એક જ રાતમાં ગાયબ થઇ ગયું આખું ગામ, ભારતની આ રહસ્યમય વાત સાંભળી તમે પણ ચોકી જશો…

95

ભારતની પારંપરિક જમીનમાં કેટલા એવા રહસ્યો દફન છે જે કેટલા વર્ષો અથવા કેટલી સદીઓ પછી આજે પણ એ રહસ્યો તાજા અને વણઉકેલ છે જેટલા ક્યારેય પેલા થયા કરતા હતા. આ રહસ્ય કઈક આવા જ છે જેને જેટલા ઉકેલવાનો પ્રયત્ન કરવામાં આવે છે તેટલાજ ઉકેલાય જાય છે.

આવું જ એક રહસ્ય રાજસ્થાનના જેસલમેર જિલ્લાના કુલધરા ગામમાં પણ દફન છે. આ ગામ પિછલા ૧૭૦ વર્ષોથી ઉજળ પડ્યું છે. એક એવું જ ગામ જો રાતો રાત ઉજળ થઇ ગયું અને સદીઓથી લોકો આજ સુધી સમજી શક્યા નથી છેવટે આ ગામ સ્મસાન કેમ થઇ ગયું અને તેના પાછળનું રહસ્ય શું હતું.

કુલધરા ગામના ઉજળ થવાની પાછળ એક અજબ કહાની જ છે. હકીકતમાં કુલધરા ગામની વાર્તા જે શરુ થઈ હતી આજથી ૨૦૦ વર્ષ પહેલા, જયારે કુલધરા, ખંડેર ન હતું તે પહેલા તેની આજુબાજુ ૮૪ ગામ પાલીવાલ બ્રાહ્મણોથી વસતા હતા. પણ પછી કેવી રીતે કુલધરા ઉપર કોઈકની ખરાબ નજર લાગી ગઈ, એ માણસ હતો તે વંશનો ધણી સાલમ સિંહ. આળસુ દિવાન સાલમ સિંહ જેની ગંદી નજર ગામની એક સુંદરવાન સ્ત્રી પર પડી ગઈ હતી. દિવાન તે છોકરી પાછળ એટલો બધો પાગલ હતો કે કોઈ પણ રીતે તેને મેળવવા માંગતો હતો. તેને આના માટે બ્રાહ્મણો ઉપર દબાવ બનાવવાનું શરું કરી દીધું. હદ તો ત્યારે થઇ ગઈ કે જયારે સતાના અભિમાનમાં રહેલો એ દીવાને છોકરીના ઘરે સંદેશો મોકલાવ્યો કે જો આગલી પૂર્ણમાસી સુધી છોકરી નહિ મળે તો તે ગામ ઉપર હુમલો કરીને છોકરીને ઉપાડીને લઇ જશે.

દિવાન અને ગામવાળાઓનો આ ઝઘડો હવે એક કુવારી છોકરીના સન્માનની પણ હતી અને ગામના આત્મસન્માનની પણ હતી. ગામના પાદરે પાલીવાલ બ્રાહ્મણોની બેઠક થઇ અને ૫૦૦૦ થી પણ વધુ પરિવારોએ તેના સન્માન માટે રિયાસતનર છોડવાનો નિર્ણય લઇ લીધો. કહેવાય છે કે નિર્ણય લેવા માટે બધા ૮૪ ગામના લોકો એક મંદિરમાં ભેગા થયા અને પંચાયતોએ નિર્ણય કર્યો કે કઈ પણ થઇ જાય આપણી છોકરીને દીવાનને નહિ દઈએ. તેના પછીની સાંજે કુલધરામાં કઈક એવું ઉજળ થયું, કે ત્યાં આજે પણ પંખીઓ ગામની સરહદમાં દાખલ થતા નથી. કહેવાય છે કે ગામ છોડતી વખતે આ બ્રાહ્મણોએ આ જગ્યાને શ્રાપ આપ્યો હતો. આપને જણાવી દઈએ કે બદલાતા સમયની સાથે ૮૨ ગામ તો બીજીવાર બની ગયા, પણ બે ગામ કુલધરા અને ખાભા તમામ પ્રય્તનો પછી પણ આઝાદ નથી થયા. આ ગામ અત્યારે ભારતીય પુરાતત્વના વિભાગના સંરક્ષણમાં છે જેને દિવસના પ્રકાશમાં પ્રવાસીઓ માટે ખુલ્લું રાખવામાં આવે છે.

એવું કહેવાય છે કે આખું ગામ રુહાની તાકતોના કબજામાં છે. પ્રવાસના સ્થળમાં બદલી ગયું કુલધરા ગામમાં ફરવાવાળાઓના જણાવ્યા મુજબ અહિયા રહેતા પાલીવાલ બ્રાહ્મણોના અવાજ આજે પણ સંભળાય છે. તેઓને ત્યાં દરેક સમય એવો અનુભવ થાય છે કે કોઈ તેની આજુબાજુ ચાલી રહ્યું છે. બજારમાં હલન ચલનનો અવાજ આવે છે, મહિલાઓ વાત કરે અને તેની બંગળીઓ અને સાંકડાનો અવાજ હમેશા આવતા જ રહે છે. પ્રશાસને આ ગામની સરહદ ઉપર એક ફાટક બનવું દીધું છે, જેની પેલી બાજુ પ્રવાસીઓ ફરવા આવે છે પણ રાત્રે આ ફાટકને ઓળંગવાની કોઈ હિમ્મત નથી કરતા.

કુલધરા ગામમાં આજે પણ એક મંદિર છે જે આજે પણ શ્રાપમુકત છે. એક તળાવ પણ છે જે તે સમયમાં પીવાના પાણીનો એક આધાર હતો. એક ગુમનામ ખાંચામાં ઉતરતી થોડી સીડીઓ પણ છે, કહેવાય છે કે સાંજ ઢળ્યા પછી આહિયા કઈક અવાજ આવે છે. લોકોનું માનવું છે કે આ અવાજ ૧૮ મી સદીનું તે દર્દ છે, જ્યાંથી પાલીવાલ બ્રાહ્મણો પસાર થયા હતા. ગામમાં કેટલાક મકાન છે, જ્યાં રહ્સ્યવાળા પડછાયાઓ ઘણી વખત નઝરોની સામે આવી જાય છે. દિવસના પ્રકાશમાં બધુઇજ ઇતિહાસની વાર્તા જેવું લાગે છે, પણ સાંજ ઢળતા જ કુલધરાના દરવાજા બંધ થઇ જાય છે અને શરું થાય છે આત્માઓની તાકાતોનો એક રહસ્યમય સંસાર. લોકો કહે છે કે રાતના સમયે જે કોઈ અહિયાં આવ્યું છે તે આ ઘટનાનો શીકાર થઇ ગયા છે.

મે ૨૦૧૩ માં દિલ્લીમાં ભૂતપ્રેત અને આત્મા ઉપર સર્વે કરવાવાળી પેરાનાર્મલ સોસાયટીની ટીમે કુલધરા ગામમાં આખી રાત પસાર કરી. ટીમે પણ માન્યું કે આહિયા કોઈને કોઈ અસામાન્ય જરૂર છે. સાંજના સમયે તેઓનો ડ્રોન કેમેરો આકાશમાંથી ગામના  ફોટાઓ લઇ રહ્યો હતો પણ તે તળાવ ઉપર જતા જ કેમેરો ગોથા ખાતો ખાતો જમીન પર પડી ગયો. જેમ કોઈક હતું, કે જેને આ કેમેરો માન્ય ન હતો. આ સચુઈ છે કે કુલધરામાંથી હજારો પરિવારોનું ભાગેડુ થયા, આ પણ સાચું છે કે કુલધરામાં આજે પણ રાજસ્થાન સંસ્કૃતિની ઝલક જોવા મળે છે. પેરાનાર્મલ સોસાયટીના ઉપાધ્યક્ષ અંશુલ શર્માએ બતાવ્યું કે અમારી પાસે એક ડીવાઈસ છે જેનું નામ ગેસ્ટ બોક્ષ છે. તેના માધ્યમથી અમે આવી જગ્યાઓ ઉપર રહેવાવાડી આત્માઓને સવાલ પૂછીએ છીએ. કુલધરામાં પણ આવું કર્યુ, જ્યાં કઈક અવાજતો આવ્યો તો ક્યાંક અસામાન્ય રૂપથી આત્માઓએ તેમના નામ પણ બતાવ્યા ચાર મે ૨૦૧૩ (શનીવાર) ની રાત્રે જે ટીમ કુલધરા ગઈ હતી તેની ગાડીઓમાં છોકરાઓના હાટના નિશાન મળ્યા. ટીમના સદસ્યો કુલધરા ગામમાં ફરીને પાછા આવ્યા તો તેની ગાડીઓના કાચ પણ છોકરાઓના પંજાના નિશાન પણ દેખાયા. (જેમ કે કુલધરા ગયેલી ટીમના સદસ્યોએ મીડિયાને કહ્યું) પણ આ પણ સાચું છે કે કુલધારામાં ભૂત અને આત્માઓની વાર્તાઓ, ફક્ત એક વહેમ છે.

ઇતિહાસકારો મુજબ પાલીવાલ બ્રાહ્મણોને પોતાની સંપતિ જેમાં મોટા પ્રમાણમાં સોના ચાંદી અને હીરા ઝવેરા હતા, તે જ જમીન ની અંદર દાટીને રાખ્યું હતું. આ જ કારણ છે કે જે કોઈ પણ આહિયા આવે છે તે જગ્યાએ જગ્યાએ ખોદવા મંડે છે. એ આશાએથી કે કદાચ તે સોનું તેના હાથમાં આવી જાય. આ ગામ આજે પણ જગ્યા જગ્યાએથી ખોદેલું મળે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment