એક ભૂતિયા “ડોલ”ની સ્ટોરી, જેની હકીકત જાણીને તમે પણ ડરી જશો…

17

મિત્રો, તમને એ સાચી સ્ટોરી નહી ખબર હોય જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. આ એક ભૂતિયા ડોલની સાચી સ્ટોરી છે. તમે આજથી પહેલા જે પણ ભૂતિયા ડોલની સ્ટોરી સાંભળી હશે તે બધી જ સાચી નહિ હોય પરંતુ જે ડોલ વિશે અમે જણાવવા જઈ રહ્યા છીએ તે આજે પણ આ દુનિયામાં છે. આ ડોલને કોઈ પોતાના ઘરમાં રાખવા નથી માંગતું. તેનું કારણ જાણીને લોકો કંપી ઉઠે છે.

શક્ય છે કે તમે કોઈ હોલીવુડ હોરર ફિલ્મમાં પણ તેના વિશે જોયું-સાંભળ્યું હશે. કહેવામાં આવે છે કે તેની સાચી સ્ટોરી કઈક બીજી જ છે. હકીકતમાં, આ ડોલને ભૂતિયા એટલા માટે કહેવામાં આવે છે કેમ કે માનવામાં આવે છે કે આ ડોલ જીવિત છે. ફિલ્મ એનાબેલ ક્રિએશનમાં તેના વિશે જે બતાવવામાં આવ્યું છે તે આ ડોલની સાચી સ્ટોરીથી કઈક અલગ જ છે.

અમેરિકન લેખક જોની ગૃએલ સૌથી પહેલા પોતાની એક રચનામાં તેનો ઉલ્લેખ કર્યો હતો. પરંતુ સાચું એ છે કે બહુજ રહસ્યમય રીતે આ ડોલ તેમની જીંદગીમાં આવી હતી. તેના વિશે જાણીને તમને આશ્ચર્ય થશે. હકીકતમાં, વાત એ સમયની છે જયારે લેખક જોની ગૃએલ બાળકો માટે એક પુસ્તક શ્રેણીની રચના કરવા જઈ રહ્યા હતા. તેમણે ‘રેજડી અન્ન સીરીજ’ નામની એક પુસ્તક સાથે એનાબેલ ડોલને માર્કેટમાં લોન્ચ કરી. તેમની આ પુસ્તક લોકો માટે બહુજ રસપ્રદ વિષય બની હતી.

ડોલની પાછળ રહેલી અનોખી સ્ટોરીએ લોકોને તેને જાણવા માટે મજબુર કરી નાખ્યા. વાત એ સમયની છે જયારે જોની ગૃએલને પોતાના ઘરના બેકયાર્ડમાં આ ડોલ મળી હતી. જયારે તેમની દીકરી માર્સેલા જન્મી તો તે આ જ ડોલથી રમતી હતી. જોનીએ જયારે પોતાની દીકરીને આ ડોલ સાથે રમતા જોય તો તેમને રેજડી અન્ન સ્ટોરીજ લખવાનો આઈડિયા આવ્યો. પણ દુખની વાત તો એ છે કે ૧૩ વર્ષની ઉંમરમાં માર્સેલનું મૃત્યુ થઇ ગયું.  તેના મૃત્યુનું કારણ સંક્રમિત ટીકા તરીકે વર્ણવવામાં આવ્યું હતું.

માર્સેલાના મૃત્યુ પછી જયારે ‘રેજડી અન્ન સ્ટોરીજ’ ને માર્કેટમાં લાવવામાં આવી ત્યારે તે ડોલને મોડલ બુકના કવર પેજ પર છાપવામાં આવી. આ માર્સેલાને શ્રદ્ધાંજલિ આપવાના કારણે લોન્ચ કરવામાં આવી હતી. પણ આશ્ચર્યની વાત તો એ છે કે માર્સેલાના મૃત્યુ પછી અસલી એનાબેલ ડોલ જેનાથી માર્સેલા રમ્યા કરતી હતી તે અચાનક ઘરથી ગુમ થઇ ગઈ. જે રહસ્યમય રીતે આ ડોલ ઘરમાં આવી હતી બસ એજ રીતે તે ખોવાઈ પણ ગઈ. કોઈને ખબર ન પડી કે તે ડોલ ક્યાં જતી રહી. માર્સેલાએ તેના વિશે જાણવા માટે ઘણી કોશિશ કરી પરંતુ તેની ખબર ન પડી પરંતુ પછી એક દિવસ.

તે અસલી ડોલ એક એટીક શોપમાં મળી. આ વાત ૧૯૭૦ ની છે. એક નર્સિંગ સ્ટુડેંટ જેનું નામ હતું ડોના, તેની માં એ ડોનાને આ ડોલ ગીફ્ટ આપી હતી. પરંતુ ડોનાએ ડોલ પ્રાપ્ત કર્યા પછીથી તેણે તેમાં કઈક વિચિત્ર વસ્તુની નોંધ લીધી. ડોનાએ જોયુકે ડોલ પોતાની રીતે જ પોજીશન ચેન્જ કરી રહી છે. ક્યારેક ક્યારેક ડોના ડોલને એક રૂમમાં રાખીને ક્યાંક બહારે જતી હતી તો પાછા આવવા પર તે ડોલ તેને ત્યાં ન મળતી. શોધવા પર તેને તે ડોલ કઈક બીજે જ ખૂણામાંથી પ્રાપ્ત થતી હતી. એક દિવસ ડોનાએ રૂમમાં પાછા આવ્યા પછી જોયું કે ડોલના હાથ અને પીઠ પર લોહીના ડાઘા પડેલા છે. તે આ જોતા જ ડરી ગયા. ડોનાને સમજાય ગયું કે તેની સાથે કઈક ખરાબ થઇ રહ્યું છે. તેના પછી ડોનાએ તરત પેરાનોર્મલ એક્ટીવીટી એક્સપર્ટ એડ અને લોરેનને બોલાવ્યા.

એડ અને લોરેને જયારે જાણ્યું કે આ ડોલ ભૂતિયા છે તો ડોના વધારે ડરી ગયા. તેમણે તે ડોલને ત્યાંથી લઇ જવા કહ્યું. એડ અને લોરેન ડોલને પોતાની સાથે કારમાં ઓકલ્ટ મ્યુજીયમમાં લઇ ગયા. પરંતુ કારથી લઇ જતી વખતે જ ડોલે એવી હરકતો કરી કે જેનો અંદાજો પણ તે લોકોને ન હતો. ડોલે પૂરી તાકાતથી તેમને રોકવાની કોશિશ કરી. ડોલે ઘણીવાર કારનું સ્ટેરીંગ ફેરવવાની કોશિશ કરી, માનો કે એ તેમને કઈક બીજે લઇ જવા માંગતી હતી. ઘણી તકલીફો પછી એડ અને લોરેન પોતાની મંજિલ સુધી પહોચ્યા.

એડ અને લોરેન તે શાપિત ડોલને પોતાના મ્યુજીયમમાં મંત્રથી એક કાચના બોક્સમાં બંધ કરી દે છે. એવું માનવામાં આવે છે કે આજે પણ એની ભૂતિયા તાકાત આજે પણ એક્ટીવ છે. એજ કારણથી તેની પાસે કોઈને જવા દેવામાં આવતા નથી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment