જો તમે તમારા સંબંધને મજબુત બનાવવા ઈચ્છો છો તો કરો આ કામ….

15

જો તમે તમારા સબંધને મજબુત બનાવવા ઈચ્છો છો તો હંમેશા એકબીજાનું સમ્માન કરો. સમ્માન જ એક એવી વસ્તુ છે જે તમારા સબંધોને મજબુત કરે છે. અને તેનાથી તમારા જીવનમાં આવનારી ખટાસ પણ દુર થઇ જાય છે. હકીકતમાં, આપણે રિલેશનશિપમાં ઘણી વાતોને ભૂલી જાય છે અને પછી સબંધ બગડવા માંડે છે. પાર્ટનર આપસમાં જ એકબીજા સાથે ચીડાઈ જાય છે. ઘણી વાર મામલો એટલો બધો વધી જાય છે કે ઘરેલું હિંસા અને ઝઘડાઓનું રૂપ લઇ લે છે. એકબીજા વચ્ચે દુરીયા વધવા લાગે છે. આવી પરિસ્થિતિ આવતા પહેલા જ આપણે સાવધાન થઇ જવું જોઈએ.

સબંધનું મહત્વ બનાવી રાખવા માટે આપણે ઘણા પ્રકારની સાવધાનીઓ રાખવી પડે છે. કેટલીક જરૂરી વાતોને ધ્યાનમાં રાખવી પડે છે. આ સાવધાનીઓ આપસી પ્રેમને મજબુત તો રાખે છે સાથે સબંધમાં આવેલી તિરાડને પણ કાઢી નાખે છે, એટલા માટે તમે રીલેશનશીપમાં છો તો ખુબ જ જરૂરી છે કે એક બીજા પ્રત્યે સન્માનની નજર રાખવી.

જો તમારો તમારા પાર્ટનર સાથે ઝઘડો ચાલી રહ્યો છે તો તેનું એક જ સારો ઉપાય છે અને એ છે વાતચીત. સંવાદ દ્વારા તમે તમારા ઝઘડાને દુર કરી શકો છો. બનેમાંથી કોઈ પણ સંવાદની શરૂઆત કરી શકે છે. એકબીજાની વાતચીત દ્વારા પોતાની ભાવનાઓને સમજો અને ક્યાં ઉણપ રહી ગઈ છે, તે વાત પર વિચાર કરો.

સબંધમાં એકબીજા પર શખ ન કરો. જો તમારો પાર્ટનર તમારા માટે કઈક કરી રહ્યો છે તો તેને મહત્વ આપો. મહત્વ આપવાથી સબંધ મજબુત બને છે અને પ્રેમ વધે છે. જો તમારો પાર્ટનર તમારા પ્રતિ પ્રેમ દર્શાવી રહ્યો છે તો તેની ભાવનાઓની કદર કરો.

વગર સમ્માનના કોઈ પણ સબંધ ચાલતો નથી. સબંધમાં એકબીજાને સમ્માન આપવાથી પ્રેમ વધે છે. એટલા માટે હંમેશા એકબીજાને સમ્માન આપો. ખુબ જ એકબીજાના વખાણ કરો.

જો તમે કઈ ભૂલ કઈ છે તો તમે તેનો તરત જ સ્વીકાર કરી લો. તેનાથી તમારા સબંધો મજબુત થશે અને તિરાડ નહિ પડે. હંમેશા આપણે આપણી ભુલોને ક્યારેય માનતા નથી અને બીજાની ભૂલ સ્વીકાર કરવામાં જ પૂરો સમય લગાવી દે છે. તેનાથી સબંધ કમજોર થાય છે.

સબંધોને મજબુત કરવા માટે એકાબીજાને ભરપુર સમય આપવાની સાથે જ પોતાના શોખોને બીજા સાથે શેર કરો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment