એક એવું મંદિર કે જ્યાં હનુમાનજીની સાથે પૂજાય છે તેમના પત્ની પણ, જાણો શું છે રહસ્ય…

43

વિશ્વ ભરમાં રહેલા કેટલાય મંદિરો વિશે તમે એવી અવનવી વાતો સાંભળી હશે જે પોતે જ એક અનોખુ મંદિર હોય. કોઈ મંદિરમાં સ્ત્રીઓને પ્રવેશ કરવાની મનાઈ ફરમાવવામાં આવી હોય તો ક્યાંક મંદિરમાં ભોગ ધરવાની મનાઈ હોય, ક્યાંક મંદિરના દરવાજા ફક્ત સાંજે આરતી સમયે જખુલતા હોય. આવું જ એક અજનબી અને અચરજ પમાડતું મંદિર તેલંગણાના ખમ્મમ જીલ્લામાં આવેલું છે. હા, આ મંદિરમાં હનુમાનજીની સાથે તેમની પત્ની સુવર્ચલાની પણ પૂજા કરવામાં આવે છે.હકીકતમાં આપણે સૌ જાણીએ છીએ કે હનુમાનજીએ આજીવન બાલબ્રહ્મચર્યનું પાલન કર્યું હતું. જેથી તેઓ બાલ બ્રહ્મચારી કહેવાય છે. આકારણથી જ બ્રહ્મચર્યનું પાલન કરતા લોકો હનુમાનજીની પૂજા કરે છે. પણ આશ્ચર્યની વાત એ છે કે કેટલીક જગ્યાઓ પર હનુમાનજી પરિણીત હોવાનું કહેવામાં આવે છે.

એમ કહેવાય છે કે હનુમાનજીના લગ્ન સૂર્ય નારાયણની પુત્રી સુવર્ચલા સાથે થયા હતા. પારાશર સંહિતામાં પણ હનુમાનજીના લગ્નનો ઉલ્લેખ જોવા મળે છે. તેલંગણાના ખમ્મમ જીલ્લામાં આવેલા હનુમાનજીના આ પ્રાચીન મંદિરમાં હનુમાનજીની સાથે તેમના પત્ની સુવર્ચલાની પણ પૂજા કરવામાં આવે છે. અહીના સ્થાનિક રહેવાસી લોકો દર વર્ષે જેઠ મહિનાની શુદ્ધદશમીના દિવસે હનુમાનજી અને સુવર્ચલાના લગ્નને ખુબજ ધામધુમથી ઉજવવામાં આવે છે. હવે તમને એ જાણવાની જીજ્ઞાસા થતી હશે કે આખરે મહાબલી હનુમાનજીના લગ્ન કોની સાથે, ક્યારે અને કેવી રીતે થયા હતા ? તો ચાલો આજે અમે તમને હનુમાનજીના લગ્ન વિશે જણાવીએ.

પારાશર સંહિતા અનુસાર હનુમાનજીએ સૂર્ય દેવને પોતાના ગુરૂ બનાવ્યા હતા. હકીકતમાં સૂર્ય નારાયણ પાસે 9 દિવ્ય વિદ્યાઓ હતી. આ 9 દિવ્ય વિદ્યાઓને હનુમાનજી પ્રાપ્ત કરવા માગતા હતા.સૂર્યદેવે પોતાની આ 9 દિવ્ય વિદ્યાઓમાંથી 5 વિદ્યાઓનું જ્ઞાન તો હનુમાનજીને આપી જ દીધું હતું. પરંતુ બાકીની 4 વિદ્યા મેળવવા માટે વિચારમાં પડી ગયા. કારણ કે બાકીની આ 4 વિદ્યાઓનું જ્ઞાન મેળવવા માટે શિષ્ય પરિણીત હોવો જોઈએ. પરંતુ હનુમાનજી તો બાળ બ્રહ્મચારી હતા. જેથી તેમને બાકીની આ 4 વિદ્યાઓનું જ્ઞાન આપી શકાય નહિ.

આ મુશ્કેલીમાંથી સહેલો રસ્તો કાઢવા માટે સૂર્યદેવે તેમના શિષ્ય હનુમાનજીને એક ઉપાય સૂચવ્યો અને તેમને કોઈ સ્ત્રી સાથે લગ્ન કરવાનું સુચન કર્યું. આ સાંભળીને હનુમાનજી તો ધર્મસંકટમાં અને વિચારમાં પડી ગયા.કારણ કે તેમને સૂર્યદેવ પાસેથી બાકીની આ 4 વિદ્યાઓનું જ્ઞાન તોમેળવવું જ હતું અને સાથે તે બાલ બ્રહ્મચારીપણ રહેવા ઈચ્છતા હતા.ઘણી સમજાવટ બાદ હનુમાનજી લગ્ન કરવા તૈયાર થયા.

હનુમાનજી લગ્ન કરવા માટે તૈયાર તોથયા પણતેને પરણનાર કન્યા ક્યાં ક્યાંથી લાવવી. કન્યાની શોધ કરતા કરતા અંતે આ શોધ સૂર્યદેવની પુત્રી સુવર્ચલા પર જઈને અટકી. ત્યારે સૂર્યદેવે પોતાની પુત્રી સુવર્ચલા વિશે હનુમાનજીને જણાવ્યું કે તે પરમ તપસ્વી અને ખુબજ તેજસ્વી છે અને એક તમેજ છો કે તેનું આતેજ સહન કરી શકો છો.

સૂર્ય દેવે હનુમાનજીને એમ પણ કહ્યું કે લગ્ન બાદ તરતજ સુવર્ચલા ફરીથી તપસ્યામાં લીન થઇ જશે. જેથી તમને બાકીની 4 દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ પણ થઇ જશે અને તમારૂ બ્રહ્મચર્યપણ સુરક્ષિત રહેશે. આ સઘળી વાત જાણી હનુમાનજી લગ્ન કરવા માટે તૈયાર થયા અને તેમણે સૂર્ય પૂત્રી સુવર્ચલાની સાથે લગ્ન કરી લીધા. જેથી હનુમાનજી વિવાહિત પણ કહેવાયા અને તેમની પત્ની સુવર્ચલા સાથે શરીર સુખ માણ્યું ન હોવાથી તેનુંબ્રહ્મચર્ય પણ અખંડ રહ્યું.

હૈદ્રાબાદથી લગભગ 220 કિલોમીટર દુર આવેલ આ મંદિરમાં હનુમાનજી અને સુવર્ચલાદેવી બંનેની મૂર્તિનું સ્થાપન કરવામાં આવેલ છે. એમ કહેવામાં આવે છે કે આ મંદિરમાં કોઇપણ આવીને હનુમાનજી અને તેની પત્ની સુવર્ચલા દેવીના દર્શન કરે છે તેમના દરેક દુ:ખ દર્દ દૂર થઇ જાય છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment