એક ફિલ્મના 30 કરોડ લે છે આ સાઉથનો એક્ટર, શ્રીદેવી સાથે આ ફિલ્મમાં કરી ચુક્યો છે કામ…

25

સાઉથના સુપરસ્ટાર અને ‘બદ્રી’ ફેમ એક્ટર વિજય ચંદ્રશેખરે ૧૮ વર્ષની ઉંમરમાં ફિલ્મમાં કામ કરવાનું શરુ કરી નાખું હતું. જોસેફ વિજય ચંદ્રશેખરને લોકો વિજયના નામથી ઓળખે છે. વિજયે મોટાભાગે તમિલની જોરદાર એક્શન, ડ્રામા અને રોમાંચ ફિલ્મોમાં કામ કર્યું છે. હવે તમે વિચારી રહ્યા હશો કે આજે અમે અચનાક વિજયની વાત શા માટે કરી રહ્યા છીએ તો તમને જણાવી દઈએ કે સાઉથના વીકલી કોલમમાં અમે સાઉથના કોઈ સ્ટારની વાત કરીએ છીએ. આ કડીમાં આજે વાત કરીશું ‘બદ્રી’ ફિલ્મ ફેમ એક્ટર વિજય ચંદ્રશેખરની.

વિજયના પિતા તમિલ ફિલ્મ જગતના નિર્માતા અને પ્રોડ્યુસર છે. વિજયે બોલીવુડની દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીની સાથે પણ કામ કર્યું છે. આજે વાતાવરણ એવું છે કે વિજયની કોઈ ફિલ્મ ફ્લોપ નથી જતી. વિજયે ઘણા એવોર્ડ પોતાના નામે કર્યા છે. ૧૯૯૨ માં સામાન્ય રોલમાં ‘નાલયા થીરૂપ’ રિલીજ થઇ હતી.

બોલીવુડની ફેમસ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાએ પોતાના કરિયરની શરૂઆત વિજય સાથે કરી હતી. બંને ૨૦૦૨ માં આવેલી તમિલ ફિલ્મ thmizhan  માં જોવા મળ્યા હતા. પ્રિયંકા આજે પણ વિજયની બહુજ મોટી ફેન છે અને તેમની સાથે ફરીથી કામ કરવાની ઈચ્છા જાહેર કરી ચુકી છે.

વર્ષ ૨૦૧૫ માં રિલીજ થયેલી ‘પુલી’ ફિલ્મ માટે વિજયને ૩૦ કરોડ રૂપિયા ફીસ આપવામાં આવી હતી. આ ફિલ્મમાં વિજયની સાથે શ્રીદેવી પણ જોવા મળી હતી. શ્રીદેવીનો કિરદાર આ ફિલ્મના હીરો વિજયની બરાબરીમાં રાખવામાં આવ્યો હતો. તેમણે કોન્ટ્રેકટ સાઈન કરતી વખતે પોતાના મેકઅપ આર્ટીસ્ટ સેટ પર બોલાવવા અને દરેક કોસ્ટ્યુંમ પોતે પસંદ કરવાની શરત રાખી છે.

હાલમાં વિજય પોતાની એક ફિલ્મ માટે ૨૫ થી ૩૦ કરોડ સુધીનો ચાર્જ કરે છે. વિજયની પર્સનલ લાઈફની વાત કરીએ તો તેમની પત્નીનું નામ સંગીતા છે. વિજય અને સંગીતાની પ્રેમ કહાની બહુજ દિલચસ્પ છે. પરદા પર ભલે વિજયે ઘણી હિરોઈનની સાથે રોમાંસ કર્યો છે, પરંતુ રીયલ લાઈફમાં તેમણે પોતાની એક ફેન સાથે લગ્ન કર્યા છે. હકીકતમાં સંગીતા યુકેમાં રહેતી હતી અને વિજયની મોટી ફેન હતી.

સંગીતાએ શુટિંગના સેટ પર આવીને જ વિજયને પોતાનું ઈંટ્રોડક્સન આપ્યું હતું. પછી બંનેની વાતો થવા લાગી. બંને ક્યારે એક બીજાને પસંદ કરવા લાગ્યા તે ખબર જ ન પડી. એક દિવસે વિજયના પિતાએ સંગીતાને પોતાના ઘરે બોલાવીને લગ્નનો પ્રસ્તાવ આપી દીધો. સંગીતાએ પણ હા કહી દીધી અને આખરે ૨૫ ઓગસ્ટ, ૧૯૯૯ એ વિજયે સંગીતા સાથે લગ્ન કરી લીધા.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment