ પાડીને શોધવા માંગતો હતો. પરંતુ આ બાબતમાં શામેલ ત્રણેય મોટી કંપનીઓ સવર્ણા સ્ટોર, લોટસ ગ્રુપ અને જી સ્કોવયરના માલિકોએ એક્સપર્ટની મદદની મદદ લઈને આ લોકોએ કમ્પ્યુટરમાંથી રેકોર્ડ પણ હટાવી દીધો અને રૂપિયાને એક એસયુવી ગાડીમાં છુપાવીને શહેરમાં આખો દિવસ ફેરવ્યા પછી સંતાડવા માટે કોઈ જગ્યા ન મળતા તેને નજીકના એક કબ્રસ્તાનમાં સંતાડી દીધા. જેમ ત્યાં મૃત્યુ પછી મૃતદેહને દાટવામાં આવે છે. જેથી તેમની આ ચોરીની કોઈને ખબર પણ ન પડે.

એસયુવી કારમાં હતો ખજાનો

આજ કારણ છે કે પાકી ખબર હોવા  છતાં ૨૮ જાન્યુઆરીએ પાડવામાં આવેલી રેડમાં ઇનકમ ટેક્સના અધિકારીને કઈ પણ ન મળ્યું. એવું એટલા માટે થયું કેમ કે જાણકારી મુજબ કંપનીઓને રેડ પડવાની જાણકારી પોલીસવાળા પાસેથી મળી ગઈ હતી. અને રેડ પડવાની માહિતી મળ્યા પછી ત્રણેય કંપનીના માલિકોએ વધુ રૂપિયા, સોનું અને હીરાને એક એસયુવી સંતાડીને ચેન્નઈના રસ્તા પર દોડાવાનું શરુ કર્યું. આ ગાડીમાં જે સામાન હતો, તેની કુલ કીમત ૪૩૩ કરોડ રૂપિયા હતી.

ડ્રાઈવરે ખોલ્યું રહસ્ય

આયકર અધિકારીઓની આ નિષ્ફળ રેડ પછી તપાસ કરવામાં આવી તો ખબર પડી કે જે સમયે ડીપાર્ટમેન્ટ રેડ પાડી રહ્યું હતું. એજ સમયે એક એસયુવી કાર ચેન્નઈના રસ્તા પર સતત ફરી રહી હતી. જેમાં ઘણું કાળું ધન અને ઘરેણા હતા. જેના પછી આ એસયુવી કારની તપાસ કરવામાં આવી અને અંતે પોલીસની મદદથી તેને શોધી લેવામાં આવી. પરંતુ પોલીસ અને આયકર વિભાગના અધિકારીઓને આ ગાડીમાં કઈ પણ ન મળ્યું. પરંતુ જયારે ગાડીના ડ્રાઈવરની પૂછપરછ કરવામાં આવી તો તેણે ખુલાસો કર્યો કે તેણે એક કબ્રસ્તાનમાં ઘણા કોથળા સંતાડ્યા છે જેમાં કેશ ઘરેણા અને હીરા છે.

તેના પછી આયકર વિભાગના અધિકારીઓએ ડ્રાઈવરે બતાવેલી જગ્યા પર કબ્રસ્તાનમાં ખોદવાનું શરુ કર્યું. જેમાં ખજાનો સંતાડવાની વાત ડ્રાઈવરે કહી હતી. ખોદકામમાં આયકર અધિકારીઓને લગભગ ૨૫ કરોડ રૂપિયા, ૧૨ કિલો સોનું અને ૬૨૬ કેરેટના હીરા પ્રાપ્ત થયા.

૨૮ જાન્યુઆરીએ શરુ થયેલું ઓપરેશન ૯ દિવસ પછી પૂરું થયું. આ ઓપરેશન પૂરું થયા પછી આયકર અધિકારી હાલમાં તો કમ્પ્યુટરમાંથી ડીલેટ કરવામાં આવેલા ડેટા પાછા લાવવા માટે આઈટી પ્રોફેશનલની મદદ લઇ રહ્યા છે. જેથી આ ત્રણેય કંપનીના માલિકોએ હાલમાં જ ચેન્નઈમાં જે ૧૮૦ કરોડની પ્રોપર્ટી ખરીદી હતી તેનો ખુલાસો કરી શકાય.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment